SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ક્ષત્રપકાલીન ગુજરાત વળી રુદ્રસિંહના આ જ બે વર્ષના મહાક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ છે તેનું શું ? (જુઓ અળતેકર, વાગુએ. પૃષ્ઠ ૪૭-૪૯; આ ગ્રંથમાં પરિશિષ્ટ બે, ક્રમાંક ૧૦થી ૧૪ અને નીલકંઠ શાસ્ત્રી, કાઁહિઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૮૬-૮૭, પૃષ્ઠ ૨૯૨ તેમ જ બી.એન. મુખરજી, અવર હેરિટેજ, પૃષ્ઠ ૧૪૯). આ ત્રણેય વિદ્વાનો ભાંડારકરના મતનું સમર્થન કરે છે. ૧૩. જન્યુસોઇ., પુસ્તક ૧૭, પૃષ્ઠ ૯૪. પરંતુ આ ગ્રંથના લેખકે જ્યારે ૧૯૬૪ના મે મહિનામાં ગ્વાલિયર સંગ્રહાલયની મુલાકાત લીધી ત્યારે આ સિક્કોં ત્યાં અસ્તિત્વમાં ન હતો. ૧૪. જબૉબ્રારાએસો., પુસ્તક ૩૦, ૧૯૫૫, પૃષ્ઠ ૧૩. ૧૫. એજન, પૃષ્ઠ ૫૩થી ૫૫. આ ખાલી ગાળો સ્વામી મહાક્ષત્રપ રુદ્રસેન ૩જાના રાજ્ય અમલ દરમ્યાનનો છે, જે સમયગાળાના તેના સિક્કા અગાઉ મળ્યા ન હતા. પરંતુ તે પછી તેના વર્ષ ૨૭૪, ૨૮૦, ૨૮૧, ૨૮૨ અને ૨૮૩ના સિક્કાઓ મળ્યા છે (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ બે, ક્રમાંક ૧૮૨થી ૧૮૭), જે પરમેશ્વરીલાલ ગુપ્તની જાણમાં ના હોવા સંભવે. આમ, હવે ઈશ્વરદત્તને શક વર ૨૭૫ અને ૨૭૯ (બંને વર્ષ ગણતરીમાં લેતાં)ની વચ્ચે મૂકી શકાય. ૧૬. ઇહિકવાઁ., પુસ્તક ૩૩, પૃષ્ઠ ૨૭૧થી. ૧૭. હવે આ ગાળો એટલો લાંબો નથી. જુઓ અગાઉની પાદનોંધ ૧૫. ૧૮. ઇહિકવૉ., ઉપર્યુક્ત. તેઓ નોંધે છે કે આ ગાળાના રુદ્રસેન ૩જાના સિક્કા મળ્યા નથી તેનું કારણ ગુપ્ત રાજવી સમુદ્રગુપ્તે તેનો હરાવેલો તે છે (એજન, પૃષ્ઠ ૨૭૩). પરંતુ સરકારની આ દલીલ તર્કશુદ્ધ નથી. ઈશ્વરદત્તના બે વર્ષના રાજ્ય-અમલને લાંબા ગાળામાં ગોઠવવાની કઈ મુશ્કેલી છે તે સૂચવ્યું જ નથી. પાદનોંધ ૧૫માં જણાવ્યા મુજબ હવે આ ગાળો પાંચ વર્ષનો રહે છે અને તેથી કોઈ મુશ્કેલી રહેતી નથી. ૧૯. શિરવાલમાંથી પ્રાપ્ત ઈશ્વરદત્તના સિક્કાનો ઉલ્લેખ જૉન સ્ટીવનસને ૧૮૪૪-૪૭માં કર્યો હતો. (જબૉબ્રારાએસો., પુરાણી શ્રેણી, પુસ્તક ૨, પૃષ્ઠ ૩૭૭-૮૦). શિરવાલના નિધિ વિશે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ. ૨૦. પેટલુરિપલેમના નિધિની માહિતી વિશે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ. આ નિધિ ૧૯૫૬માં પ્રકાશમાં આવ્યો હતો. ૨૧. આ માહિતી માટે જુઓ પરિશિષ્ટ ત્રણમાં આ બે નિધિ વિશેની વિગતો. ૨૨. આ બે નિધિ સંપ્રાપ્ત થયા હતા ત્યાં સુધી તેઓ દે.રા.ભાંડારકરના મત સાથે વધારે સહમત થયા હતા (એઇયુ, પૃષ્ઠ ૧૮૨, ૨૦૬, ૨૨૧-૨૨). ૨૩. ઇહિકાઁ., પૃષ્ઠ ૨૭૨-૨૭૩. ૨૪. એજન, પુસ્તક ૩૪, પૃષ્ઠ ૨૫૩-૫૪; સોનેપુરનિધિની માહિતી માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ. ૨૫. જબૉબ્રારાએસો., પુસ્તક ૩૦, પૃષ્ઠ ૫૫. ૨૬. એજન, પૃષ્ઠ ૫૪. જૂનાગઢનિધિ માટે જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ ત્રણ. ૨૭. ઇહિકાઁ., પુસ્તક ૩૪, પૃષ્ઠ ૨૫૪. ૨૮. વિશ્વસેન, રુદ્રસિંહ ૨જા અને યશોદામા ૨જાના સિક્કા આ સમયાવધિના છે. ૨૯. આ રાજાના સિક્કા આજ દિન સુધી હાથવગા થયા નથી. ૩૦. ઇકિવૉ., પુસ્તક ૩૪, ૧૯૫૮, પૃષ્ઠ ૨૫૫. ૩૧. આ પરિશિષ્ટમાં જે જે રાજાઓના ઉલ્લેખ થયા છે તે બધાના સત્તાકાળ વિશેની માહિતી માટે આ ગ્રંથમાં પ્રકરણ સાતમાં અને આઠમાં સંદર્ભિત અવલોકન કરવાથી મળી રહેશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy