SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૯ : અજૈન દાર્શનિક કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૫૩-૩૫૭] ૧૯૩ મહાવિદ્યાદશશ્લોકીવિવરણ– મહાવિદ્યાદશશ્લોકી ઉપર કોઇકે વિવરણ રચ્યું છે અને એને અંગે ભુવનસુન્દરસૂરિએ ટિપ્પણ રચ્યું છે. આ ટિપ્પણ (પૃ. ૧૮૯)માં કોઈકે બ્રહવૃત્તિ રચ્યાનો ઉલ્લેખ છે. વિશેષમાં મૂળ કૃતિને અહીં “મહાવિદ્યા' કહી છે. ટિપ્પણ (પૃ. ૧૫૭)માં કહ્યું છે કે મે વિડંબનની ટીકામાં મહાવિદ્યાબૃહદ્ઘત્તિની વ્યાખ્યા કરી છે. વાદીન્દ્રકૃત મહાવિદ્યા ઉપર સોમસુન્દરસૂરિના શિષ્ય ભુવનસુન્દરસૂરિની ટીકા છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૬)માં ભુવનસુન્દરસૂરિનો (લઘુ) મહાવિદ્યાવિડંબનના કર્તા તરીકે ઉલ્લેખ છે. [૪] ન્યાયદર્શન (૧). P. ૩૫૬ ન્યાયમૂત્ર- આના રચનાર ગૌતમ અક્ષપાદ છે. એમની આ કૃતિ ઉપર શ્રીકંઠે વૃત્તિ રચી છે. એને ન્યાયાલંકાર તેમ જ તાત્પર્ય-પરિશુદ્ધિ કહે છે. આ ન્યાયાલંકાર ઉપર જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય અભયતિલકગણિએ વિ. સં. ૧૩૧૨ની આસપાસમાં ૧૨૦૦ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે. એનો પંચપ્રસ્થન્યાયતર્કવ્યાખ્યા તરીકે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૧)માં ઉલ્લેખ છે. ઉપર્યુક્ત ટિપ્પણ ન્યાયસૂત્ર એનું ભાષ્ય, ભાષ્યનું વાર્તિક અને એ વાર્તિકની તાત્પર્યટીકા અને એ ટીકા ઉપરની તાત્પર્યપરિશુદ્ધિ એમ પાંચને સ્પર્શે છે. ખાસ કરીને તો એ તાત્પર્યપરિશુદ્ધિ ઉપર જ છે. તર્કભાષા (ઉ. વિ. સં. ૧૩૫૦)- આ કેશવમિશ્રની કૃતિ છે. એઓ ઈ.સ. ૧૩૦૦ની પહેલાં થયાનું અનુમનાય છે. આ તર્કભાષા ઉપર શુભવિજયગણિએ વિ. સં. ૧૬૬૫માં વાર્તિક રચ્યું છે અને સિદ્ધિચન્દ્રગણિએ ર૬૦૦ શ્લોક જેવડી ટીકા રચી છે, વળી આ તર્કભાષા ઉપર અજૈન ગોવર્ધન ગૌરીકાન્તની પણ તર્કભાષા પ્રકાશિના નામની ટીકા છે અને એ ટીકા ઉપર વિનયસમુદ્રના શિષ્ય ગુણરત્નમણિએ તર્કતરંગિણી નામની વૃત્તિ રચી છે. એ લગભગ ૭000 શ્લોક જેવડી છે અને એ નવ્ય ન્યાયથી પુષ્ટ છે. તર્કસંગ્રહ (વિક્રમની ૧૭મી સદી)– આના કર્તા અન્નભટ્ટ છે. એમણે આ કૃતિ ઉપર દીપિકા P ૩૫૭ રચી છે. એમણે રઘુનાથની દીધિતિનો ઉપયોગ કર્યો છે અને ગદાધરથી એઓ પરિચિત હતા. એ વિચારતાં એઓ ઇ.સ. ૧૬૦૦ પછી થયા જણાય છે. આ તર્કસંગ્રહ ઉપર ‘ખરતર’ ગચ્છના દીપચન્દ્રના શિષ્ય કર્મચન્દ્ર વિ.સં. ૧૮૨૪માં નાગપુરમાં પદાર્થબોધિની નામની ટીકા રચી છે. ૧. આ ગા. પો. ગ્રં. માં. પ્રકાશિત છે. ૨. શ્રીકંઠે રચેલું ટિપ્પણ જેસલમેરના ભંડારમાં છે. ૩. આ પ્રકાશિત છે. યશોવિજયગણિએ તેમ જ યશસ્વત્સાગરે પણ તર્કભાષા નામની એકેક જૈન કૃતિ રચી છે. ૪. આ વાર્તિક સાથે તર્કભાષા મુનિ રત્નજ્યોત વિ. ના અનુવાદ સાથે રંજનવિ. લાયબ્રેરી માલવાડાથી બે વાર છપાયું છે. આની પ્રસ્તાવનામાં પં.જિતેન્દ્ર બી. શાહે તર્કભાષા ઉપરની ૧૬ ટીકાની વિગત આપી છે.] ૫. આની રચના ઈ.સ. ૧૫૭૮થી ઇ.સ. ૧૬૮૧ના ગાળામાં થઇ છે. દ, અભયદેવસૂરિએ દીપિકા સહિત જે તર્કસંગ્રહ રચ્યો છે તે જૈન કૃતિ છે કે ઉપર્યુક્ત અન્નભટ્ટની કૃતિ ? Jain 23.cation International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy