SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત ૧૯૬ વિચારે ત્યારે તેની તરફેણમાં કે વિરુદ્ધમાં આ બંને સચિવો પોતાના અભિપ્રાય અભિવ્યક્ત કરતા હતા એવું ગિરિનગરના શૈલલેખથી સૂચવાય છે. કેટલાક અમાત્યો પ્રાદેશિક અધિકારીઓ તરીકે ફરજ બજાવતા હશે. દા.ત. અમાત્ય સુવિશાખ આનર્ત-સુરાષ્ટ્રનો વડો અધિકારી હતો. એવી જ રીતે ક્ષત્રપ રાજ્યના બીજા પ્રાદેશિક વિભાગો વાસ્તેય બીજા અમાત્યો નિમાતા હશે; જેની જો કે કોઈ જાણકારી હાથવગી થઈ નથી. રાજ્યવહીવટમાં પ્રાદેશિક અધિકારીઓનો અવાજ પ્રભાવશાળી હશે એવું સુદર્શનના સમારકામના અનુસંધાનથી ફિલમ્ થાય છે. શૈલલેખથી એવું પણ સૂચિત થાય છે કે અમાત્યો પ્રજાકલ્યાણની ભાવનાને વરેણ્ય કાર્ય સમજતા હશે, તેથી તેઓ અભિમાની નહીં હોય. તેઓ બધા પ્રકારની આવડત ધરાવતા હશે અને શાંત તથા સંયમી હશે. વહીવટી વિભાગો નહપાન અને રુદ્રદામાના લેખોથી વહીવટી વિભાગોની જાણકારી પ્રાપ્ત થાય છે. ક્ષત્રપ રાજ્યમાં અનેક વિષયોનો (પ્રદેશોનો) સમાવેશ થતો હતો; પરંતુ એના મુખ્ય વહીવટી વિભાગો કેવા હશે અને કયા નામથી જાણીતા કે ઓળખાતા હશે તેની માહિતી ઉપલબ્ધ થતી નથી. આનર્ત-સુરાષ્ટ્રનું એક સંયુક્ત વહીવટી એકમ હતું, જેને પૂર્વકાળના રાષ્ટ્ર અને બ્રિટિશકાળના પ્રાન્ત સાથે સરખાવી શકાય. પ્રાંતના વહીવટ વાસ્તે અમાત્ય કક્ષાના અધિકારીઓની નિમણૂક થતી હશે એમ સુવિશાખના ઉદાહરણ ઉપરથી સૂચવી શકાય. અનૂપ, મરુ, કચ્છ, સિંધુ વગેરે પ્રાદેશિક વિભાગો હોય અને એના સંચાલન કાજે પ્રાદેશિક વડાઓ નિમ્યા હોય એવું અનુમાન થઈ શકે, જ્યારે આકર-અવન્તિનો વિસ્તાર કેન્દ્રના સીધા વહીવટ હેઠળ હશે; કેમ કે પાટનગરની ચોપાસનો તે વિસ્તાર હતો. નહપાનના એક ગુફાલેખમાં પૂરાહાર એવો ઉલ્લેખ છે. આથી અનુમાની શકાય કે રાષ્ટ્રથી નાનું વહીવટી એકમ આહાર (=જિલ્લો) કક્ષાનું હશે. આ સિવાય આ કક્ષાનાં બીજાં એકમનો સીધો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. પણ ઉષવદાત્તના ગુફાલેખોમાં નિર્દિષ્ટ સ્થળો -ગોવર્ધન, પ્રભાસ, ભરુકચ્છ, દશપુર, પુષ્કર, શૂર્પરક વગેરે- પૈકી કેટલાંક સ્થળ આહારનાં મથકો હોવા સંભવે છે. આહારના પેટા વિભાગ વાસ્તે કોઈ માહિતી મળતી નથી, પણ ગુફાલેખોમાં ચિત્ખલપદ્રગ્રામ, નાનંગોલગ્રામ, કરજિકગ્રામ અને દાહનૂકાનગરના નિર્દેશથી સૂચવી શકાય કે રાજ્યનું સૌથી નાનું એકમ પ્રમ અને/અથવા નર હશે ૫. ક્ષત્રપોના અન્ય અભિલેખોનાં પ્રાપ્તિ સ્થાનો પૈકી કેટલાંક રાષ્ટ્ર કે આહારનાં વડા મથકો હોવા સંભવે, જેમાં આંધૌ, ખાવડા, મેવાસા, ગઢા, મૂલવાસર, ગૂંદા, દેવની મોરી વગેરેનો સંભવ લક્ષમાં લેવા જેવો ગણી શકાય. પ્રસ્તુત વિવરણ અને વિશ્લેષણથી પશ્ચિમી ક્ષત્રપોના રાજકીય ભૌગોલિક વિસ્તાર અને વહીવટીય અભિગમની ઠીક ઠીક જાણકારી અવગત થાય છે. ખાસ તો, ત્યારે એટલે કે પશ્ચિમી ક્ષત્રપોના શાસન દરમ્યાન ગુજરાતની ભૌગોલિક સરહદો કેટલી વિસ્તૃત હતી તેનો પાર પમાય છે જે અસાધારણ ગણાય; કેમ કે આજે જેને આપણે ગુઝરાત નામથી ઓળખીએ છીએ તેનો વિસ્તાર તત્કાલે કેટલો લાંબોપહોળો હતો તે જાણવા મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy