SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ G ડેવલજ્ઞાનવિંશિકાd. છાયાપૂર્દિ છાયાગુની સાથે જ નો યોગ નથી. (અહીં શંકા થાય કે સિદ્ધના જીવો ભાવથી ભલે અસંગ છે, છતાં પણ જેમ સિદ્ધક્ષેત્રમાં રહેલા પુલનો સંગ દ્રવ્યથી તેઓને છે, તેમ છાયાણુનો સંગ દ્રવ્યથી સિદ્ધના જીવોને છે. તેથી કહે છે ) અનુમાન સત્રે વિ અણુ આદિ સર્વના છાયાખવોડવિ છાયાગુઓ પણ ન વિનંતિ વિદ્યમાન નથી. છે. સર્વે વિના સ્થાને સëિ પાઠ હોવાની સંભાવના છે. જ સાવકાર અર્થમાં છે. ગાથાર્થ: ખરેખર સિદ્ધનું અસંગપણું હોવાને કારણે જ છાયાણુની સાથે યોગ નથી. (અહીં શંકા થાય કે સિદ્ધના જીવો ભાવથી ભલે અસંગ છે, છતાં પણ જેમ સિદ્ધક્ષેત્રમાં રહેલા પુદ્ગલનો સંગ દ્રવ્યથી તેઓને છે, તેમ છાયાગુનો સંગ દ્રવ્યથી સિદ્ધના જીવોને છે. તેથી કહે છે ) આણુ આદિ સર્વના છાયાણુઓ પણ વિદ્યમાન નથી. ભાવાર્થ: સિદ્ધના જીવો સર્વથા સંગરહિત છે, તેથી છાયાણુનો સંગ તેઓને થઇ શકે નહિ. માટે દર્પણની જેમ સિદ્ધમાં જગતના પદાર્થો સંક્રમણ પામે છે તેમ કહી શકાય નહિ. સિદ્ધના આત્માઓને કર્મની સાથે કે શરીરની સાથે દ્રવ્યથી સંગ નથી, તેથી ભાવથી પાગ કોઇ પદાર્થનો સંગ નથી. હવે જો છાયા આણુઓ તેમાં સંક્રમણ થાય છે તેમ સ્વીકારીએ તો છાયાના પરમાણુ સાથે સિદ્ધના જીવોને સંગ છે તેમ માનવું પડે, અને શાસ્ત્રકારો સિદ્ધને સર્વથા અસંગ કહે છે માટે તેઓને છાયાગુઓનો સંબંધ નથી એમ કહેલ છે. અહીં શંકા થાય કે સિદ્ધના જીવોને શરીર કે કર્મ સાથે જેવો અસંગ ભાવ છે તેવો જ અરાંગભાવ છાયાણુઓ સાથે સિદ્ધના જીવોને ભલે હોય, પરંતુ સિદ્ધના આત્માઓ જે આકાશમાં રહેલા છે તે આકાશમાં રહેલા સ્કંધો સાથે જેમ સંયોગ સંબંધ છે, તેમ જગતના પદાર્થોના છાયાણુ સાથે સંયોગ સંબંધ સ્વીકારીને, તેઓને જ્ઞાન થાય છે તેમ માનીએ તો શું વાંધો? તેથી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે કે પરમાણુ અને યમુક આદિ સૂકમ સ્કંધોના અને જીવ-જર્નાસ્તિકાય આદિ અરૂપી દ્રવ્યોના છાયાગુઓ વિદ્યમાન નથી, માત્ર બાદર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy