SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથાઃ ૧૧-૧૨-૧૩ અવતરણિકા - અત્યાર સુધી=પ્રથમ ઢાળથી માંડીને અત્યારસુધી, પ્રતિમાને વંદન કરવા વિષયક જે કથન કર્યું તે બતાવીને હવે પ્રતિમાની પૂજાના વિચારરૂપ અન્ય કથનને કહેવાની પ્રતિજ્ઞા કરે છે – ગાથા : ઈમ સવિ શ્રાવક સાધુને, વંદનનો અધિકારો રે; સૂત્રે કહ્યો પ્રતિમાતણો, હવે કહું પૂજા-વિચારો રે. શાસન) ૧૧ ગાથાર્થ : ઈમ-અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સર્વ શ્રાવક અને સાધુને સૂત્રમાં પ્રતિમા તણો વંદનનો અધિકાર કહ્યો. હવે પૂજાના વિચારોનું પ્રતિમાની પૂજાના વિચારને હું કહું છું. Il૩/૧૧|| ગાથા : યાગ અનેક કર્યા કહ્યા, શ્રી સિદ્ધારથરાજે રે; તે જિનપૂજના કલ્પમાં, પશુના યાગ ન છાજે રે. શાસન. ૧૨ ગાથાર્થ : કલ્પમાં કલ્પસૂત્રમાંસિદ્ધાર્થરાજાએ અનેક યાગ કર્યા છે તેમ કહ્યું છે તે જિનપૂજના-જિનપ્રતિમાની પૂજારૂપ છે, પશુના યાગ ઘટે નહિ. Il3/૧૨ાા ભાવાર્થ : કલ્પસૂત્રમાં સિદ્ધાર્થરાજાએ અનેક યાગો કર્યા છેઃઅનેક યજ્ઞો કર્યા છે એમ કહ્યું છે અને તે યજ્ઞો જિનપૂજારૂપ છે; કેમ કે સિદ્ધાર્થરાજાએ પશુના યજ્ઞો કરાવ્યા છે તેમ કહેવું ઘટતું નથી. II3/1શા અવતરણિકા:કેમ ઘટતું નથી ? તે સ્વયં ગ્રંથકારશ્રી ગાથા-૧૩માં બતાવે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy