SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩| ગાથા : ૧૮-૧૯ ગાથાર્થ : હરિ પરિકૃષ્ણની જેમ, દ્રોપદીને નિયાણાનું કર્મ છે, તેથી આ ભવમાં ભોગ નાશ પામતા નથી અર્થાત્ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી, અને દ્રોપદીને પરણ્યા પછી સમકિત પ્રાપ્ત થયું છે એમ સ્થાનકવાસી કહે છે તેઓ શું ન વિમાસે આગળમાં ગ્રંથકારશ્રી કહે છે તે શું વિચારતા નથી ? Il3/૧૮II ભાવાર્થ : સ્થાનકવાસી કહે છે કે કૃષ્ણ મહારાજાએ પૂર્વભવમાં નિયાણું કરેલું હતું તેથી ક્ષાયિકસમ્યકત્વ પામ્યા છતા આ ભવમાં ભોગ નાશ પામ્યા નહિ અર્થાત્ અવિરતિનો ઉદય હતો તે ગયો નહિ અને વિરતિની પ્રાપ્તિ થઈ નહિ. તેમ દ્રૌપદીએ પણ પૂર્વભવમાં નિયાણું કરેલું તેથી આ ભવમાં વિરતિની પ્રાપ્તિ થઈ નહિ અને પરણ્યા પછી સમકિતને પામી છે માટે પરણ્યા પહેલાં દ્રૌપદીએ જે જિનપ્રતિમાની પૂજા કરી છે તેના બળથી જિનપ્રતિમા પૂજનીય સિદ્ધ થાય નહિ; કેમ કે દ્રૌપદીએ મિથ્યાત્વ અવસ્થામાં જિનપ્રતિમાની પૂજા કરી છે. આના જવાબમાં ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રમાણે કહેતા સ્થાનકવાસી શું વિચારતા નથી ? હવે તે શું વિચારતા નથી તે ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં કહે છે. I૩/૧૮ ગાથા : જિણઘર કેણે કરાવિયું ? તિહાં પ્રતિમા ને પઈડ્રા રે; તેહની પૂજા તે કુણ કરે? એમ પર તે ગરિટ્ટા રે. શાસન. ૧૯ ગાથાર્થ : જિનઘર કોણ કરાવે શ્રાવક સિવાય જિનાલય કોણ કરાવે, ત્યાં જિનાલયમાં, પ્રતિમાની પ્રતિષ્ઠા કોણ કરાવે શ્રાવક સિવાય અન્ય કોણ પ્રતિષ્ઠા કરાવે, તેની પૂજા-જિનપ્રતિમાની પૂજા, તે કોણ કરે શ્રાવક સિવાય અન્ય કોણ કરે, એમ પરખે તે ગરિષ્ઠ છે શ્રેષ્ઠ બુદ્ધિવાળા છે. Il૩/૧૯II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy