SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૬ : દર્શનમીમાંસા : [પ્ર. આ. ૨૫-૨૮] હારિભદ્રીય ટીકાની એક વિશેષતા તે અ. ૫, સૂ. ૨૯ના ભાષ્યનું હરિભદ્રસૂરિએ કરેલું નિરૂપણ છે. અ. ૩, સૂ. ૧૧ની સિદ્ધસેનીય ટીકાની ‘‘અરે''થી થતી પાંચ પંક્તિ (પૃ. ૨૬૧) પ્રાયઃ એ જ શબ્દોમાં હારિભદ્રીય ટીકા (પૃ. ૧૭૫)માં જોવાય છે. આ ઝુપડુપિકાને અંગે કેટલીક વિશેષ માહિતી મેં શ્રી હરિભદ્રસૂરિ નામના મારા પુસ્તક (પૃ. ૨૧૫-૨૨)માં આપી છે. ૧૫ ઉપર્યુક્ત યશોભદ્રસૂરિ તે હારિભદ્રીય ષોડશક-પ્રકરણના વૃત્તિકાર છે કે અન્ય કોઇ તે જાણવું બાકી રહે છે. એઓ હરિભદ્રસૂરિના શિષ્ય કે સત્તાનીય હોય એમ જણાતું નથી, કેમકે નહિ તો યશોભદ્રસૂરિના શિષ્ય પોતાના ગુરુનો એ રીતે પરિચય આપત ને ? આ યશોભદ્રસૂરિને હાથે નહિ જેવો ભાગ પૂરો થવો કેમ રહી ગયો હશે એ જાણવું બાકી રહે છે. મલયગિરીય ટીકા— મલયગિરિસૂરિએ વિશદ અને સુબોધ વૃત્તિકાર તરીકે નામના મેળવી છે. એઓ શબ્દાનુશાસન કિવા મુષ્ટિવ્યાકરણ વગેરેના પ્રણેતા છે. એમને આ ઉપરાંત કેટલાક અન્યકર્તૃકP ૨૮ ગ્રંથો ઉપર પણ તેમ કર્યું છે. એનાં નામો વિષે આગળ ઉપર હું નિર્દેશ કરીશ. અહીં તો એ નોંધીશ કે નન્દીસુત્ત (ગા. ૩૦)માં આર્ય નાગહસ્તી માટેના ઉલ્લેખગત ‘વાગરણ’ના નિમ્નલિખિત ત્રણ અર્થો એની વૃત્તિમાં મલયગિરિસૂરિએ દર્શાવ્યા છે : (૧) સંસ્કૃત વ્યાકરણ, (૨) પ્રાકૃત વ્યાકરણ અને (૩) પ્રશ્નવ્યાકરણ. જો પ્રથમ અર્થ વાસ્તવિક હોય તો એ આર્ય સ્કન્દિલના કરતાં પહેલું રચાયેલું સંસ્કૃત વ્યાકરણ છે. નિષ્ણાત વૃત્તિકા૨ તરીકે મલયગિરિસૂરિ સુપ્રસિદ્ધ છે. એમણે નિમ્નલિખિત આગમો ઉપર એકેક વૃત્તિ રચી છે ઃ ૧. આ નામથી આ મારું પુસ્તક ‘‘શ્રી સયાજી સાહિત્યમાળા’’માં ૩૩૬મા પુષ્પ તરીકે ઇ.સ. ૧૯૬૩માં છપાવાયું છે. ૨. આ વ્યાકરણનું બે તાડપત્રીય પ્રતિઓના આધારે સ્વોપજ્ઞ વૃત્તિ સહિતનું સંપાદન પં. બેચરદાસ જી. દોશીએ કર્યું છે. એમણે સંસ્કૃતમાં જે પ્રસ્તાવના લખી હતી તેના ડો. નગીન જે શાહે અંગ્રેજીમાં કરેલા અનુવાદ સહિત આ પુસ્તક “લા. દ. વિદ્યામન્દિર” તરફથી ઇ.સ. ૧૯૬૭માં પાંચ પરિશિષ્ટો પૂર્વક પ્રકાશિત કરાયું છે. એમાં પાંચ સંધિરૂપ પાંચ પાદ તેમ જ નામને અંગે નવ પાદ, આખ્યાત અંગે દસ, કૃદન્ત અંગે છ અને તન્દ્રિત અંગેના બાર પાદો પૈકી ૨, ૩-૬ (ખંડિત), ૭-૧૦ અને ૧૧ (અપૂર્ણ)ને સ્થાન અપાયું છે. આ પુસ્તકનું નામ શબ્દાનુશાસન રખાયું છે. પ્રસ્તાવનામાં આ વ્યાકરણ વિ. સં. ૧૨૨૭માં રચાયાનો ઉલ્લેખ છે. ૩. ‘‘ભાં. પ્રા. સં. મં.’'માં વ્યાકરણની તાડપત્રીય પ્રતિ છે તેમાં આ નામ છે. આ વ્યાકરણ વિષે મેં જૈ. સં. સા. ઇ. (ખડ ૧)નાં પૃ. ૩૬-૪૦ તથા ઉપોદ્ઘાતનાં પૃ. ૪૫ અને ૪૮માં કેટલીક બાબતો નોંધી છે. ૪. વૈયાકરણ વિનયવિજયગણિએ લોકપ્રકાશ (ભાવલોક, શ્લો. ૨૯)માં એમનો એક ‘યુગપ્રધાન’ તરીકે નિર્દેશ કર્યો છે. જિનમંડનગણિએ કુમારપાલપ્રબન્ધ (પૃ. ૧૩)માં કહ્યું છે કે (‘કલિ.') હેમચન્દ્રસૂરિ અને દેવેન્દ્રસૂરિ સાથે મલયગિરિસૂરિ ગૌડ દેશ જવા માટે નીકળી ખિલ્લુરગ્રામે ગયા હતા. જુઓ મલગિરીય શબ્દાનુશાસનની પ્રસ્તાવના (પૃ. ૩). એમાં મલયગિરિસૂરિ બ્રાહ્મણ હશે અને સંન્યાસી થયા બાદ જૈન શ્રમણ થયા હશે એવું સૂચન કરાયું છે. પૃ. ૪માં કહ્યું છે કે એઓ ‘પૂર્ણતલ્લ’ અને ‘ખરતર’ સિવાયના કોઇ ગચ્છના છે. Jain Education International For Personal & Private Use Only P ૨૭ www.jalnelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy