SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ક્ષત્રપકાલીન ગુજરાત રાજગોર આ સિક્કાને મહત્ત (માતૃપક્ષીય સંબંધિત) અને મહાક્ષત્રપ (પિતૃપક્ષીય સંબંધિત) એમ બે વિભાગમાં વર્ણવે છે. આ સિક્કાઓ મિતિનિર્દેશ વિનાના છે. લખાણ ઉપરથી તે સ્વામી સત્યસિંહનો પુત્ર અને સ્વામી રુદ્રસિંહ ૩જાનો અનુજ હોવાનું રાજગોર જણાવે છે. આ રાજા રુદ્રસિંહ તૃતીય સાથે શાસનસ્થ હતો એમ પણ સૂચવાયું છે, જે માહિતી સ્વીકાર્ય નથી; કેમ કે ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત ગુજરાત ઉપર ઈસ્વી ૪૧૫માં રાજકીય પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું હતું અને ગુજરાતમાંથી એના ઉપલબ્ધ થયેલા આશરે પાંચ હજારથી પણ વધુ સિક્કાઓ (જુઓ ગુરાસાંઇ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૧૯૮, પાદનોંધ ૧૧) આ બાબતને સમર્થે છે. વળી રાજગોરના જ જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લામાંથી હાથ લાગેલા ક્ષત્રપસિક્કાનિધિમાં રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર વર્ષ ૩૩૭ જોવું પ્રાપ્ત થાય છે, જે ઈસ્વી ૪૧૫ બરોબર આવે. આથી રુદ્રસિંહ ૩જો પશ્ચિમી ક્ષત્રપોમાં છેલ્લો જ્ઞાત રાજા હોવાનું પુરવાર થાય છે. પશ્ચિમી ક્ષત્રપોમાં મંદાક્ષત્રપ અને ક્ષત્રના સંયુક્ત શાસનની માહિતી જાણીતી છે (જુઓ પ્રકરણ ૧૧). પણ રાજગોરે જેમ સૂચવ્યું છે તેમ બે ક્ષત્રપ એક સાથે સત્તાધીશ હોય એ બાબત તર્કશુદ્ધ નથી, તેમ સ્વીકાર્ય પણ નથી. અને તેથી રાજગોરે જણાવ્યું છે તેમ સ્વામી રૂદ્ર ક્ષત્રપ વંશનો છેલ્લો રાજા હતો એ અનુમાન શંકાસ્પદ જણાય છે. (રાજગોર, એજન, પાદનોંધ ૧૨ ઉપર). ૧૬. અગાઉ નોંધ્યું તેમ રાજગોર ક્ષત્રપવંશનો છેલ્લો રાજા સત્યસિંહનો પુત્ર અને રુદ્રસિંહ ૩જાનો અનુજ ઇન્દ્રક હતો એવું જણાવે છે જે સિક્કાની તૈયારી કરવાની પદ્ધતિ, વર્ષનિર્દેશનો અભાવ અને કુમારગુપ્તની સત્તાના સંદર્ભમાં સ્વીકાર્ય જણાતું નથી. ૧૭. રેસન, કૅટલૉગ., ફકરો ૧૩૦; ધ ક્લેસિકલ એજ, પૃષ્ઠ ૧૨, ૪૯-૫૦; સ્મીથ, અહિઈ., ૧૯૫૭, પૃષ્ઠ ૩૦૯. ઉદયગિરિના બે શિલાલેખો (ફલીટ, કૉઇઇ., પુસ્તક ૩, પૃષ્ઠ ૨૫ અને ૩૬); તેમ જ સાંચીનો શિલાલેખ (સરકાર, સીઇ., પૃષ્ઠ ૨૭૩થી). ઉદયગિરિના બે લેખોમાંથી એક ચંદ્રગુપ્તના માંડલિક રાજાનો ગુપ્ત સંવત ૮૨(ઈસ્વી ૪૦૧)નો દેયધર્મને લગતો છે અને બીજો ચંદ્રગુપ્ત સાથે વિજય વાસ્ત આવેલા એના સાંધિવિગ્રહક મંત્રી વીરસેનનો સમયનિર્દેશ વિનાનો છે. સાંચીનો લેખ આમ્રકાદવ નામને લશ્કરી અધિકારીનો ગુપ્ત સંવત ૯૩ (ઈસ્વી ૪૧૨)નો છે. ૧૯. રેસન, કેટલૉગ. ફકરો ૯૧, ચંદ્રગુપ્તના ચાંદીના સિક્કા ઉપરનું વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૯૦ (ઈસ્વી ૪૦૯) છે. એ દૃષ્ટિએ એણે ગુજરાત ઉપર સત્તા સ્થાપી હોવાનું સ્પષ્ટ થતું નથી. ૨૦. રિપુરે ૨ પ ત્રાકુર્દ મિનીવેશપુરશ્ચન્દ્રગુપ્ત: શપતિ રાતત્િ | (કૉવેલ અને થોમસ, હર્ષચરિત, પૃષ્ઠ ૧૯૪). આ અનુકાલીન સાધન હોઈ એની સપ્રમાણતા માટે અધિક પુરાવાની અપેક્ષા રહે. વળી, રિપૂરેને સ્થાને નિપુર એવોય પાઠ મળતો હોઈ, એમાં જણાવેલા શપતિ એ બીજો કોઈ રાજા, હોવાનું મનાય છે, જે હિમાચલ પ્રદેશના અલિપુરમાં સત્તા ધરાવતો હતો. ૨૧. રામશંકર ત્રિપાઠી, હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૫૧; એલન, કેમ્બ્રિજ શોર્ટ હિસ્ટરી ઑવ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૩ અને સ્મીથ, અહિઈ., પૃષ્ઠ ૩૦૭. ૨૨. કદાચ પાંચમી સદીના પહેલા દાયકામાં સંભવે એવું રામશંકર ત્રિપાઠી નોંધે છે (ઉપર્યુક્ત, પૃષ્ઠ ૨૬૧). ૨૩. અનુક્રમે આસઇરી, ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૪૫; કેટલૉગ ઑવ ધ મ્યુઝિયમ ઑવ આર્કિયોલૉજી એટ સાંચી, પૃષ્ઠ ૬૧થી અને ઇન્ડિયન આર્કિયૉલૉજી-એ રીવ્યુ, ૧૯૫૪-૫૫, પૃષ્ઠ ૬૩. ૨૪. આ ત્રણેય નિધિમાં રુદ્રસેન ૩જાના સિક્કાઓ ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૨૭૩ (સર્વાણિયા), ૨૭૨ (સાંચી) અને ૨૭૦ (ગૌદરમૌ) છે. ૨૫. પરમેશ્વરીલાલ ગુપ્ત સિક્કાનિધિઓનો આધાર લઈ આવું સૂચન કરે છે (ભારતીય વિદ્યા, પુસ્તક ૧૮, ૧૮. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy