SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ક્ષત્રપકાલીન ગુજરાત ૫૦. આસઇરી., ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૨૪૫; જન્યૂસોઈ., પુસ્તક ૧૭, ભાગ ૧, પૃષ્ઠ ૯૫. ૫૧. આ ગ્રંથલેખકે જ્યારે ગઈ સદીના આઠના દાયકાના પ્રારંભે આ સંગ્રાલયની મુલાકાત લીધેલી ત્યારે આ સિક્કાનો નોંધાયેલો નંબર હતો ૧૫૪૨૯. ૫૨. આ રાજાનો એક શિલાલેખ તાજેતરમાં પ્રાપ્ત થયો છે (જઓઈ., પુસ્તક ૨૨, અંક ૪, પૃષ્ઠ ૨૯૦થી, ૧૯૭૩. . વર્ષ ૧૬૦ના એના બે ભાઈઓ યશોદામા અને વિજયસેના ક્ષત્રપ તરીકેના સિક્કા ઉપલબ્ધ થયા છે. જુઓ : પ્રિવૈમ્ય કેટલૉગ નંબર ૨૨૪૯૫ અને ૧૫૨૪૮ અનુક્રમે. ૫૪. આ સંદર્ભમાં અળતેકર એવી નોંધ કરે છે કે પિતા અને બે પુત્રોના બે વર્ષના ટૂંકા ગાળામાં થયેલા અકાળ અવસાનથી રાજકારણમાં કોઈ કટોકટી ઉદ્ભવી હોવી જોઈએ. જો કે તે બાબતે કોઈ નિશ્ચિત કારણ આપી શકાય નહીં; કેમ કે રાજયવારસો કહો કે રાજ્યાધિકાર તો પશ્ચિમી ક્ષત્રપોના રાજય વહીવટીમાં સ્વીકારેલા ક્રમાનુસાર પ્રાપ્ત થયેલો જણાય છે. વળી એ સમયે કોઈ બાહ્ય સત્તા જ ન હતી કે જેણે આ શક-રાજયમાં કોઈ મુશ્કેલી સર્જી હોય (વાડુએ., પૃષ્ઠ ૫૩-૫૪). જો કે આ બધી ઘટનાઓ કુદરતી રીત જ ઘટી હોય એ સાવ સ્વાભાવિક છે અને તેથી કોઈ અટકળને સ્થાન નથી. ૫૫. કૅટેલૉગ., ફકરો ૧૧૩. પ૬, એના વર્ષ ૧૯૨ અને ૧૯૩ના સિક્કાઓ મળ્યા નથી. જો કે એના ઉપલબ્ધ સિક્કાઓનું સંખ્યાપ્રમાણ ઘણું મોટું છે. કેટલાક સિક્કા સમયનિર્દેશ વિનાના પણ છે. તો કેટલીકની કોતરણી સારી નથી. ૫૭. વિજયસેનના રાજ્યારોહણથી (અર્થાત્ શક વર્ષ ૧૬૧થી) તે વિશ્વસિંહના રાજયના આરંભ (અર્થાત્ શક વર્ષ ૧૯૦) સુધી અને તે પછી ૧૯૯ સુધી (અપવાદરૂપે શક વર્ષ ૧૯૭ના વિશ્વસિંહના સિક્કાને બાદ કરતાં) લગભગ ચાલીસેક વર્ષ સુધી ક્ષત્રપ તરીકેનો હોદો દર્શાવતા સિક્કા મળ્યા નથી. આ ઘણો લાંબો ગાળો ગણાય જે દરમ્યાન બાવીસ વર્ષ સુધી તો રુદ્રસેન રજાએ શાસન કર્યું હતું, અને વિજયસેને અગિયારેક વર્ષ રાજય કરેલું અને દામજદશ્રીએ પાંચેક વર્ષ રાજ્યસત્તા સંભાળેલી તે આપણે અવલોકડ્યું છે. પરંતુ આ વાતે કોઈ સાપેક્ષ માહિતી હાથવગી થઈ નથી. ૫૮. ગિ.વ.આચાર્યે જૂનાગઢની સ્ટેટ ટ્રેઝરીમાં સંગૃહીત સિક્કાઓમાં વિશ્વસિંહના એક સિક્કા ઉપર વર્ષ ૨૧૧નું વાચન પ્રસ્તુત કર્યું છે (જરૉએસોબેં., પુસ્તક ૩, અંક ૨, પૃષ્ઠ ૯૭-૯૮). પરંતુ આચાર્યનું આ વાચન સ્વીકાર્ય જણાતું નથી; કેમ કે એના અનુજ ભર્તુદામાના મહાક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૪થી પ્રાપ્ત થયા જ છે. રેપ્સન પણ વિશ્વસિંહના શાસનકાળને લગભગ વર્ષ ૨૧૧ સુધી લંબાવે છે (કેટલૉગ., ફકરો ૧૧૬). એમનું આ વિધાન પણ ઉપર નિર્દિષ્ટ કારણને લીધે સ્વીકારી શકાતું નથી. પ૯, જે.એન.બેનરજી (કૉહિઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૯૧) અને અ.સ. અળતેકર (વાડુએ., પૃષ્ઠ ૫૬-૫૭) આ સંદર્ભમાં સાસાની આક્રમણનો નિર્દેશ કરે છે. સાસાની રાજા વાહન રજો (ઈસ્વી ર૭૬થી ૨૯૩) ઈસ્વી ૨૮૪માં સિંધ અને શકસ્તાન ઉપર જીત પ્રાપ્ત કરે છે, અને એ પ્રદેશોની સંભાળ માટે એણે એના ભાઈ વાહન ૩જાને શાનશદિના બિરુદ સાથે રાજ્યપાલ તરીકે નિયુક્તી આપી છે. જો કે અળતેકરના મતે સાસાની સમ્રાટનું આપણા દેશ ઉપરનું આક્રમણ અને સિંધની જીત પશ્ચિમી ક્ષત્રપોના ભાવીને પ્રત્યક્ષ રીતે અસર કરતાં નથી; કેમ કે પ્રસ્તુત આક્રમણ પહેલાં સંભવતઃ ક્ષત્રપોએ કદાચ સિંધ ઉપરની રાજ્યસત્તા ગુમાવી દીધી હોય. પરંતુ બંને અધ્યેતાઓના મંતવ્ય સાથે સહમત થઈ શકાય તેવા પુરાવાના અભાવે એ શ્રદ્ધેય ગણવાં મુશ્કેલ છે. હકીકતમાં સિંધ ઉપર પશ્ચિમી ક્ષત્રપોની કોઈ સત્તા ક્યારેય હતી નહીં. પ્રાયઃ આભીર રાજા ઈશ્વરદત્તનો મહાક્ષત્રપીય અમલ આ સમયગાળાના અંતભાગે આરંભાયો હોવા સંભવે. (જેઓ : આ ગ્રંથમાં પરિશિષ્ટ આઠ). ૬૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy