SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૧-૨ ઢાળ ૬ (રાગ - ભોલીડા હંસા રે ! વિષય ન રાચિએ - એ દેશી) ગાથા સમકિત સૂયૂં રે તેહને જાણીએ, જે માને તુજ આણ; સૂત્ર તે વાંચે રે યોગ વહી કરી, કરે પંચાંગી પ્રમાણ. સમકિત૦ ૧ ગાથાર્થ : તેહને સૂઘૂં=સાચું, સમકિત જાણીએ, જે માને તુજ આણ=જે ભગવાનની આજ્ઞા માને, અને જે ભગવાનની આજ્ઞા માને તે યોગ વહી કરી=યોગોહન કરી, સૂત્રને વાંચે અને પંચાંગીને પ્રમાણ કરે. ||૬/૧|| ૧૦૫ ભાવાર્થ : જે જીવો ભગવાનની આજ્ઞાને પ્રમાણ કરે તેઓમાં જ સાચું સમ્યક્ત્વ સંભવે, અન્યમાં નહિ. અને જે ભગવાનની આજ્ઞાને પ્રમાણ કરે તેઓ ભગવાનની આજ્ઞા અનુસાર યોગ વહન કરી સૂત્ર વાંચે પરંતુ યોગ વહન કર્યા વિના સૂત્ર વાંચે નહીં; કેમ કે ભગવાને સાધુને યોગોહનપૂર્વક જ સૂત્ર વાંચવાની અનુજ્ઞા આપી છે. વળી જેઓ ભગવાનની આજ્ઞા માને તે ભગવાનનાં આગમો પર રચાયેલ પંચાંગીને પ્રમાણ માને તેથી પંચાંગીનાં વચનોથી સિદ્ધ થયેલા આગમોના અર્થો જેઓ માને તેઓમાં જ સાચું સમ્યક્ત્વ સંભવે, અન્યમાં નહિ. ૬/૧॥ અવતરણિકા : યોગોહન કર્યા પછી જ સૂત્ર વાંચવું જોઈએ એવી ભગવાનની આજ્ઞા છે તે સ્પષ્ટ કરવા કહે છે 511211: ઉદ્દેશાદિક નહીં ચઉનાણનાં, છે સુઅનાણનાં તેહ; શ્રીઅનુયોગદુવાર થકી લહી, ધરીએ યોગસું નેહ. સમકિત૦ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy