SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૫ | ગાથા : ૧-૨ (રાગ - માહરી સહિરે સમાણી - એ દેશી) અવતરણિકા : ભગવાનની પ્રતિમા પૂજનીય છે તે સિદ્ધ કરવા આ ઢાળમાં શાશ્વતી પ્રતિમાના સ્વરૂપનું વર્ણન કરે છે – ગાથા : સાસયપડિમા અડસય માને, સિદ્ધાયતનવિમાનેરે; ધન ધન જિન વાણી. ટેક પ્રભુ તેં ભાષી અંગ ઉવંગે, વરણવશું તિમ રંગે રે. ધન ૧ ગાથાર્થ - સિદ્ધાયતન વિમાનમાં ૧૦૮ સંખ્યાના પ્રમાણમાં શાશ્વત પ્રતિમાઓ છે. ભગવાનની વાણીને ધન્ય છે. ભગવાને તે સિદ્ધાયતન વિમાનમાં શાશ્વત પ્રતિમા છે તે, જેમ અંગ-ઉપાંગમાં ભાખી છે તેમ રંગપૂર્વક વર્ણન કરીશું. 1પ/૧il ભાવાર્થ- સિદ્ધાયતન નામના દેવવિમાનમાં એકસો આઠ સંખ્યાના પ્રમાણમાં શાશ્વત પ્રતિમા છે તે જે પ્રમાણે ભગવાને અંગ-ઉપાંગમાં ભાખી છે તે પ્રમાણે શાસ્ત્રમાં વર્ણન કરાયેલા સ્વરૂપવાળી પ્રતિમાનું વર્ણન કરવાની ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા કરે છે. પ/૧ ગાથા : કંચનમય કરપદતલ સોહે, ભવિજનનાં મન મોહે રે; ધન અંકરતનમય નખ સસનેહા, લોહિતાક્ષમળે રેહા રે. ધન૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy