SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રપકાલીન ગુજરાત કણિષ્કના પ્રભુત્વનું. રુદ્રદામાના શૈલલેખમાં પણ આકર (પૂર્વ માળવા) અને અવન્તિ (પશ્ચિમ માળવા) ઉપર પશ્ચિમી ક્ષત્રપોના પ્રભુત્વનું અસંદિગ્ધ સૂચન છે જ. રુદ્રદામા ઈસ્વી ૧૩૦ અને ૧૫૦ વચ્ચે ઉપર્યુક્ત પ્રદેશો ઉપર પ્રભુત્વ ધરાવતો હતો એ આમ પુરવાર થયેલી હકીકત છે; કારણ કે પશ્ચિમી ક્ષત્રપોના લેખોમાં નિર્દિષ્ટ વર્ષો શક સંવતનાં હોવા વિશે કોઈ શંકા નથી. આથી, કણિદ્ધ ઈશુની બીજી સદીના પૂર્વાર્ધમાં શાસન કરતો હોવાનું સ્વીકાર્ય બનતું નથી. વિક્રમ સંવતની માન્યતા ૧૭૪ કણિષ્ક આ સંવતનો પ્રવર્તક હોવાની માન્યતા કેટલાક વિદ્વાનોએ વ્યક્ત કરી છે; જેમાં અગ્રેસર કનિંગહમ છે. જો કે અનુકાલમાં તેમણે આ મત ત્યજી દીધેલો. તે પછી સ્લિટ આ મતના હિમાયતી રહ્યા. આ મતના અન્ય સમર્થકો હતા : કેનેડી૪, લ્યૂડર્સપ, ફ્રેન્ડેર, બારનેટ॰, ડાઉસન અને મુખરજી૯. ફ્લિટ અને કેનેડી અનુક્રમે બૌદ્ધ પરંપરા અને ચીની સાધનોના આધારે પ્રસ્તુત મત વ્યક્ત કરે છે. પરંતુ આપણે અગાઉ જોયું તેમ આ બંને સ્રોત પ્રમાણભૂત ગણાતા નથી. યુઆન સ્વાંગે નોંધેલી કાશ્મીર અને બૌદ્ધ પરંપરાઓનો આધાર લઈ ફ્લિટ કણિષ્કને બુદ્ધનિર્વાણ પછી (ફ્લિટના મતે બુદ્ધનું નિર્વાણ ઈસ્વી ૪૮૩માં) ૪૦૦ વર્ષ બાદ સત્તાધીશ હોવાનું જણાવે છે. પરંતુ સ્લિટ જેને આધારે આવો મત વ્યક્ત કરે છે તે યુવાન ગ્વાંગ પોતાની નોંધોમાં સુસંગત નથી. વસુબંધુનું ચિરત્ર આલેખતાં યુવાન શ્વાંગ નોંધે છે કે કણિષ્ક બુદ્ધનિર્વાણ પછી ૫૦૦ વર્ષે વિદ્યમાન હતો. સોંગ યૂનના નિર્દેશ મુજબ ૩૦૦ વર્ષ પછી, ખેતાનની એક નોંધ મુજબ ૧૦૦ વર્ષ પછી અને સંયુત્ત રત્નપિટ અનુસાર ૭૦૦ વર્ષ પછી કણિષ્ક, વિદ્યમાન હોવાનું જણાય છે. હેલેનીઝમનો તથા કુષાણસિક્કાઓમાંના ગ્રીક અક્ષરનો આધાર લઈ કેનેડી કણિષ્કને ઈસ્વીપૂર્વ ૧લી સદીમાં મૂકે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં અને આપણા દેશના વાયવ્ય પ્રાંતોમાં ત્યારે ગ્રીક ભાષા બોલાતી-સમજાતી હોઈ તેનો ઉપયોગ સ્વાભાવિક ગણાય. તેના આધારે સમયનિર્ણય ક૨વાનું કાર્ય તાર્કિક નથી. વળી, ઈશુ પૂર્વે ૫૦માં ગંધાર ઉપર યીન મો-ફુનું રાજ્ય અસ્તિત્વમાં હતું 1. આથી, આ સમયે ગંધાર ઉપર કણિષ્કનું પ્રભુત્વ હોઈ શકે નહીં. આથી, કણિષ્મ વિક્રમ સંવતનો પ્રવર્તક હોવાનો સિદ્ધાંત ટકતો નથી. પ્રચલિત મત શક સંવતનો શક સંવતનો પ્રારંભ કરનાર કણિ હતો એ મત સૌથી વધુ પ્રચલિત્ છે. ફર્ગ્યુસન, અને ઓલ્ડનબર્જ આ મતના મુખ્ય સમર્થકો છે. ઉપરાંત થોમસ”, રેપ્સન૫, રાખાલદાસ બેનરજી, વાડેલ૭, ટાર્નć, હરિશ્ચંદ્ર રાય ચૌધરી, હરિચરણ ઘોષ અને દિનેશચંદ્ર સરકાર૪૧ પણ આ મત ધરાવે છે. ફર્ગ્યુસન અને ઓલ્ડનબર્જની દલીલો જ તે પછીના વિદ્વાનોએ સ્વીકારી છે અને પોતપોતાના મતની છાપ ઉપસાવી છે. આ ગ્રંથલેખકે આ વિશે અન્યત્ર આ બાબતે વિગતે ચર્ચા કરી છે; અને સાપેક્ષ સાધનોના આધારે સાબિત કર્યું છે કે કણિષ્ક શક સંવતનો પ્રવર્તક હતો જ નહીં. બલકે, આ સંવતનો પ્રારંભક હતો પશ્ચિમી ક્ષત્રપ રાજા ચાષ્ટ્રન॰. આથી, શક સંવતનો ચલાવનાર કણિષ્ક હતો એ બહુ પ્રચલિત મત હાલના તબક્કે સ્વીકાર્ય રહેતો નથી. તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy