SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ક્ષત્રપકાલીન ગુજરાત એના સિક્કા વર્ષ ૨૭૦થી ૩૦૨ સુધીના ઉપલબ્ધ થયા છે, ફક્ત વર્ષ ૨૭૫થી ૨૭૯ સુધીના એના સિક્કા પ્રાપ્ત થયા નથી. એના અનુગામીના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૩૦૪ છે. આથી, એવું અનુમાની શકાય કે રુદ્રસેનનું રાજ્ય વર્ષ ૩૦૨ અને ૩૦૪ની વચ્ચે કોઈક તબક્કે પૂરું થયું હોવું જોઈએ. આમ, એણે બત્રીસેક વર્ષ શાસનધુરા સંભાળી હોવી જોઈએ. એનો દીર્ઘ શાસનકાળ અને એના સિક્કાઓનું વિપુલ ઉપલબ્ધી-પ્રમાણ એના શક્તિ સંપન્ન રાજ્યનું, એના સામર્થ્યનું, એના રાજયની આર્થિક સદ્ધરતાનું અને એની વીરતાનું દ્યોતક ધ્યાના પ્રમાણ છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં પ્રાયઃ આ છેલ્લો પ્રભાવશાળી રાજા હતો. એને અનુજ કે પુત્ર નહીં હોવાથી એનો રાજયાધિકાર એના ભાણેજ મળે છે. પાંચમું ક્ષત્રપકુળ સ્વામી રુદ્રદામા રજો રુદ્રસેન ૩જાની બહેનનો એ પુત્ર હતો. એના પિતાનું કે માતાનું નામ જાણવા મળ્યું નથી. આ રાજાના મહાક્ષત્ર૫૫ના સિક્કા વર્ષ ૩૦૪, ૩૦૫ અને ૩૦૬ એમ ત્રણ વર્ષના હાથ લાગ્યા છે. એના પુરોગામી રાજાના સિક્કા વર્ષ ૩૦૨ સુધીના હોઈ એના રાજ્યની પૂર્વ મર્યાદાને વર્ષ ૩૦૨ અને ૩૦૪ની વચ્ચે કોઈક સમયે સૂચવી શકાય. એની અનુગામીના સિક્કા વર્ષ ૩૧૦થી મળે છે. એટલે એના અમલની ઉત્તર મર્યાદા વર્ષ ૩૧૦ સુધી લંબાવી શકાય. પરંતુ આ સમયાવધિ દરમ્યાન અન્ય બે રાજવીઓ, સ્વામી રુદ્રસેન ૪થો અને સ્વામી સત્યસિંહની માહિતી સિક્કાઓથી સંપ્રાપ્ત થાય છે. એટલે એવું અનુમાની શકાય કે એનો અમલ વર્ષ ૩૦૬માં જ સમાપ્ત થયો હશે. સ્વામી રુદ્રસેન થો અદ્યાપિ આ રાજાનો એક જ સિક્કો હાથવગો થયો છે, જેનું લખાણ સુવાચ્ય નથી. આ રાજાના નામનું પૂર્વપદ રુદ્ર પણ સ્પષ્ટ નથી. પરંતુ રેસન આ સિક્કો આ રાજાનું હોવાનું સૂચિત કરે છે. સિક્કા ઉપરનું વર્ષ અવાચ્ય હોઈ એના સત્તાકાલ વિશે કોઈ અટકળ પ્રસ્તુત કરવી મુશ્કેલ છે. એના પિતા સિંહસેનના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૬ અને અનુગામી શાસક સત્યસિંહના પુત્ર રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૩૧૦ છે. એટલે રુદ્રસેન ૪થાએ આ બે વર્ષની વચ્ચેના સમયગાળાના પૂર્વભાગે સત્તા સંભાળી હોવી જોઈએ. છઠ્ઠ ક્ષત્રપકુળ સ્વામી સત્યસિંહ આ રાજાનો એકેય સિક્કો હજી સુધી હાથ લાગ્યો નથી, પરંતુ ચાટનના પિતા સામોતિક, રુદ્રસિંહ રજાના પિતા સ્વામી જીવદામા અને રુદ્રસેન ૩જાના પિતા સ્વામી રુદ્રદામા રજાની જેમ સ્વામી સત્યસિંહની માહિતી પણ એના પુત્ર રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપરથી પ્રાપ્ત થાય છે. આ સિક્કા પણ સત્યસિંહને ક્ષત્રપ તરીકે ઓળખાવે છે. એના પુરોગામી-અનુગામીના સત્તાકાતને ધ્યાનમાં લેવાથી અને એને રુદ્રસેન ૪થાનો સીધો અનુગામી હોવાનું વિચારવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy