SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત આમ, આપણાં વહાણ ઋગ્વેદીય સમયથી સાત સમુંદર ખેડતાં હતાં અને તેથી અકસ્માતે વહાણોની જળસમાધિ થતી રહેતી હોવાની ઘટના વાસ્તવિક ગણવી રહી. આ કારણે સામુદ્રિક પુરાવસ્તુનાં અન્વેષણ આપણી સંસ્કૃતિની કેટલીક અનભિજ્ઞ ઘટનાઓને પ્રત્યક્ષ કરે છે. હિન્દી મહાસાગરમાં અને (કહેવાતા) અરબી સમુદ્રમાં, આથી, આ પ્રવૃત્તિનું વ્યૂહાત્મક મહત્ત્વ અવગણવા જેવું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વેદયુગીન સંસ્કૃતિના સમયથી ઓગણીસમી સદીના અંત પર્યંત વહાણો બાંધવાની પ્રવૃત્તિ, દરિયાઈ વેપાર-વાણિજ્ય અને સંસ્કૃતિનાં આંતરકાર્યના ઇતિહાસને આલેખિત કરવા સમુદ્રીય કે જલીય પુરાવસ્તુકીય અન્વેષણ હાથ ધરવાં એ સમયનો તકાજો છે અને આ પડકારને સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું છે વિખ્યાત પુરાવિદ શિકારીપુર રંગનાથ રાવે. તો એની ભૂમિગત અસરોનાં અન્વેષણની સક્ષમ પ્રવૃત્તિ હાથ ધરી છે વિખ્યાત પુરાવિદ સ્વરાજ પ્રકાશ ગુપ્તાએ’. કામરેજ ૨૦૪ તાપી નદીના ડાબા કાંઠે સુરત જિલ્લામાં કામરેજ ગામ આવેલું છે અને અરબી સમુદ્રના નજીકના વિસ્તારમાં કામરેજ તાલુકાનું આ ગામ સામુદ્રિક વેપાર-વાણિજ્યથી ક્ષત્રપકાળ દરમ્યાન સમૃદ્ધ બંદર તરીકે કાર્યરત હતું. સ્થળતપાસ અને ખોદકામથી પ્રાપ્ત અવશેષોએ દર્શાવી આપ્યું છે કે ઈસ્વીના આરંભનાં વર્ષો દરમ્યાન કામરેજ ઔદ્યોગિક કેન્દ્ર અને વેપારી-બંદર તરીકે ધમધમતું હતું અને વિદેશો સાથેનાં વેપાર-વાણિજિયક સંબંધો એણે રાતા સમુદ્ર અને ઈરાની અખાત વિસ્તાર મારફતે સુદૃઢ બનાવ્યા હતા. અહીં, ત્યારે લોહકાર્ય, શંખ હુન્નર, મણકા બનાવવા જેવી પ્રવૃત્તિ પુરબહારમાં ચાલતી હતી. સુરતના રેલવે સ્ટેશનથી આશરે વીસ કિલોમીટરના અંતરે તાપી નદીના ઉપરવાસે કામરેજ આવેલું છે. તાપી નદી કામરેજ પાસે એકદમ વળાંક લે છે અને ત્યાં કાદવીય કરાડ(કે ખડક)માં પુરાવસ્તુકીય સામગ્રી અનામત રહેલી હતી. કામરેજની લોકવસ્તીની નજીકમાં વ્હોટ નામથી ઓળખાતો એક ટેકરો છે. પરંપરા મુજબ કામરેજનો આ ટેકરો ‘કામાવતી નગરી'થી ઓળખાતો હતો. તાપીપુરાણમાં આ વિશે નિર્દેશ છે. પેરિપ્લસ(ફકરો ૪૩)માં કામરેજના અસ્તિત્વનો ઉલ્લેખ છે. તોલમાયની ભૂગોળમાં પણ કામરેજનો નિર્દેશ જોવા મળે છે. તાપી નદીના ખાડીય વિસ્તારમાં કામરેજ આવેલું છે'. અહીંથી આધૈતિહાસિક યુગના અને ઐતિહાસિક યુગના આરંભના સમયના વસાહતી ભાત દર્શાવતા અવશેષો હાથ લાગ્યા છે. પરંતુ આપણે અહીં ક્ષત્રપકાળ દરમ્યાનના પુરાવશેષોની સમીક્ષા કરીશું. આ સ્થળે ઉત્ખનન પ્રાથમિક તબક્કાનું થયું છે અને વ્યાપક સ્તરે એનું ખોદકામ થયું નથી. પરંતુ જે કંઈ પુરાવશેષો હાથ લાગ્યા છે તે ઉપરથી આ સ્થળના પ્રકાર અને પ્રવૃત્તિનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. અહીંથી પ્રાપ્ત ઠીંકરાં, માનવકૃત ચીજો, વનસ્પતિજ વસ્તુઓ અને ઇમારતી અવશેષો આ સ્થળના લોકોના ભૌતિક જીવન અને એમની વસાહતના કાલાનુક્રમની સમજણ સંપડાવી આપે છે. આ બધા અવશેષોથી પ્રાથમિક પરિણામ એવું સૂચિત કરે છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy