SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૧૦૧-૧૦૫] ૫૫ અનુવાદ– એચ. મૂકરજીએ અને એન. ટાટિયાએ મળીને આ અનુવાદ અંગ્રેજીમાં કર્યો છે. સાથે સાથે એમણે ટિપ્પણો પણ આપ્યાં છે. પ્રમાણપ્રકાશ (લ. વિ. સં. ૧૨૩૦)- આ પદ્યાત્મક કૃતિના રચનાર અજિતસિંહસૂરિના શિષ્ય દેવપ્રભ છે. એમણે ૧૧000 શ્લોક જેવડું સિક્વંસનાહચરિય રચ્યું છે. વળી એમણે તત્ત્વબિન્દુપ્રકરણ પણ રચ્યું છે અને એનો ઉલ્લેખ એમણે ઉપર્યુક્ત સિક્વંસનાહચરિયામાં કર્યો છે. આ દેવપ્રભ તે પવયણસારુદ્ધાર ઉપર વિ. સં. ૧૨૪૮ કે વિ. સં. ૧૨૭૮માં સંસ્કૃતમાં વૃત્તિ રચનાર સિદ્ધસેનસૂરિના ગુરુ થાય છે. સિદ્ધાન્તસાર- આ ન્યાયના ગ્રંથનો ઉલ્લેખ રાજશેખરસૂરિએ પદર્શનસમુચ્ચય (શ્લો. ૨૯)માં કર્યો છે. પ્રમાણનયતત્ત્વરહસ્ય- આ સ્યાદ્વાદરત્નાકર અને પ્રમેયરત્નમાલાને અનુસરીને ગુણત્નસૂરીએ રચેલી કૃતિ છે. આની અવચૂર્ણિ સહિતની એક હાથપોથીનો પરિચય મેં D c G C M (Vol. XVIII, pt. I, pp. 48-49) માં આપ્યો છે. અહીં મેં પુષ્પિકાના આધારે મૂળ કૃતિનું નામ પ્રમાણગ્રંથ પન્યાયદીપિકા (વિક્રમની પંદરમી સદી)– આ કૃતિ અભિનવ ધર્મભૂષણ યતિએ આદિ અને R ૧૦૪ અંતમાં એકેક પદ્યમાં અને બાકી ગદ્યમાં રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૫૮૬માં લખાયેલી મળે છે. એઓ દિ. વર્ધમાનના શિષ્ય તેમ જ પટ્ટધર થાય છે. એમની ગુરુપરંપરા નીચે મુજબ છે : ધર્મભૂષણ ૧ અમરકીર્તિ ધર્મભૂષણ ૨ વર્ધમાન પ્રસ્તુત ધર્મભૂષણને ‘ભટ્ટારક' કહે છે. એમનો જીવનકાલ લ. વિ. સં. ૧૪૧૦થી લ. વિ. સં. ૧૪૭૦નો હશે એમ લાગે છે. વિજયનગરના સામ્રાજ્યના અધિપતિ દેવરાય પહેલા અને એમની પત્ની ભીમાદેવી આ યતિના પરમ ઉપાસક હતા. ધર્મભૂષણે વાયદીપિકા ઉપરાંત કારુણ્યકલિકા રચી હશે એવી સંભાવના પં. દરબારીલાલે કરી છે. વિષય- ન્યાયદીપિકાનો પ્રારંભ વર્ધમાન તીર્થંકરને (મહાવીરસ્વામીને) પ્રણામ કરીને કરાયો છે. આ વર્ધમાન'થી કર્તાએ પોતાના ગુરુનું નામ સૂચવ્યું હોય તો ના નહિ. પ્રસ્તુત કૃતિ ત્રણ “પ્રકાશમાં વિભક્ત છે. એને અનુક્રમે પ્રમાણસામાન્ય-પ્રકાશ, પ્રત્યક્ષ-પ્રકાશ અને પરોક્ષ-પ્રકાશ કહે છે. ૨ ૧૦૫ પ્રથમ પ્રકાશમાં પ્રમાણનું સામાન્ય લક્ષણ અને પ્રામાણ્ય વિષે કથન કરી બૌદ્ધ, ભાટ્ટ, પ્રાભાકર અને નૈયાયિકોએ આપેલા પ્રમાણના લક્ષણની આલોચના કરાઈ છે. ૧. આ અનુવાદ “A Critique of Organ of Knowledge'માં કલકત્તાથી ઈ.સ. ૧૯૪૬માં પ્રસિદ્ધ કરાયો છે. ૨. આ નામથી આ કૃતિ અપૂર્ણસ્વરૂપે કહારયણકોસના અંતમાં પ્રકાશિત થયેલી છે. ૩. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૨૪૬). ૪. આ કૃતિ “શ્રુતજ્ઞાનઅમીધારા” (પૃ. ૨૫-૨૭)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫. આ કૃતિ પં. દરબારીલાલ જૈન કોઠિયાનાં પ્રકાશ નામના સંસ્કૃત ટિપ્પણ, હિન્દી અનુવાદ અને પ્રસ્તાવના સહિત “વીરસેવામંદિર” તરફથી સરસાવાથી ઇ.સ. ૧૯૪૫માં પ્રકાશિત કરાઈ છે. ૬. જુઓ ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૧૦૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy