SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિકે જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત થાય તેને ઉપાદાનકારણ કહે છે અને જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત ન થાય પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો આરોપ જેનામાં આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. જેવી રીતે ઘડારૂપે કાર્યમાં માટી ઉપાદાન કારણ છે અને કુંભાર, ચક્ર, દંડ નિમિત્ત કારણ છે. # જે પદાર્થમાં કાર્ય નિખ થાય છે તે પદાર્થને ઉપાદાન કારણ અને જે કાર્ય નિષ્પન્ન થયું તેને ઉપાદેય કહેવામાં આવે છે. માટીરૂપ ઉપાદાનકારણનું જે ઘડારૂપ કાર્ય થાય છે તેને ઉપાદેય કહેવામાં આવે છે. @ નિમિત્તકારણની અપેક્ષાએજ કાર્ય (ઉપાદેય) ને નૈમિત્તિક કહેવામાં આવે છે. તે જ ઘડારૂપ કાર્ય-કુંભારરૂપ નિમિત્ત કારણનું નૈમિત્તિક કાર્ય છે. થી તાત્પર્ય એ છે કે માટી અને ઘડામાં ઉપાદાન - ઉપાદેય સંબંધ છે તથા કુંભાર અને ઘડામાં નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. વક ઉપાદાન નિમિત્તને કર્તા - કર્મ સંબંધ નથી. ઉપાદાન અને નિમિત્ત બંને જુદા દ્રવ્યો છે. બંને સ્વતંત્ર છે, ભિન્ન ભિન્ન છે. કે બે દ્રવ્યો એક થઇને પરિણમતા નથી. બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. એક દ્રવ્યના બે કર્તા કે બે કર્મ બે ક્રિયા એકી સાથે ન હોય કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. ૐ નિશ્ચિયથી એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનાર આત્માના પરિણામને અને પુગલના (શરીરના) પરિણામને પોતે કરે છે એમ માને છે - અજીવના પરિણામને જીવનું પરિણામ માને છે. તેથી તેઓની માન્યતાની ભૂલને કારણે મિથ્યાષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. જો જડ અને ચેતનની ક્રિયા એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય. એ સૌથી મોટો દોષ ઉપજે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઇ ન કરી શકે એવો દ્રવ્યની સ્વતંત્રતાનો મહાન સિદ્ધાંત છે. # ઉપાદાન નિમિત્તનું યથાર્થ જ્ઞાન તે સ્વ પરના ભેદ જ્ઞાનનું કારણ છે. ઉપાદાન સ્વદ્રવ્ય છે અને નિમિત્ત પરદ્રવ્ય છે. બંને સ્વતંત્ર દ્રવ્ય છે. બંનેનું પરિણમન પણ સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમનમાં કોઈ પ્રકારે હસ્તક્ષેપ કરતું નથી. આમ યથાર્થ જાણીને પરથી ઉપેક્ષિત થઈને સ્વભાવ - આશ્રિત પરિણમવું તે સત્ય ધર્મ છે. ક્રિકે દરેક કાર્ય ઉપાદાન પ્રમાણે જ થાય છે. તે વખતે કોઈ પણ નિમિત્તની હાજરી હોય જ છે પરંતુ નિમિત્ત કાંઈ કરતું નથી. 8 આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોને ‘પદ્રવ્યને હું કરું છું' એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા Jain Education International - ૧૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005525
Book TitleJain Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy