SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૩| ગાથા ઃ ૧૬-૧૭ ગાથા : આમ્બિલ અત્તર છટ્ટનું, ઉપસર્ગે તપ કીધું રે; કિમ નવિ કહિએ તે શ્રાવિકા? ધર્મે કારજ સીધું રે. શાસન) ૧૬ ગાથાર્થ : ઉપસર્ગમાં આયંબિલના અત્તરવાળો છઠ્ઠનો તપ દ્રોપદીએ કર્યો છે તેથી તે શ્રાવિકા કેમ ન કહીએ અર્થાત્ તે શ્રાવિકા છે; કેમ કે ધર્મ કરવાને કારણે તેનું કાર્ય સિદ્ધ થયું છે. ll૩/૧૬ll ભાવાર્થ : દ્રૌપદી નારદને જોઈને ઊભી ન થઈ તેથી દ્રોપદી પ્રત્યે રોષે ભરાયેલ નારદ ધાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નામની નગરીના પલ્મોત્તર રાજા પાસે તેના રૂપનું વર્ણન કર્યું અને દેવતાની સહાયથી પશ્નોત્તર રાજા દ્રૌપદીને પોતાના મહેલમાં લાવે છે. આ રીતે પોતાને થયેલા ઉપસર્ગમાં દ્રૌપદીએ આયંબિલના આંતરાથી છનો તપ કર્યો છે એ પ્રકારનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે માટે તે શ્રાવિકા નથી તેમ કેમ કહી શકાય ? કેમ કે શ્રાવિકા હતી આથી જ ધર્મના સેવનથી તેનું કાર્ય સિદ્ધ થયું છે અર્થાત્ ઉપસર્ગ ટળ્યો છે. ll૩/૧ાા. અવતરણિકા : હવે, દ્રોપદીને શ્રાવિકા નહિ સ્વીકારવા માટે સ્થાનકવાસી જે યુક્તિ આપે છે તે યુક્તિ બતાવીને ગ્રંથકારશ્રી સ્વયં તેનું નિરાકરણ કરે છે – ગાથા : રાયકન્યા કહી શ્રાવિકા, ન કહી ઈમ જે ભૂલે રે; રાજીમતી કહી તેહવી, તિહાં સદેહ તે ઝૂલે રે. શાસન) ૧૭ ગાથાર્થ : શાસ્ત્રમાં દ્રોપદીને રાજકન્યા કહી છે શ્રાવિકા કહી નથી એમ જેઓ સ્થાનકવાસી ભૂલે છે. કેમ ભૂલે છે ? એ કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy