SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૯૦-૯૪]. ૪૯ (૧૦) અષ્ટસહસ્ત્રી આ વિષે મેં યશોદોહન (પૃ. ૧૬૯ અને ૧૯૩-૧૯૫)માં તેમ જ જૈ. સં. સા. ઇ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૦૮)માં માહિતી આપી છે. [અષ્ટસહસ્ત્રીતાત્પર્યવિવરણનું સં. ૨૦૪પમાં પુનર્મુદ્રણ થયું છે. મુનિ વૈરાગ્યરતિ વિ. આનું સંશોધન-સંપાદન કરી રહ્યા છે.] આ ઉપરાંત કેટલાક પ્રમાણનિર્ણયનો તેમ જ શ્રીપુરપાર્શ્વનાથસ્તોત્રનો ઉલ્લેખ કરે છે. એ સ્તોત્રમાં ‘શ્રીપુર'ની પાર્શ્વનાથની ચમત્કારી મનાતી પ્રતિમાનો પ્રભાવ વર્ણવાયો છે. એમાં કપિલાદિ આપ્ત નથી પરંતુ પાર્શ્વનાથ છે એમ કહ્યું છે.' પ્રસ્તુત કૃતિ ગદ્યપદ્યાત્મક છે. આની રચના અકલંકકૃત પ્રમાણસંગ્રહ ઈત્યાદિને આધારે કરાઈ હોય એમ લાગે છે. આ કૃતિમાં એના નામ પ્રમાણે પ્રમાણનું નિરૂપણ છે. સમ્યજ્ઞાન અર્થાત્ યથાર્થ બોધ તે પ્રમાણ છે એમ કહી એ પ્રમાણના ભેદો અને ઉપભેદો, પ્રમાણનો વિષય તેમ જ પ્રમાણનું ફળ એ બાબતો અહીં સારી રીતે વિસ્તારથી સમજાવાઈ છે. સાથે સાથે અન્યદર્શનીઓનાં મંતવ્યોની આલોચના છે. પત્રપરીક્ષા- આના કર્તા દિ. વિદ્યાનન્દ છે. એમણે જૈન દૃષ્ટિ અનુસાર પત્રનું અનુમાનના P ૯૩ પ્રયોગનું લક્ષણ રજૂ કર્યું છે. એમણે અનુમાનનાં અંગ તરીકે પ્રતિજ્ઞા અને હેતુનો ઉલ્લેખ કર્યો છે. આ પત્રપરીક્ષામાં કુમારનર્દિકૃત વાદન્યાયમાંથી ત્રણ પદ્ય અપાયાં છે. સત્યશાસનપરીક્ષા – આ ૯૦૯ શ્લોક જેવડી કૃતિના કર્તા ઉપર્યુક્ત દિ. વિદ્યાનન્દ છે. આ કૃતિમાં સાચું શાસન યાને દર્શન કર્યું કહેવાય એની ચર્ચા કરી જૈન શાસનનું-દર્શનનું મહત્ત્વ વર્ણવાયું છે. એમાં પુરુષાત ઇત્યાદિ ૧૨ શાસનોની પરીક્ષા કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે. અંતમાં પ્રભાકર-શાસન, તત્ત્વોપપ્લવ-પરીક્ષા અને અનેકાન્ત-શાસન વિષે વિચાર કરાયો છે. પ્રમાણનિર્ણય- આના કર્તા તરીકે દિ. વિદ્યાનન્દનો ઉલ્લેખ કરાય છે તે વિચારણીય જણાય. ટીકા- કોઈકે રચેલી છે. પ્રમાણનિર્ણય- આ શકસંવત્ ૯૪૭ (વિ. સં. ૧૦૭૬)માં પાર્શ્વનાથચરિત રચનારા દિ. P ૯૪ વાદિરાજસૂરિની લઘુ કૃતિ છે. એમાં પ્રમાણ, પ્રત્યક્ષ, પરોક્ષ અને આગમ એમ ચાર અધ્યાય છે. ૧. દિ. વિદ્યાનન્દને અંગેની વિશેષ માહિતી માટે જુઓ આચાર્ય ભિક્ષુ સ્મૃતિગ્રન્થમાં પૃ. ૬૪-૭૧માં પ્રસિદ્ધ કરાયેલો શ્રી. દરબારીલાલનો લેખ નામે “વિદ્યાનન્દ ઔર ૩ ગ્રન્થ”. ૨. આ “સ. જે. ગ્ર.'માં ઇ.સ. ૧૯૧૩માં પ્રસિદ્ધ કરાઇ છે. ૩. આને અંગે જુઓ “અનેકાન્ત” (વ. ૩, પૃ. ૬૬૦-૬૬૬). ૪. આ નામની એક કૃતિ નેમિચન્દ્ર રચી છે. પ્રતિષ્ઠાતિલકની પ્રશસ્તિમાં એનો ઉલ્લેખ છે. જુઓ “જૈન હિતૈષી” (વ. ૧૨, પૃ. ૧૯૭) ૫. આ “ભારતીય જ્ઞાનપીઠ” તરફથી મૃર્તિદેવી ગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરાઈ છે. ડો. ગોકુલચન્દ્ર જૈને આનું સંપાદન કર્યું છે. ૬. આ “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૪માં છપાવાયો છે. Jan a International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy