SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બાર ૨૦૭ બને છે. સંજાણની પાસેનું વર્તમાન નારગોલ ગામ એ ક્ષહરાત રાજા નહપાનના નાસિકગુફાના લેખમાં નિર્દિષ્ટ નાનોત હોઈ શકે. શિલાલેખમાં એમ પણ નોંધ્યું છે કે રાજાએ બત્રીસ હજાર નાળિયેર છોડ રોપ્યા હતા. પશ્ચિમનો આપણો દરિયા કિનારો નાળિયેરના વેપાર માટે જાણીતો હતો. આપણે જાણીએ છીએ કે ઈસ્વીની પ્રારંભની સદીઓ દરમ્યાન વેપાર-વાણિજ્યનો વિકાસ ધ્યાનાહ હતો. પેરિપ્લસે પણ પશ્ચિમ કિનારાનાં ભાતીગળ વર્ણન કર્યા છે. આમ, પારસીઓના સંજાણમાં આગમન પૂર્વે અહીં ક્ષત્રપાળ દરમ્યાન ધ્યાના વાણિજિયક પ્રવૃત્તિ થતી હતી. હાથબ જેનું પૂર્વકાલીન નામ દસ્તવપ્ર છે અને મૈત્રાકવંશી રાજા ધ્રુવસેન ૧લાના તામ્રપત્રશાસનમાં હસ્તવપ્રનો જે નિર્દેશ છે તે વર્તમાને હાથબ તરીકે ઓળખાય છે. ઈસ્વીની પહેલી સદીની કાળી માટીની મુદ્રાંકમાં બાહ્મીમાં સ્વામી સંધામન દસ્તાવDધી રીઝને લખાણ છે તે મુદ્રાંક પણ હાથબમાંથી હાથ લાગી છે. ભાવનગર જિલ્લામાં ઘોઘા પાસેની મલેશ્વરી નદીના વહળાકાંઠે હાથબ ગામ આવેલું છે; વર્તમાન ભાવનગરથી દક્ષિણમાં ચોવીસ કિલોમીટરના અંતરે. પેરિપ્લસમાં રસ્ત» એવો નિર્દેશ પણ હાથબ સંદર્ભે હોવાનું સૂચવાય છે. હાથબમાં દટાયેલા નગરના અવશેષોનું અસ્તિત્વ સૂચિત કરે છે કે અહીં ઈસ્વીપૂર્વ ચોથી સદીથી ઈસ્વીની છઠ્ઠી સુધી માનવવસાહત હતી અને માનવપ્રવૃત્તિઓ થતી રહેતી. આથી, ક્ષત્રપકાલ દરમ્યાન પણ અહીં વસાહત અને પ્રવૃત્તિ હોવાં જોઈએ. અહીં જે ખોદકાર્ય થયું છે તેમાં ત્રણ સમયની સંસ્કૃતિઓનાં એંધાણ હાથવગાં થયાં છે : (૧) મૌર્યકાળ (ઈસ્વીપૂર્વ ૪થી થી ઈસ્વીપૂર્વ ૧લી સદી), (૨) ક્ષત્રપકાલ (ઈસ્વી ૧લી થી ૪થી સદી) અને (૩) મૈત્રકકાળ (ઈસ્વીની પાંચમી-છઠ્ઠી સદી). આપણે ફક્ત ક્ષત્રપાલ સંદર્ભે ઉખનિત અહેવાલની વિગત તપાસીશું. હાથબમાંથી ખોદકામ દરમ્યાન મુખ્યત્વે રાતાં ચકચક્તિ વાસણો, બરછટ ભૂખરાં વાસણો, સાદા ભૂખરાં વાસણો, સુશોભિત અને લખાણયુક્ત વાસણો હાથ લાગ્યાં છે. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાંથી આવેલા એમ્ફોરાના ટુકડા મળ્યા છે. ઘરવપરાશ અને ધાર્મિક વિધિમાં ઉપયોગી એવાં લોખંડનાં વાસણો આ સમયની વિશેષતા છે. લોકો પથ્થરનાં ગોળાકાર ઘરોમાં રહેતા હતા. લંબચોરસ ઈંટોથી બનેલાં ઘરો હાથ લાગ્યાં છે. અહીંથી મળેલો કાદવીમાટીનો કિલ્લો ધ્યાનાર્ડ છે. એની લંબાઈ ૬.૩૦ મીટરની છે. કિલ્લો ખાઈથી રક્ષિત છે જે દશ મીટર પહોળી અને બે મીટર ઊંડી છે. ખાઈના વિસ્તારોમાંથી હાથ લાગેલી તળિયા વિનાની જાળ(શોષવાસણ)ના નમૂના દર્શાવે છે કે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પદ્ધતિસરની હતી. લોખંડનાં ઓજારોમાં ચપ્પાં, બાણનાં ફળ, ખંજરનો સમાવેશ થાય છે જે રક્ષણ માટેનાં હોવાનું સૂચવાય છે. આ ઓજારો ખાઈમાંથી હાથ લાગ્યાં છે. આશરે હજારેક જેટલા સિક્કા ખાઈમાંથી મળ્યા છે જેમાંના થોડાક ઉપર ત્રિકૂટ પર્વત, નદીસૂચક રેખા અને સૂર્ય-ચંદ્રનાં ચિહ્ન ઉપસાવેલાં છે. આ સિક્કાના એક ભાગે ઉત્તરાંગ પણ છે. આ સિક્કા ક્ષત્રપવંશના હોવાનું અનુમાની શકાય છે. પ્રસ્તુત ખોદકામ દરમિયાન ઈસ્વીની પહેલી-બીજી સદીની વાવનાં નિશાન મળ્યાં છે. અર્ધગોળાકાર ચૈત્ય પ્રકારની આ વાવ ઈંટરી છે. પ્રવેશદ્વાર સાંકડું છે અને પથ્થરનાં પગથિયાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy