SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ આઠ ૧૪૧ કુમારગુપ્ત ૧લાના ચાંદીના ઘણા સિક્કા અમદાવાદ જિલ્લામાંથી હાથવગા થયા છે. આ નિધિમાંથી સમુદ્રગુપ્ત, કાચગુપ્ત અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સોનાના સિક્કાઓની સાથે કુમારગુપ્તના સિક્કાઓ મળ્યા છે. આ વિશે એવું સૂચવાયું છે કે આ સિક્કાઓ કુમારગુપ્તના સમયમાં દાટવામાં આવ્યા હશે. તેથી કુમારગુપ્તના સત્તાકાળ દરમ્યાન (ઈસ્વી ૪૧૫થી ૪૫૫) જ ગુજરાત ઉપર ગુપ્તોનો અધિકાર પ્રવર્તાવ્યો હોય એ વિશેષ સંભવે છે. અર્થાત્ ઈસ્વી ૪૧પમાં કે એ પછી જ ગુપ્તરાજયની સત્તા ગુજરાત ઉપર પ્રસ્થાપિત થઈ હોવાનું ફલિત થાય છે. માળવા અને રાજસ્થાન ઉપર ક્ષત્રપોની સત્તા ઈસ્વી ૩૭૯ સુધી હોવાનું અગાઉ નોંધ્યું છે. આ પ્રદેશો પરનું પ્રભુત્વ આ સમયે જતું રહ્યું હોવા છતાંય ક્ષત્રપો ગુજરાતમાં તો સત્તાધીશ હતા, એ તો એમના સિક્કાઓની ઉપલબ્ધીથી નિશ્ચિત થાય છે. ક્ષત્રપોમાંના છેલ્લા જ્ઞાત રાજા રુદ્રસિંહ ૩જાના એક સિક્કા ઉપર અગાઉ વર્ષ ૩૨૦ અને હવે ૩૩૩ તથા ૩૩૭ હોવાનું સ્પષ્ટ થયું છે. આથી, એમ કહી શકાય કે માળવા ગુમાવ્યા પછી પણ ગુજરાત ઉપર લગભગ સાડત્રીસ વર્ષ સુધી એમની સત્તા ચાલુ રહી હતી. આમ, પશ્ચિમી ક્ષત્રપવંશની સત્તાનો અંત (શકવર્ષ ૩૩૭ = ઈસ્વી ૪૧૫) અને ગુપ્ત સામ્રાજયની ગુજરાત ઉપર હકૂમતનો પ્રારંભ (ઈસ્વી ૪૧૫) એ બે ઘટનાઓ વચ્ચે અગાઉ સોળ-સત્તર વર્ષનો ગાળો રહેતો હતો, હવે બંને ઘટના એક જ વર્ષના (૪૧૫) પૂર્વભાગે અને ઉત્તરભાગે અનુક્રમે ઘટી હોવાનું સૂચિત થાય છે. આથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે પશ્ચિમી ક્ષત્રપો અને કુમારગુપ્તના ગુર્જર શાસન વચ્ચે શો સંબંધ હશે ? પરંતુ અમદાવાદ જિલ્લાના સાણંદ ગામેથી ૧૩૯૫ સિક્કાઓનો એક મોટો સંગ્રહ હાથ લાગ્યો છે, જેમાં ક્ષત્રપોના માત્ર નવ સિક્કા છે, જ્યારે કુમારગુપ્ત ૧લાના ૧૧૦૩ સિક્કા છે અને શેષ એટલે ૨૮૩ સિક્કા શ્રી શર્વના છે ૯. આ નિધિમાંથી આ ત્રણ સિવાય કોઈ અન્ય રાજાના સિક્કા મળ્યા ન હોઈ શ્રી શર્વના સિક્કાઓનું સ્થાન ક્ષત્રપો અને કુમારગુપ્ત વચ્ચે હોવાનું મંતવ્ય અભિવ્યક્ત થયું છે૩૦ શ્રી શર્વના સીક્કાઓ અગાઉ મૈત્રક વંશના સેનાપતિ ભટાર્કના છે એમ સૂચવાયું હતું. જો કે હવે એ નિશ્ચિત થયું છે કે આ ૨૮૩ સિક્કાઓ શર્વ ભટ્ટારકના છે જે સેનાપતિ ભટાર્કથી ભિન્ન વ્યક્તિ હોવાનું જણાય છે. શ્રી શર્વના સિક્કા એને મહાક્ષત્રપ તરીકે ઓળખાવે છે. આથી, એવું અનુમાન થયું છે કે આ શ્રી શર્વ ભટ્ટારક પશ્ચિમી ક્ષત્રપોને હરાવનાર અને પછી પ્રાગુપ્તકાલમાં ગુજરાતમાં રાજય કરનાર રાજા હતો, જેણે અગાઉ નિર્દેશ્યા મુજબ સોળ-સત્તર વર્ષ દરમ્યાન સત્તા સંભાળી હોય અને પછી કુમારગુપ્ત ૧લાએ એની પાસેથી સત્તા મેળવી લીધી હોવાનો સંભવ દર્શાવાયો હતો. એટલે કે ક્ષત્રપોની સત્તાને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે નિર્મૂળ કર્યાનું અનુમાન સ્વીકાર્ય રહેતું નથી. પરંતુ અગાઉ અવલોકયું તેમ જૂનાગઢના એક ગામેથી પ્રાપ્ત થયેલા સિક્કાઓમાં ક્ષત્રપોના છેલ્લા જ્ઞાત રાજા રુદ્રસિંહ ૩જાના એક સિક્કા ઉપર શક વર્ષ ૩૩૭ હોવાનું સૂચવાયું છે. આ વાચન સ્વીકારીએ તો કેટલાક પ્રશ્નો ઉભવે છે : શ્રી શર્વના સિક્કાઓનો ક્ષત્રપો સાથે શો સંબંધ ? કુમારગુપ્ત ક્ષત્રપોને હરાવેલા કે શું ? શ્રી શર્વ કયા વંશનો હતો ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy