SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ : ન્યાય : [પ્ર. આ. ૭૪-૭૭] જગત્કર્તૃત્વવાદનું ખંડન હશે એમ આ નામ વગેરે વિચારતાં લાગે છે. જૈનો ઈશ્વરને જગત્ રચનારાબનાવનારા ન માનતાં તીર્થંકરાદિરૂપ ઈશ્વરોને બતાવનારા માને છે એ વાત અહીં વિચારાઇ હશે. સિદ્ધિવિણચ્છય નામની એક પાઇય કૃતિની નોંધ નિસીહવિસેસચુણિ (વિ. ૧, પૃ. ૧૬૨)માં છે તેમ જ અકલંકે, શિવસ્વામીએ તથા શિવાર્ય સિદ્ધિવિનિશ્ચય નામની એકેક કૃતિ રચી છે તો આ ચાર સમાનનામક કૃતિ ઓ પૈકી પહેલી જ અત્ર અભિપ્રેત હશે કેમકે એને જિનદાસગણિએ દર્શનપ્રભાવક કહી છે. ૪૧ લેખ- A Note on Siddhivinis'caya and Srstipariksa'' નામનો મારો એક લેખ “ABORI” (Vol. XIII, pts. 3-4)માં છપાયો છે. સિદ્ધિવિનિશ્ચય (ઉ. વિ. સં. ૮૪૦)– આના પ્રણેતા તે ત. વા.ના કર્તા દિ. અકલંક છે. એમને ભટ્ટ૪ અકલંકદેવ પણ કહે છે. દિ. પ્રખર તાર્કિકોમાં સમન્તભદ્ર પછી અકલંકની ગણના કરાય છે. ત. સૂ. (અ. ૧)ને અંગે રાજવાર્તિકના અંતમાંના એક પદ્ય અનુસાર આ અકલંક તે રાજા લઘુહવ્વવના મોટા પુત્ર થાય છે. લઘુહવ્વવ તે લઘુ અવ્વ' હશે અને એ પ્રચલિત નામ હશે જ્યારે અસલી નામ તો પુરુષોત્તમ હશે એમ અકલંકગ્રન્થત્રયમ્મ્ની પ્રસ્તાવના (પૃ. ૧૨)માં સૂચવાયું છે. આ પુરુષોત્તમ ‘રાષ્ટ્રકૂટ' વંશના કૃષ્ણરાજ ઉર્ફે શુભતુંગ રાજાના પ્રથમથી લઘુ સહકારી અને આગળ જતાં મંત્રી થયાનું મનાય છે. અકલંકની જન્મભૂમિ માન્યખેટની આસપાસ હોવાનું મનાય છે. “અકલંકગ્રન્થત્રયમ્” તેમ જ સિદ્ધિવિનિશ્ચયના સંપાદકના મતે અકલંકનો સમય ઇ.સ. ૭૨૦ થી ઇ.સ. ૭૮૦નો છે. કૃતિકલાપ– અકલંકે લઘીયસ્ત્રય તેમ જ એના ઉપર ૧૦વિવૃત્તિ રચી છે. વિશેષમાં એમણે ૧૧સવિવરણ રાજવાર્તિક, ન્યાય વિનિશ્ચય, પ્રમાણસંગ્રહ, સિદ્ધિવિનિશ્ચય તેમ જ ૧૪અષ્ટશતી રચ્યાં છે. આ ઉપરાંત એમણે નીચે મુજબની કૃતિઓ રચ્યાનું કેટલાક માને છે પણ એ સમુચિત નથી : ૧. એમની આ કૃતિનો પરિચય પૃ. ૭૮-૮૦(= 42)માં મેં આપ્યો છે. ૨. આ કૃતિ અદ્યાપિ મળી આવી નથી પરંતુ એ અનન્તકીર્તિની મૂળ કૃતિની અને એની સ્વોપજ્ઞ વૃત્તિની ટીકાના આધારે ઉપસ્થિત કરાઇ છે. જુઓ પૃ. ૮૨ = 44 ૩. (અ. ૬, સૂ. ૨)ને અંગેના આસવના નિરૂપણમાં આ વાર્તિકમાં અને આને લગતી સિદ્ધસેનીય ટીકા (ભા. ૨, પૃ. )માં કેટલીક પંક્તિઓ પ્રાયઃ સમાન છે. ૪. ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૨૫-૬૧)માં એના લેખ પં. કૈલાશચન્દ્ર શાસ્ત્રીએ ‘‘શ્રીમદ્ભટ્ટાકલંક’’ એ નામથી અકલંકના જીવનવૃત્તાન્ત તેમ જ એમના કૃતિકલાપ ઉપર ઉપર પ્રકાશ પાડ્યો છે. પ. રાજમાન્ય અને તાલુકેદાર હોવાથી ‘રાજા' એ ઉપનામ ઘટી શકે. ૬. કર્ણાટકમાં ‘પિતા' એ અર્થમાં ‘અવ' કે ‘અપ્પ' શબ્દ વપરાય છે. ૭. એ ઇન્દ્રરાજ બીજાના ભાઇ થાય છે. ઇન્દ્રરાજના પુત્ર દન્તિદુર્ગ બીજાને ‘સાહસતુંગ’ કહે છે. એ સાહસતુંગની સભામાં અકલંક જતા હતા એમ કેટલાક કહે છે. ૮. જુઓ અકલંકગ્રન્થત્રયની પ્રસ્તાવના (પૃ. ૩૨). ૧૧. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૩ ૧૪. આ સ. હૈ. ગ્રં. માં. છપાયેલી છે. જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૦૨) Jain Education International For Personal & Private Use Only ૯-૧૦. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ૪૪. ૧૨-૧૩. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ૪૪. P ૭૬ P ૭૭ www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy