SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ "विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनर्थकवचोवत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधय॑म् ॥१॥" P ૧૧૫ આ પદ્યનો “મલ્લવાદીએ પોતાના ભાષ્ય (જંબૂ, પૃ. ૯)માં નીચે મુજબ નિર્દેશ કર્યો છે:-- પૂર્વરૂપ મહાસાગરમાંથી ઉદ્ભવેલા નયપ્રાભૃતરૂપ તરંગાગમમાંના પ્રભ્રષ્ટ, શ્લિષ્ટ અર્થના P ૧૧૬ કણિકમાત્રરૂપ, અન્ય તીર્થકરની પ્રજ્ઞાપનાને અગોચર એવા પદાર્થના સાધનરૂપ તથા નયચક્ર નામનું અને સંક્ષિપ્ત અર્થવાળું ગાથાસૂત્ર. મૂળ કૃતિને જિનાગમસ્તવન (શ્લો. ૨)માં નયચક્રવાલ કહી છે. એ બાર આરાવાળા ચક્રરૂપ છે. એ આરાઓનાં સંસ્કૃત નામો નીચે મુજબ છે. વિધ:, વિધવિધ:, વિવિધનિયમ, વિધનિયમ:, વિનિયમ, નિયમfdf, विधिनियमयोर्विधिनियमा, विधिनियमयोर्नियमः, नियमः नियमविधिः, नियमस्य विधिनियमौ जन निय વિધિ અને નિયમ એ બેની અહીં મુખ્યતા છે. બાકીનાં નામો એનાં વિવિધ સંયોજનોને આભારી છે. વિધિ, વિધિનિયમ અને નિયમ એ ત્રણેની સાથે આ ત્રણેનું સંયોજન કરાતાં નવ ભંગ થાય છે. તે એમાં ઉમેરતાં બાર થાય છે. વિધિ અને નિયમ એ વ્યાકરણશાસ્ત્રમાંના અનુક્રમે ઉત્સર્ગ અને અપવાદ માટેના શબ્દો છે. ડો. ફ્રાઉવાલ્નરે એને માટે અનુક્રમે Affirmation of Assenr અને Restriction or negation શબ્દો યોજ્યા છે. આ નયચક્રને ત્રણ માર્ગ (મિ) છે અને સાદ્વાદરૂપ તુંબ' છે. આનું ચિત્ર “ગા. પી. ઝં." તરફથી પ્રકાશિત આવૃત્તિમાં અપાયું છે. એવું ચિત્ર આ પ્રસ્તુત પુસ્તકમાં પણ અપાવું ઘટે. આપૂર્વે સિંહસૂરિકૃત ન્યાયાગમાનુસારિણી ટીકા સહિત પહેલા ચાર આરા જેટલો વિભાગ “ગા. પૌ. ગ્રં.”માં ઇ. સ. ૧૯૫૨માં પ્રસિદ્ધ થયો છે એનાં પૃ. ૧-૨૩૨નું સંપાદન ‘દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજીએ કર્યું છે જયારે પૃ. ૨૩૩-૩૧૪નાં સંપાદન ૫. લાલચંદ્ર ભ. ગાંધીએ કર્યું છે. શ્રી વિજય મેધસૂરિના પ્રશિષ્ય મુનિશ્રી જંબૂવિજયએ સવૃત્તિક મૂળ કૃતિનું સંપાદન કર્યું છે. એનો ચાર આરા પૂરતો વિભાગ “જૈ. આ. સં.” તરફથી ઇ. સ. ૧૯૬૭માં પ્રસિદ્ધ થયો છે. આ પ્રકાશન સંપાદકશ્રીનાં વિ. સં. ૨૦૧પમાં લખાયેલા સંસ્કૃત પ્રાકથન (કહાવલીગત મલ્લવાદિચરિત્ર ઇત્યાદિ) તથા ગુજરાતી પ્રસ્તાવના અને સંસ્કૃત ટિપ્પણીઓ, ભોટ (ટિબેટન) પરિશિષ્ટ તેમજ ઇ. સ. ૧૯૫૮ની પ્રો. ડૉ. એરિચ ફાઉવાલ્નર(Erch Frauwaliner)ની અંગ્રેજી પ્રસ્તાવનાથી સમૃદ્ધ બન્યું છે. ભોટ પરિશિષ્ટ તરીકે સ્વોપજ્ઞ વૃત્તિ સહિત પ્રમાણસમુચ્ચયનો કેટલોક અંશ ‘ભોટ’ લખાણપૂર્વક અપાયો છે. [ભા. ૨. ઇ.સ. ૧૯૭૭માં અને ભા. ૩ વિ. સં. ૨૦૪૪માં પ્રસિદ્ધ થયો છે.] ૧. એમનો જીવન વૃત્તાન્ત પાઇયમાં તેમજ સંસ્કૃતમાં ભિન્ન-ભિન્ન કૃતિમાં આલેખાયો છે. આને લગતું ઘણુ ખરું મૂળ લખાણ “ગા. પી ગ્રં.”માં પ્રકાશિત આવૃત્તિની સંસ્કૃત પ્રસ્તાનામાં અપાયું છે. ૨. વિધિ. વિધિને વિધિ, વિધિના વિધિ અને નિયમ, વિધિનો નિયમ, વિધિ અને નિયમ, વિધિનો અને નિયમનો વિધિ, વિધિ અને નિયમ એ બંનેના વિધિ અને નિયમ, વિધિનો અને નિયમનો નિયમ, નિયમ, નિયમનો વિધિ. નિયમના વિધિ અને નિયમ અને નિયમનો નિયમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy