SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાત ૧૨૯ ભર્તુદામા આ શાસકના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૦થી ૨૦૪ સુધીના મળ્યા છે. એના પુરોગામી વિશ્વસિંહના ક્ષત્રપપદના સિક્કા ૨૦૦ સુધીના છે અને એના અનુગામી વિશ્વસનના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૦૫થી મળે છે. આ દૃષ્ટિએ ભર્તુદામાનો મહાક્ષત્ર૫૫નો અખત્યાર પાંચેક વર્ષનો હોવાનું સૂચિત થાય છે. એના મહાક્ષત્રપદ્રના સિક્કા ઉપરનું પહેલું જ્ઞાત વર્ષ ૨૦૪ છે અને છેલ્લે જ્ઞાત વર્ષ ૨૨૧ છે. એના વર્ષ ૨૦૮, ૨૧૮ અને ૨૧૯ના સિક્કા હાથ લાગ્યા નથી. એના ક્ષત્રપકાલના અંતિમ જ્ઞાત વર્ષ અને મહાક્ષત્રપ તરીકેના આરંભના જ્ઞાત વર્ષ ઉપરથી એનો મહાક્ષત્રપીય સત્તાકાલ વર્ષ ૨૦૪ના ઉત્તરાર્ધમાં પ્રારંભાયો હોવાનું કહી શકાય. એના શાસનસમયની ઉત્તરાવધિ નિર્ણિત કરવી મુશ્કેલ છે; કેમ કે એના અમલના છેલ્લા જ્ઞાત વર્ષ ૨૦૧ પછી લગભગ ૪૮ વર્ષ દરમ્યાન કોઈ મહાક્ષત્રપના સિક્કા ઉપલબ્ધ થયા નથી. પરંતુ એના પોતાના મહાક્ષત્રપકાળના સિક્કાઓનો અભ્યાસ સૂચવે છે કે એણે સત્તરેક વર્ષ સુધી રાજધુરા સંભાળી હતી. આ દરમ્યાન ક્ષત્રપાવે એનો પુત્ર વિશ્વસેન હતો, જેના ક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૨૨૬ સુધીના પ્રાપ્ય થયા છે. આથી, ભર્તીદામાનો મહાક્ષત્રપીય શાસનસમય વર્ષ ૨૨૧થી ૨૨૬ સુધી લંબાયો હોવા સંભવે છે.' વિશ્વસન એના પિતા ભર્તુદામાના રાજય-અમલના આરંભથી જ એના પુત્ર વિશ્વસેનને ક્ષત્રપ તરીકેનો ઉત્તરાધિકાર પ્રાપ્ત થયેલો જોવો સૂચિત થાય છે. એના ક્ષત્રપીય સિક્કા વર્ષ ૨૦૫ અને ૨૦૬ તેમ જ વર્ષ ૨૧૪થી ૨૨૬ સુધીના પ્રત્યેક વર્ષના ઉપલબ્ધ થયા છે. આમ, એણે વર્ષ ૨૦૫થી ૨૨૬ એટલે કે આશરે બાવીસેક વર્ષ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. સ્વામી જીવદામાના પુત્ર રુદ્રસિંહના ક્ષત્રપપ૬ના સિક્કા વર્ષ ૨૨૬થી મળે છે, અને પછી અગિયારેક વર્ષ પર્યંત ચાલુ રહેલા સૂચિત થાય છે. પરંતુ આ સમય દરમ્યાન વિશ્વસેન કે બીજો કોઈ ક્ષત્રપવંશી રાજા મહાક્ષત્રપદું હોવાનું જાણમાં નથી૯. સ્વામી જીવદામાં સ્વયમ્ કોઈ પણ પ્રકારનું અધિકારપદ કે અધિકૃત શાસકીયપદ કે બિરુદ અર્થાત્ રાજા, ક્ષત્રપ કે મહાક્ષત્રપનાં બિરુદ ધરાવતો ન હતો. આથી, વિશ્વસેન અન્ય કોઈ કારણે ક્ષત્રપપદેથી મહાક્ષત્રપપદે પહોંચ્યો ન હોવાનું સ્પષ્ટ થાય છે. એટલું જ નહીં, મહાક્ષત્રપ ભર્તુદામા અને ક્ષત્રપ વિશ્વસેન આ સમયે કદાચ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તો પણ એમના રાજયાધિકરાનો વારસો એમના કોઈ અનુજને કે પુત્રને મળ્યો હોવાનું દર્શાવી શકાતું નથી. આથી, વિશ્વસેન અને રુદ્રસિહ વચ્ચેનો સત્તાપલટો કોઈ અનિયમિત પ્રકારે થયો હોવાનું સૂચવી શકાય છે. - સ્વામી જીવદામાને મહાક્ષત્રપ ભર્તુદામા કે ક્ષત્રપ વિશ્વસેન સાથે સગાઈનો કોઈ સંબંધ હતો કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જીવદામાનું સ્વામી બિરુદ, એના નામનું ઉત્તરપદ રામા, એનું આખુંય નામ તથા એના પુત્રનું નામ અવલોક્તા જીવદામા ચાખનકુળ સાથે કોઈ નિકટનો સંબંધ ધરાવતો હોવા સંભવે છે; પરંતુ પ્રસ્તુત સંબંધ પિતૃ-પુત્રની સીધી વંશાજપરંપરાનો હતો એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy