SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ 0 સિદ્ધવિભકિતવિંશિકા . लिङ्गमिह भावलिङ्गं प्रधानमितरं तु भवति देहस्य । सिद्धिः पुनर्जीवस्य तस्मादेतन्न किंचिदिह ॥१०॥ અqયાર્થ: ફૂદ અહીં=મોક્ષની પ્રાપ્તિમાં માવતિ ભાવલિંગ પરાળનું પ્રધાન લિંગમ લિંગ=કારણ છે. તુ વળી ઇતર સ્ત્રીલિંગ લેસ હોદ્દ દેહને છે પુખ સિદ્ધી વળી સિદ્ધિ તો નવસા જીવની (થાય છે). તહાં તે કારણથી હું અહીં સિદ્ધિની પ્રાપ્તિમાં ર્ણ આરસ્ત્રીને મુક્તિ નથી એ કથન ન વિવિદ્ કાંઇ નથી=અર્થ વગરનું છે. ગાથાર્થ: મોક્ષની પ્રાપ્તિમાં ભાવલિંગ પ્રધાન કારણ છે. વળી સ્ત્રીલિંગ દેહને છે, જ્યારે સિદ્ધિ તો જીવની થાય છે, તે કારણથી સિદ્ધિની પ્રાપ્તિમાં સ્ત્રીને મુકિત નથી એ કથન અર્થ વગરનું છે. ભાવાર્થ: મોક્ષનું મુખ્ય કારણ રત્નત્રયીરૂપ ભાવલિંગ છે અને ગૌણ કારણ તરીકે મનુષ્યભવ, પંચેન્દ્રિયપણું કે બાહ્ય નિમિત્તસામગ્રી છે. સ્ત્રી શરીરરૂપી સ્ત્રીલિંગ તો દેહનો ભાવ છે. તેથી જો કોઇ જીવને સ્ત્રીનું શરીર મળેલું હોય અને મોક્ષનું પ્રધાન કારણ રત્નત્રયી પ્રગટ થઈ શકતી હોય, તો તેનો મોક્ષ માનવામાં કોઈ વિરોધ નથી. કેમ કે મોક્ષની પ્રાપ્તિ જીવને થાય છે અને તેનું કારણ રત્નત્રયી છે. તેથી જેમ પુરુષ પંચેન્દ્રિય આદિ ભાવને પામીને વીર્યના પ્રકર્ષથી રત્નત્રયીને પ્રગટ કરી શકે છે, તેમ સ્ત્રી પણ પંચેન્દ્રિય ભાવ અને પુરુષ સમાન બુદ્ધિ આદિના પ્રકર્ષને પામીને રત્નત્રયી પ્રગટ કરી શકે તેમ સ્વીકારવામાં કોઇ બાધ નથી. તેથી સ્ત્રીશરીરથી મોક્ષ ન થાય તેમ માનવું તે યુક્તિરહિત છે. ll૧૯-૧૦ના અવતરણિકા:- ૧૧ પૂર્વમાં યુક્તિથી સ્ત્રીઓને મોક્ષ સ્વીકારવામાં વિરોધ નથી તેમ સ્થાપન કર્યું. ત્યાં પૂર્વપક્ષી શાસ્ત્રવચનના બળથી સ્ત્રી શરીરમાં મોક્ષ નથી તે સ્થાપન કરવા પ્રયત્ન કરે છે. તેને સામે રાખીને નિરાકરણ કરે છે - सत्तममहिपडिसेहो उ रुद्दपरिणामविरहओ तासिं । सिद्धीए इट्ठफलो न साहुणित्थीण पडिसेहो ॥११॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy