SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭ P ૬૧ સ. ૨૧ ‘લવણ” સમુદ્રને અંગેની હકીકત રજૂ કરે છે. સ. ૨૨ ધાતકી” ખંડને લગતો છે. સ. ૨૩ “પુષ્કરાઈ' દ્વીપ અને “માનુષોત્તર' પર્વત વિષેની તેમ જ શાશ્વત ચેત્યો વિષેની અને સ. ૨૪ મનુષ્ય-ક્ષેત્રની બહાર આવેલા સૂર્યો અને ચન્દ્રો વિષેની તેમ જ દ્વીપો અને સમુદ્રો વિષેની હકીકત રજૂ કરે છે. સ. ૨૫ ચર અને સ્થિર ચન્દ્ર વગેરે વિશે માહિતી પૂરી પાડે છે. સ. ર૬-૨૭ ઊર્ધ્વ-લોકની સૌધર્માદિ કલ્પ વગેરેની હકીકત રજૂ કરે છે. આમ સોળ સર્ગમાં ક્ષેત્ર-લોકનું નિરૂપણ અપાયું છે. સ. ૨૮થી કાલ-લોકનું સ્વરૂપ વિચારાયું છે. પ્રારંભમાં કાળને દ્રવ્ય માનવો કે કેમ એ વિષય ચર્ચાયો છે. ત્યાર બાદ સમયથી માંડીને યુગ સુધીના કાળના વિવિધ વિભાગોની સમજણ અપાઈ છે. સ. ૨૯ ‘શીર્ષપ્રહેલિકા સુધીના વર્ષોનું તેમ જ અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું સ્વરૂપ રજૂ કરે છે. સ. ૩૦માં જિનેશ્વરના જન્મથી માંડીને નિર્વાણ સુધીની પરિસ્થિતિ વર્ણવાઈ છે. સ. ૩૧ ચક્રવર્તીનું સ્વરૂપ પૂરું પાડે છે. સ. ૩૨માં ઋષભદેવ વગેરે જિનેશ્વરોની સંક્ષિપ્ત જીવનરેખા રજૂ કરાઈ છે. સ. ૩૩માં આ ચાલુ અવસર્પિણીમાં થયેલા ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો વગેરેને લગતી માહિતી અપાઈ છે. સ. ૩૪માં અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરાનું વર્ણન છે. સાથે સાથે આવતી ઉત્સર્પિણીમાં થનારા જિનેશ્વરો વગેરે વિશે કેટલીક હકીકત છે. સ. ૩૫માં અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરાનું વર્ણન છે. સાથે સાથે આવતી ઉત્સર્પિણીમાં થનારા જિનેશ્વરો વગેરે વિશે કેટલીક હકીકત છે. સ. 3પમાં ચાર પ્રકારનાં પુદ્ગલ-પરાવર્તન, આઠ વર્ગણા, સ્પર્ધક ઇત્યાદિ વિષે માહિતી અપાઈ છે. આમ આઠ સર્ગ દ્વારા કાલ-લોકનું સ્વરૂપ આલેખાયું છે. સ. ૩૬માં છ પ્રકારના ભાવનું નિરૂપણ છે. ભાવ-લોક માટે આ એક જ સર્ગ છે. ચાર અનુયોગ-લોકપ્રકાશમાં દ્રવ્યાનુયોગના નિરૂપણને પ્રાધાન્ય અપાયું છે જ્યારે કાલાનુયોગનો વિષય સંક્ષેપમાં રજૂ કરાયો છે. તીર્થંકરાદિનાં ચરિત્રો ધર્મકથાનુયોગની વાનગી પૂરી પાડે છે. શ્રાવકોનાં બાર વ્રતો, ૧૮૦૦૦ શીલાંગ ઇત્યાદિ બાબતો જે પ્રસંગોપાત્ત આલેખાઈ છે તે ચરણકરણાનુયોગને અંગેની છે. આમ આ ગ્રન્થ ચારે અનુયોગની ન્યૂનાધિક સામગ્રીથી વિભૂષિત છે. સાક્ષી– લોકપ્રકાશમાં ૧૦૨૫ સાક્ષીઓ અપાઈ છે. એમાં ઘણીખરી વાર તો મૂળ પાઠો અપાયા છે. આ પૈકી કેટલાંક અવતરણો ગધમાં છે. ૧. જૈ, ધ. પ્ર. સ.” તરફથી ઇ.સ. ૧૯૩૪માં પ્રસિદ્ધ કરાયેલ “કાળલોકપ્રકાશ'માં પ્રારંભમાં પૃ. ૩૬-૪૩માં આ સૂચી અપાઈ છે. P ૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy