SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ સાત ૧૫૯ છે. ચંદ્રગુપ્ત, અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના ગુજરાત પ્રાંતના સૂબાઓનાં નામ, એમની જાતિ અને એમણે કરેલાં કાર્યની વિગતો આપણે જાણી શક્યા છીએ. મૌર્યકાળમાં સૂબાઓ માટે રાષ્ટ્રીય શબ્દ પ્રચલિત હતો. ક્ષત્રપકાળમાં અમાત્ય શબ્દ અને ગુપ્તકાલમાં ગોતા શબ્દનું ચલણ હતું. વળી આ ત્રણેય રાજવંશ દરમ્યાન ગુજરાતનું અલગ પ્રાંત તરીકે વિશિષ્ટ સ્થાન હતું. આ અંગેની જાણકારી સરોવરનું નિર્માણકાર્ય, એમાંથી સંલગ્નિત થયેલી નહેરો, ગ્રીસ અને ઈરાનના વહીવટી અનુભવવાળા અધિકારીઓની સૂબા તરીકે નિયુક્તિ વગેરે ઉપરથી હાથવગી થાય છે. ઉપરાંત આ ત્રણેય સત્તાકાળ દરમ્યાન સામ્રાજયને પ્રાંતોમાં વિભાજિત કરવાની પ્રથાનો ખ્યાલ આવે છે. રુદ્રદામાના લેખમાંથી તો સૂબાને વહીવટમાં મદદ કરનાર તિસવવ અને “વિવ પ્રકારના અધિકારીઓ તહેનાતમાં હોવાની જાણકારી થાય છે. સરોવર સંસ્કૃતિ આપણે એથી જ્ઞાત છીએ કે વિશ્વસમસ્તની સંસ્કૃતિઓ નદીતટે વિકાસ પામી છે. અને આપણા દેશની સંસ્કૃતિ પણ એમાં અપવાદરૂપ નથી એટલે કે આપણા રાષ્ટ્રની સંસ્કૃતિનાં પ્રથમ પગરણ સરસ્વતી-સિંધુના કિનારે થયાં હતાં. પરંતુ ગુજરાતમાંથી પ્રાપ્ત હડપ્પીય સંસ્કૃતિનાં મુખ્ય કેન્દ્રોનાં પુરાવસ્તુકીય અન્વેષણોના અહેવાલથી પુરવાર થાય છે કે ગુર્જર સંસ્કૃતિને સરોવરતટની સંસ્કૃતિ તરીકે ખસૂસ ઓળખાવી શકાય. ગિરિનગરનું સુદર્શન સરોવર દેશના ઐતિહાસિકયુગનું પૂર્વકાલીનતમ સરોવર હોવાનું કહી શકાય. પરંતુ પ્રાગૈતિહાસિક યુગમાંય ગુજરાતે બે મહાન સરોવરના અવશેષો આપણને સંપડાવી આપ્યા છે લોથલ અને ધોળાવીરાનાં ઉત્પનનકાર્યએ. આથી તો વિશેષ સ્પષ્ટ થાય છે કે ગુર્જર સંસ્કૃતિ પ્રારંભથી સરોવરતટની સંસ્કૃતિ રહી છે. આમ, ગુજરાતની સરોવરીય સંસ્કૃતિઓનો પ્રારંભ ધોળાવીરાના સરોવરથી થયો અને લોથલના સરોવરે તે પ્રથા આગળ વધારી અને તત્પશ્ચાત સુર્શન સરોવરમાં તેનો અભ્યદય થયેલો જોઈ શકાય છે અને એની પરાકાષ્ઠા સદના સરોવરમાં વર્તાય છે. ગુજરાતના ઇતિહાસનું અવલોકન કરતાં સ્પષ્ટ થાય છે કે સમયે સમયે માનવકૃત સરોવરો એની સાક્ષી પુરે છે૧૧. આમ, ધોળાવીરાના સરોવરથી શરૂ થયેલી આ પરંપરા સુદર્શનમાં વિક્સી અને સહસ્ત્રલિંગમાં પૂર્ણતાએ પહોંચી એમ કહી શકાય. આર્થિક અભ્યદય આ શૈલખંડ ઉપરનાં ત્રણેય લખાણ જે નિમિત્તે કંડારાયેલાં છે તે આર્થિક અભ્યદયના અભિગમને આગવી રીતે અભિવ્યક્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લેખો આપણા દેશના અર્થતંત્રની કેટલીક લાક્ષણિક્તાની બુનિયાદને આપણી પ્રત્યક્ષ કરે છે. આથી સવિશેષ મહત્ત્વની બાબત એ સ્પષ્ટ થાય છે કે આપણા દેશના ઘણા વિસ્તારોમાં ખેતીનો વિકાસ વરસાદ આધારિત નથી એટલે આપણી ખેતી આકાશિયા ખેતી નથી પણ સિંચાઈ પ્રધાન ખેતી છે. અને સુદર્શન સરોવરનું સર્જન આ જ હેતુસર થયેલું છે એ હકીકત છે. માત્ર સરોવરનું નિર્માણ કરીને રાજયકર્તાઓને સંતોષ થયો નથી, પણ તેમાંથી નહેરો ખોદાવી, પૂર-પ્રપાતને કારણે સરોવરપાળને અને નહેરોને નુકસાન થયું ત્યારે એનું ત્વરિત સમારકામ પ્રજા પાસે વેઠ કરાવ્યા વિના કે વધુ કરની માગણી વિના આ કાર્ય સંપન્ન કર્યું એ એમના પ્રજાકલ્યાણી અભિગમનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy