SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેર ૨૨૩ છે. એની પહેલાંના ક્ષત્રપ રાજાઓના સિક્કા ઉપર વર્ષ-નિર્દેશક સંખ્યા જોવા મળતી નથી અને વિશેષ ધ્યાનાર્ય બાબત એ છે કે ગ્રીક-રોમીય લખાણના આરંભ અને અંતની વચ્ચેના ભાગમાં વર્ષસૂચક સંખ્યા અંકિત કરવા જેટલી જગ્યાય દેખાતી નથી. આથી, નહપાને જેમ મુખાકૃતિ આપવાની પ્રથાનો પ્રારંભ કર્યો, ચાષ્ટને જેમ પર્વતાદિ પ્રતીકો આપવાની અને હોદ્દા સાથે પિતાનું નામ આપવાની શરૂઆત કરી અને જેમ યશોદામાએ માત્ર બ્રાહ્મીમાં જ લખાણ અંકિત કરવાનો પ્રારંભ કર્યો તેમ રુદ્રસિંહે વર્ષ આપવાની પ્રથાનો પ્રારંભ કર્યો. ક્ષત્રપ સિક્કાઓના ઇતિહાસનાં અવલોકનથી સૂચવાય છે કે ક્ષત્રપ શાસકોમાંથી કેટલાકે, પરંપરિત પ્રથા ચાલુ રાખી હોવાની સાથોસાથ, એક એક અભિનવ પ્રથાના પ્રારંભક તરીકે મૌલિક પ્રદાન કર્યું હતું. બાહ્નિક અને ભારતના ગ્રીક શાસકોના સિક્કા ઉપર વર્ષ સૂચવતા આંકડા જોવા મળતા નથી૨૯. ભારતના પૂર્વકાલીન અને પ્રાક્ષત્રપકાલીન સિક્કાઓ પણ વર્ષનિર્દેશ વિનાના છે. એકાદ અપવાદ સિવાય (એટલે કે ગુપ્તોના ચાંદીના સિક્કા સિવાય) છેક મુસ્લિમ અમલ સુધી આ પ્રથા ભારતના કે ભારતમાંના કોઈ વિદેશી રાજવંશે કે રાજાએ અપનાવી હોવાની જાણકારી હાથવગી નથી. ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ક્ષત્રપોએ વર્ષ આપવાની પ્રથાનું અનુકરણ ક્યાંથી કર્યું હશે ? પાર્થિયામાં ફ્રાવર્ત ૪થા પછી (ઈસ્વીપૂર્વ ૩૭થી) સીશૂસિડ સંવતમાં વર્ષ આપવાની પ્રથા શરૂ થયેલી જોવા મળે છે. રોમમાંથી પહેલી અને બીજી સદી દરમ્યાન ચાંદીના સિક્કાઓના પૃષ્ઠભાગે ગ્રીક આંકડામાં અને રાજકાલનાં વર્ષોમાં વર્ષનિર્દેશનયુક્ત સિક્કા મળ્યા છે. ઉભયમાંથી ક્ષત્રપોએ કોનું અનુકરણ કર્યું હશે તે અસંદિગ્ધ રીતે કહેવું મુશ્કેલ છે. પરંતુ ઈરાનમાંના શક-પલ્લવ રાજાઓના સંબંધને અવલોકતાં અને શકોને પહ્નવોના દબાણથી ઈરાન છોડી ભારત આવવું પડેલું તે ઐતિહાસિક ઘટના ધ્યાનમાં લેતાં (આ માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ત્રણ) સંભવતઃ ક્ષત્રપોએ વર્ષ નોંધવાની પ્રથા પલ્લવો પાસેથી અપનાવી હોય. સિક્કા ઉપર અંકિત લખાણ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ સવિશેષ એમના સિક્કાઓનાં નિર્માણથી સુવિખ્યાત છે. આ રાજાઓ પોતાના સિક્કા ઉપર પોતાનાં નામ અને હોદાની સાથે પોતાના પિતાનાં સહોદ્દા સાથે નામ આપવાની પ્રથા એમના સિક્કાઓની આગવી વિશેષતા છે. આને કારણે ક્ષત્રપ શાસકોની સળંગ વંશાવળી તૈયાર કરવામાં સુગમતા સાંપડી છે. પિતાનું નામ આપવાની આ પ્રણાલિકા એમણે ક્યાંથી અપનાવી હશે તે વિશે સંદિગ્ધતા રહે છે. એશિયાના કોઈ પૂર્વકાલીન દેશના કે રાજયના કે રાજવંશના સિક્કા ઉપર પ્રસ્તુત પ્રથા અંકિત થયેલી જોવા મળતી નથી. આથી એવું અનુમાન થઈ શકે કે આ પ્રથા પ્રાયઃ ક્ષત્રપોનું મૌલિક યોગદાન હોઈ શકે ૧. - પૃષ્ઠભાગનાં લખાણ તત્કાલીન ભારતની પ્રચલિત લિપિઓ અને ભાષામાં લખાતાં હતાં. ભૂમક, નહપાન અને ચાષ્ટનના સિક્કાઓ ઉપર ખરોષ્ઠી અને બ્રાહ્મી ઉભય લિપિમાં લખાણ અંકિત થયેલાં જોઈ શકાય છે. પછી જયદામાથી શરૂ કરી અંત સુધીના બધા રાજાઓના સિક્કા ઉપર માત્ર બ્રાહ્મી લિપિમાં લખાણ અંકાયેલાં જોવાં પ્રાપ્ત થાય છે. ખરોષ્ઠી લિપિવાળાં લખાણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy