SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ક્ષત્રપકાલીન ગુજરાત આપે છે. અશોકના હૃદયનું, કલિંગના રક્તપાત અને માનવતાની પછી, સમૂળું પરિવર્તન થયું અને પરિણામે યુદ્ધવિજયને સ્થાને ધર્મવિજય તેમ જ વિહારયાત્રાને સ્થાને ધર્મયાત્રાનો અમલ તેણે કર્યો જેમાં એના કલ્યાણપરસ્ત રાજ્યવહીવટનો પરિચય થાય છે. “સર્વ સમયે સર્વત્ર હું પ્રજાનું કામ કરું છું. કામનો નિકાલ કરતાં હું કદી ધરાતો નથી. સર્વ લોકોના હિત કરતાં કોઈ મોટું કામ નથી”. છઠ્ઠા ધર્મલેખમાંના એના આ વિચારો-વચનો એના પ્રજાકલ્યાણી અભિગમની સુરેખ અને પારદર્શક રજૂઆત કરે છે. એના બીજા ધર્મલેખોમાંથી માનવચિકિત્સા અને પશુચિકિત્સાની વ્યવસ્થા તેમ જ માર્ગોમાં કૂવાનિર્માણની પ્રવૃત્તિ, વૃક્ષારોપણની પ્રક્રિયા જેવી માહિતી અશોકના ઉદાર વ્યક્તિત્વને ઉજાગર કરે છે. રુદ્રદામાના લેખમાંથી પણ રાજાનાં કલ્યાણી કાર્યોની માહિતી મળે છે. અતિવૃષ્ટિને કારણે જયારે જળાશયનો સેતુ તૂટી ગયો અને જળાશય ખાલી થઈ ગયું ત્યારે રુદ્રદામાના અમાત્ય સુવિશાખના આગ્રહથી મહાક્ષત્રપે પ્રજા પાસેથી કોઈ પણ પ્રકારના કરવેરા લીધા વિના અને પ્રજા પાસે વેઠ કરાવ્યા વિના રાજકોષમાંથી પુષ્કળ ધન વાપરીને અલ્પ સમયમાં સેતુને સુદઢ કરાવી સરોવરને અગાઉ કરતાંય વધારે સુદ્રન બનાવ્યું. સમ્રાટ અને એના અમાત્યના આ કર્તવ્યમાં પ્રજા પ્રત્યેના પ્રેમના પ્રત્યયી દર્શન થયા વિના રહેતાં નથી. નતિમતાજોન શબ્દોથી “લોકકાર્યમાં વિલંબ ના હોય તેવી તકેદારી કે સતર્કતાનો ભાવ દષ્ટિગોચર થાય છે. સ્કંદગુપ્તના સમયમાં પણ અતિવૃષ્ટિથી સેતુને નુકસાન થયું. પ્રજામાં ભારે હાહાકાર વ્યાપી ગયો. ત્યારે નગરાધ્યક્ષ ચક્રપાલિતે પ્રજાના હિતાર્થે પૂષ્કળ ધન ખર્ચીને બે માસમાં જ સેતુનું સમારકામ સંપન્ન કરી દીધું. અને સરોવરને શાશ્વતનિ ટકે તેવું મજબૂત બનાવ્યું. આ લેખનું નામ સુર્શન તો સંસ્કાર ગ્રંથ ના જ રાજાના પ્રજા પ્રતિના પ્રેમવિશષનો પડઘો પાડી જાય છે, જે રાજ્યનાં લોકકલ્યાણનાં કાર્યોની માહિતી આપણને પૂરી પાડે છે. પ્રાપ્ત થતી અન્ય માહિતી | ગુજરાતની તત્કાલીન પર્યાવરણીય પરિસ્થિતિ કેવી હતી તેનો થોડાક ખ્યાલ આ લેખોથી આવે છે. ચંદ્રગુપ્ત જળાશયનું નિર્માણ કર્યું અને અશોકે નહેરોની રચના કરી આ બે બાબતો ઉપરથી આ વિસ્તારમાં વરસાદની અલ્પતા અને અનિયમિતતાનો ખ્યાલ આવી શકે છે. રુદ્રદામાના સમયમાં માગશર મહિનામાં અતિવૃષ્ટિ થઈ એ અપવાદરૂપ ઘટના પણ વરસાદની અનિયમિતતાનું દ્યોતક લક્ષણ છે. રુદ્રદામાનો લેખ એનું પોતાનું તેમ જ એના અમાત્ય સુવિશાખનું ચરિત્રચિત્રણ કરે છે, તો સ્કંદગુપ્તનો લેખ પર્ણદત્ત અને એના પુત્ર ચક્રપાલિતના જીવનથી આપણને ઉજાગર કરે છે. આમ આ લેખો જીવનચરિત્રમાં આલેખન વાસ્તે દિશાસૂચક માર્ગદર્શન આપે છે. રુદ્રદામાના લેખમાં પૌર (શહેરી) અને જાનપદ(ગામડું)ના ઉલ્લેખથી ત્યારે ગુજરાતમાં શહેરીજીવન અને ગ્રામજીવન વિદ્યમાન હોવાની પ્રતીતિ થાય છે. આમ, આ એક જ શૈલ ઉપરના લેખોથી ગુજરાતના અને તે મિષે રાષ્ટ્રનાં તત્કાલીન ઇતિહાસ અને સંસ્કૃતિનાં આલેખન કરવા કાજે ઠીકઠીક સામગ્રી સંપ્રાપ્ત થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે ઇતિહાસ અને સંસ્કૃતિનાં નિરૂપણમાં અભિલેખોના અભ્યાસનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy