SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫૦ : ઉત્કીર્ણ લેખો ઇત્યાદિ : પ્રિ. આ. ૩૬૦-૩૬૩] ૧૯૭ જામનગરના મંદિરની વિ.સં. ૧૬૯૭ની સંસ્કૃતમાં ૧૭ પદ્યમાં રચાયેલી પ્રશસ્તિની તેમ જ પાવાપુરીના મંદિરની વિ.સં. ૧૬૯૮ની પ્રશસ્તિરૂપ શિલાલેખની એકેક પ્રતિકૃતિ છે. આ ઉપરાંત અહીં આગ્રાના જિનમંદિરની સાત પદ્ય પૂરતી સંસ્કૃતમાં અને ત્યાર બાદ એકત્રીસા સવૈયામાં એક પદ્ય જેટલી હિંદીમા એમ આઠ પદ્યની વિ.સં. ૧૮૧૮ની પ્રશસ્તિની પ્રતિકૃતિ અપાઈ છે. એમાં "વીસાયંત્ર તરીકે ઓળખાવાતા માયાવી ચોરસની તેમ જ પંદર, ચોત્રીસ અને ૧૭૦ને અંગેના માયાવી ચોરસો પણ અપાયા છે. ત્રીજા ખંડમાં જેસલમેરનાં મંદિરોને અંગેના ૪૭૯ લેખો છે. તેમાં કિલ્લા ઉપરનાં આઠ મંદિરોના P ૩૬૩ ૨૮૬, નગરનાં મંદિર અને દેરાસરોના ૯૫, અમરસાગરના ૨૪, લોદ્રપુર (લોદરવા)ના ૩૨, દેવીકોટના૦, બ્રહ્મસરના ૯, ગજરૂપસાગરનાર અને અન્ય સ્થાનોના ૨૫ લેખ છે.11 આમાં ૨૧૪૪મો લેખ તપવિધિ તેમ જ આ ચોવીસીના અહીંના તીર્થકરોનાં પાંચે કલ્યાણકોની પાઇયમાં અપાયેલી તિથિઓ ઉપર પ્રકાશ પાડે છે. લોદ્રવાના પાર્શ્વનાથ-મંદિરની પ્રશસ્તિરૂપ શિલાલેખમાંના સંસ્કૃત ૨૫ પદ્યો સો પાંખડીના કમળરૂપ બંધથી વિભૂષિત છે અને એની પ્રતિકૃતિ અહીં પૃ. ૧૬૦ની સામે અપાઈ છે. ૧૧ | ૧ ૧૨ (S. ૧૫ ૧૦ ૧૨. ૨ | ૧૩ ૧ | ૧૪ | ૪. આના અંકો તિજયપહુzથોત્તમાં દર્શાવાયા છે. પ-૬, આ મંદિરો અને દેરાસરોનો પરિચય આ પુસ્તકમાં અપાયો છે. ૭. આ જેસલમેરની પશ્ચિમે પાંચ માઇલ પર અને મૂલસાગરથી એક માઈલ દૂર છે. ૮. જેસલમેરના રાજ્યમાં એ પ્રાંતની આ પ્રાચીન રાજધાની હતી. આનો પરિચય આ પુસ્તકમાં અપાયો છે. ૯-૧૦. આ બેનો પરિચય પણ આ પુસ્તકમાં અપાયો છે. ૧૧. જેસલ.સૂચીમાં વીસ જૈન લેખો અને કિલ્લામાંના લક્ષ્મીકાંતના અજૈન મંદિરનો એક લેખ એમ ૨૧ લેખ અપાયા છે. અમરસાગરને અંગેનો લોક ગિરામાંનો લેખ “જે. સા. સં.”માં છપાયો છે. બાકીના ૪૫૮ લેખો પહેલી વાર આ પુસ્તકમાં છપાયા છે. ૧૨. આની તિથિઓનો એક શિલાલેખ (કલ્યાણકપટ) આબુમાં છે. એ પાઈયમાં છે. એની પ્રતિકૃતિ અહીં અપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy