________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૭૦
સભાસદિત એક ચેત્યે જાણ; સો કોડ બાવન કોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૅઆલ. સાતમેં ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાળ; સાત કોડ ને બહોંતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. એકસો એસી બિંબ પ્રમાણ, એક એક ચેત્યે સંખ્યા જાણ; તેરસેં કોડ નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદું કર જોડ. બત્રીસેં ને ઓગણસાઠ, તિ લોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીસ તે બિંબ જુહાર. વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ; ઋષભ ચન્દ્રાનન વારિણ, વર્તમાન નામે ગુણસણ. સમેતશિખર વંદું જિન વીસ, અષ્ટાપદ વંદું ચોવીસ વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર.
- ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org