SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P ૬૪ P ૬૫ પ્રથમ પદ્યમાં “જ્ઞાનાર્ણવ' શબ્દનો ઉલ્લેખ છે. આ કૃતિ અત્યારે તો ચાર તરંગ પૂરતી માંડમાંડ ઉપલબ્ધ છે. પ્રથમ તરંગમાં ૬૧ પદ્યો છે. પહેલા ૫૮ પદ્યો અનુષ્ટ્રભુમાં છે. આ તરંગમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ભેદનો વિચાર કરાયો છે. દ્વિતીય તરંગ ત્રુટિત છે. એમાં ૯૩ પદ્યો છે પરંતુ મુદ્રિત પ્રતિમાં તો ૧૮-૨૪ અને ૪૧-૯૩ એ ક્રમાંકવાળાં પદ્યો નથી. તૃતીય તરંગ ત્રુટિત છે. પેહલાં ચાર પદ્યો નથી. ૨૦માં પદ્ય પછીનાં ૨૯ પદ્યો ખૂટે છે. ચોથા તરંગમાં પહેલાં ૨૯ પદ્યો અને ૩૧મું પદ્ય નથી. વળી ૩૩મા પછીના પદ્યો પણ નથી. આમ અત્યારે તો જ્ઞાનાવર્ણવમાં ૬૧૩૩+૧૬+૩=૧૧૩ પદ્યો છે. પૌર્વાપર્ય- જ્ઞાનબિન્દુ-પ્રકરણ (પૃ. ૧૬)માં તેમ જ સ્યાદ્વાદ કલ્પલતા (પત્ર ૨૦ અ, ૪૮અ, ૫૪૪, ૨૭૮અ અને ૩૬૭ અ)માં જ્ઞાનાર્ણવનો નિર્દેશ છે. એ હિસાબે આ કૃતિ જ્ઞાનબિન્દુ પ્રકરણ અને સ્યાદ્વાદકલ્પલતા પહેલાં રચાયેલી છે એમ ફલિત થાય છે. "સ્વપજ્ઞ વૃત્તિ– જ્ઞાનાર્ણવ ઉપર ન્યાયાચાર્યની વૃત્તિ છે. જ્ઞાનબિન્દુ-મકરણ (ઉ.વિ.સં. ૧૭૩૧)– જ્ઞાનબિન્દુ એવા સંક્ષિપ્ત નામે ઓળખાવાતી આ કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એમ પાંચ જ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ છે ખરું પરંતુ જ્ઞાનાર્વણનો અને ખાસ કરીને તો નાણપવાય જેવા પુદ્ગુનો વિચાર કરીએ તો એ નાનકડું ગણાય. આ બાબત આ નામમાં રહેલો “બિન્દુ શબ્દ સારી રીતે દર્શાવે છે. આની શૈલી સૂત્રાત્મક, કારિકારૂપ કે વ્યાખ્યાનરૂપ નથી પરંતુ વર્ણનાત્મક છે. એમ હોઈ એ વિદ્યાનન્દકૃત પ્રમાણપરીક્ષા, મધુસૂદન સરસ્વતીએ રચેલી વેદાન્તકલ્પલતિકા અને સદાનન્દકૃત વેદાન્તસારને મળતી આવે છે. આ “મુખ્યતયા ગદ્યાત્મક કૃતિ વિવિધ અવતરણોથી તેમ જ આઠ ન્યાયોથી વિભૂષિત છે. એ પાઠ્ય-પુસ્તક તરીકે પસંદ કરવા જેવી છે. રચનાસમય- આ કૃતિમાં અધ્યાત્મસાર-પ્રકરણ (પૃ. ૧૩), અનેકાન્તવ્યવસ્થા (પૃ. ૪૦), અને જ્ઞાનાર્ણવ (પૃ. ૧૬)નો ઉલ્લેખ છે એટલે આ પ્રસ્તુત કૃતિ આ ત્રણની રચના બાદ યોજાઈ છે એમ ફલિત થાય છે. આ જ્ઞાનબિન્દુની વિ.સં. ૧૭૩૧માં લખાયેલી એક હાથપોથી મળે છે. ૧. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. ૨. આ વૃત્તિ અપ્રકાશિત હોય એમ લાગે છે. ૩. આ કૃતિ “જે. ધ. પ્ર. સ.” તરફથી “ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજીકૃત ગ્રંથમાલા'માં વિ.સં. ૧૯૬૫માં પ્રકાશિત થયેલી છે. મૂળ કૃતિ પં. સુખલાલનાં સંસ્કૃત ટિપ્પણો તેમ જ એમણે લખેલા મનનીય હિંદી પરિચય' તેમ જ છ પરિશિષ્ટો સહિત “સિં. જે. ગ્રં.”માં વિ.સં. ૧૯૯૮માં “જ્ઞાનબિન્દુ-મકરણ' એ નામથી પ્રસિદ્ધ કરાયેલી છે. [આનું પુનર્મુદણ દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા થયું છે.] ૪. આ કૃતિમાંથી મેં અવતરણ આહંત દર્શન દીપિકામાં આપ્યાં છે. ૫. અંતમાં નવ પદ્યોની પ્રશસ્તિ છે. ૬. એમાં સમાઇ-પહરણની ગાથાઓ પણ જોવાય છે. એના જ્ઞાનકાંડનો પ્રસ્તુત કૃતિમાં સારી રીતે સમાવેશ કરાયો છે. ૭. જુઓ જ્ઞાનબિન્દુ-મકરણ (પૃ. ૧૨૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy