SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ P ૪૪ P ૪પ જૈનેન્દ્ર વ્યાકરણ(૪-૩-૧૮૦)માં કોઇકપ્રભાચન્દ્રનો ઉલ્લેખ છે. એને લગતું સૂત્ર નીચે મુજબ છે : “ત્રે: કૃતિ પ્રમાદ્રશ્ય" આ ઉપરાંત પરલ-નિવાસીવિનયનન્દિના શિષ્ય કે જેમને ચાલુક્ય નરેશકીર્તિવર્માએ (વિ. સં. ૬૨૪) દાન આપ્યું હતું તેમનું નામ પણ પ્રભાચન્દ્ર છે. વલી પ્રમેયકમલમાર્તડ વગેરેના કર્તાનું નામ પણ પ્રભાચન્દ્ર છે. આમ જે વિવિધ પ્રભાચન્દ્ર છે તે પૈકી કોણ અત્રે પ્રસ્તુત છે તેનો નિર્ણય કરવો બાકી રહે છે. પ્રસ્તુત કૃતિ દસ અધ્યાયમાં વિભક્ત છે. એમાં એકંદર ૧૦૭ સૂત્રો છે. અધ્યાયદીઠ તીને સંખ્યા નીચે મુજબ છે : ૧૫, ૧૨, ૧૮, ૬, ૧૧, ૧૪, ૧૧, ૮, ૭ અને ૫. આ સૂત્રો અર્થદૃષ્ટિએ તેમ જ કંઠસ્થ કરી શકાય એ દૃષ્ટિએ પણ સુગમ છે. ઉમાસ્વાતિકત ત. સૂ. સાથે આ કૃતિ સરખાવતાં એમ લાગે છે કે એ પ્રૌઢ કૃતિના સારરૂપ અને એના પ્રવેશદ્વારની ગરજ સારે એવી આ કૃતિ છે. તત્ત્વાર્થસાર (વિક્રમની બારમી સદી)- આ દિ. અમૃતચન્દ્રની પદ્યાત્મક રચના છે. એમણે કુન્દકુન્દાચાર્યકત 'પંચત્યિકાયસંગહ, અપવયણસાર અને સમયસારની વૃત્તિ રચી છે. વિશેષમાં પુરુષાર્થસિક્યુપાય પણ એમની કૃતિ છે. અનગારધર્મામૃત ઉપરની સ્વપજ્ઞ ટીકા નામે ભવ્યકુમુદચત્રિકા (પૃ. ૧૬૦ તેમ જ પૃ. ૫૮૮)માં આશાધરે આ અમૃતચન્દ્રનો ‘ઠક્કર” તરીકે નિર્દેશ કર્યો છે. પ્રસ્તુત કૃતિ નવ અધ્યાયમાં વિભક્ત છે. અને એમાં ૬૧૮ પદ્યો છે. આ કૃતિ જીવાદિ સાત પદાર્થોના નિરૂપણરૂપ છે. “મોક્ષતત્ત્વ' અધ્યાયના શ્લો. ૭ અને ૨૦-૫૪ રાજવાર્તિકમાંથી અને એ રાજવાર્તિકમાં ત. સૂ. ના ભાગ્યમાંથી ઉદ્ધત કરાયેલાં છે. લિઘુતત્ત્વસ્ફોટ– કર્તા અમૃતચન્દ્ર. આ દાર્શનિક કાવ્ય પદ્મનાભ જૈનીના અંગ્રેજી અનુવાદ અને પ્રસ્તાવના સાથે લા. દ. વિદ્યામંદિર અમદાવાદથી ઇ. સ. ૧૯૭૮માં અને હિંદી અનુવાદ સાથે જૈનવિદ્યાસંસ્થાન જયપુરથી સં. ૨૦૫૦માં પ્રસિદ્ધ થયું છે.] વરકાણાતીર્થ', મેવાડની તીર્થત્રયી (દેલવાડા, કેલવાડા, કરહેડા) જગવિખ્યાત જેસલમેરતીર્થ પ્રકા. શ્રુતનિધિ. તારંગાતીર્થ, ઉજ્જયંતગિરિ (ગિરનાર) આરસીતીર્થ આરાસણ (કુંભારિયાજી) પ્રકા. શેઠ આણંદજી કલ્યાણજી.] ૧. આને લઇને એનું “દશસૂત્ર' નામ સાન્તર્થ ઠરે છે. ૨. આને લઇને આનું તત્ત્વાર્થસાર નામ યોજાયું હશે. ગમે તેમ પણ એના એક અધ્યાયની પુષ્યિકામાં તત્ત્વાર્થસાર એવો ઉલ્લેખ જોવાય છે. જુઓ પ્રસ્તાવનાનું પૃ. ૯. ૩. આ કૃતિ “સનાતન જૈન ગ્રન્થમાલા''માં ઇ.સ. ૧૯૦૫માં છપાવાઇ છે. ૪-૬, આ ત્રણે પ્રકાશિત છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૭-૧૫૮). ૭. ત્રણે વૃત્તિ છપાયેલી છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૮) ઇત્યાદિ. ૮. આ કૃતિની પં. નાથુરામ પ્રેમીની હિન્દી ટીકા (અન્વયાર્થ અને ભાવાર્થ) સહિતની ચોથી આવૃત્તિ “રા. જે. શા.”માં ઇ.સ. ૧૯૫૩માં છપાવાઈ છે. આમાં પં. નાથુરામ પ્રેમીએ કહ્યું છે. કે મેઘવિજયે 'ત્તિપબોહનાલય (ગા. ૭)ની ટીકામાં તેમ જ અન્યત્ર જે બે પાઈય પદ્યો અમૃતચન્દ્ર આનું કહ્યું છે તે બ્રાન્ત છે. એમણે કોઈ પાઇય કૃતિ રચ્યાનો પુરાવો મળ્યો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy