SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચૌદ ૨૪૩ ઇતિહાસીમૂલ્ય અકલ્પનીય છે. આ નાનકડા લેખે ઇતિહાસની એક મહત્ત્વની ઘટનાના પ્રવર્તક તરીકે વિશ્વવિખ્યાત અભિપ્રાયને ઉલટાવી દીધો છે : આ ઘટના તે શક સંવતની સ્થાપના અને પ્રવર્તક તે કુષાણ રાજવી કણિષ્ક. આ લેખની લિપિ ઈસ્વીસનની પહેલી સદીની છે. લેખમાંના અક્ષર મોટા અને સુરક્ષિત છે. લેખનો નોંધપાત્ર ભાગ છે ચાષ્ટનના શાસનકાળનું વહેલું જ્ઞાત વર્ષ. હમણાં સુધી એના લેખોમાં વહેલું જ્ઞાત વર્ષ પર હતું. આ લેખમાં વહેલામાં વહેલું વર્ષ ૧૧ છે. આ લેખ સ્પષ્ટતઃ ચાખનને સીધો સ્પર્શે છે અને એના ક્ષત્રપપદ દરમ્યાનનો છે. એટલું જ નહીં એના સ્વતંત્ર શાસનને સમર્થે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શક વર્ષ ૧૧માં ચાષ્ટન શ્રેષ્ઠ રાજકીય મોભો અંકે કરી ચૂક્યો હતો. આ લેખની શોધ પૂર્વે પાંચ મહત્ત્વના મુદ્દાઓ કાલક્રમે સમયાવધિમાં ગોઠવવા શક્ય ન હતા : (૧) નહપાનના અમલનો અંત, (૨) ક્ષતહાર વંશનું સંપૂર્ણ ઉન્મેલન, (૩) ચાષ્ટનનો ક્ષત્રપ તરીકે અને મહાક્ષત્રપ તરીકેનો સત્તાકાળ, (૪) જયદામાનું ક્ષત્રપ તરીકેનું શાસન અને (૫) એના પુત્ર રુદ્રદામાનો રાજયાભિષેક અને શાસનઅમલ. પણ આંધૌના શક વર્ષ ૧૧ના લેખની શોધ પછી આ મુદ્દાઓ શક્ય બન્યા છે. (લેખના પાઠ માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ નવ.) આ લેખથી હવે સ્પષ્ટ થયું છે કે શક સંવતની સ્થાપના કણિક્કે નહીં પણ ચાખને કરી છે. (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચ). ચાષ્ટનના સમયનો દોલતપુરનો વર્ષ નો લેખ આ યષ્ટિલેખ ભૂજથી ઉત્તરપશ્ચિમે ૧૦૪ કિલોમીટરના અંતરે આવેલા દોલતપુર ગામેથી સરપંચ ધનજી કરસન પટેલના ખેતરમાંથી હાથ લાગ્યો હતો અને કચ્છ સંગ્રહાલયના તત્કાલીન વસ્તુપાલ દિલીપ વૈદ્ય તેને ભૂજ લઈ આવ્યા હતા. આ લેખનું પહેલપ્રથમ વાચન અને પ્રકાશન શોભના ગોખલેએ કર્યું હતું અને એક દાયકા પછી ગોખલેના લેખ ઉપરની ટીપ્પણી વિશિષ્ટ રીતે વાસુદેવ વિષ્ણુ મિરાશીએ કરી હતી. બંને વિદ્વાનોના લેખના શીર્ષક ઉપરથી દોલતપુર લેખ વિશેનાં એમનાં મંતવ્ય એમના અભિપ્રાયને અભિવ્યક્ત કરે છે. આ ગ્રંથલેખકને મિરાશીનો મત વધારે ગ્રાહ્ય જણાયો છે. આ લેખમાં કુલ ૧૩ પંક્તિ છે. છેક ઉપલો ભાગ તૂટેલો હોઈ પ્રથમ બે પંક્તિને નુકસાન થયું છે. આ સિવાય બધી જ પંક્તિ બંને તરફ અખંડિત છે. જો કે છેલ્લી બે પંક્તિ અસ્પષ્ટ અથવા ઝાંખી છે. લેખ સારી રીતે જતન પામેલો નથી. લખાણ કુતહસ્તલેખન પ્રકારનું છે અને તેથી વાચન અને અર્થઘટન મુશ્કેલ છે. લેખમાંના અક્ષરનાં લક્ષણ મિરાશીના મતે કુષાણ સમયનાં છે. લખાણ હાથ ઉપાડ્યા વિના જાણે લખાયું હોય તેવું છે અને તેથી ચાષ્ટનના આંધના લેખોમાં પહોળા અને સ્પષ્ટ અક્ષરો છે તેવા નથી. ભાષા સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર પ્રકારની છે. લેખનું મહત્ત્વ બીજી પંક્તિમાં નિર્દિષ્ટ વર્ષ ૬ છે. ચાષ્ટનનું અદ્યાપિ વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૧ હતું. હવે દોલતપુરના લેખથી એનું વહેલું જ્ઞાત વર્ષ ૬ હાથવગું થયું છે. જ્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy