SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૭ આ કલ્પોમાં કેટલાંક સ્થળો વિષે પૌરાણિક તો કેટલાંક વિષે ઐતિહાસિક બિનાઓ રજૂ કરાઈ છે. "વિચારસંગ્રહ, વિચારામૃતસંગ્રહ, કિવા સિદ્ધાન્તાલાપકોદ્ધાર (વિ. સં. ૧૪૪૩)–આ કૃતિના રચનાર દેવસુન્દરસૂરિના શિષ્ય કુલમંડનસૂરિ છે. એમણે ૨૨૦૦ શ્લોક જેવડી આ કૃતિ વિ. સં. ૧૪૪૩માં રચી છે. આની આ જ વર્ષમાં રચાયેલી એક હાથપોથી મળે છે. ' P ૩૨૧ સમાનનામક કૃતિઓ-વિચાર સંગ્રહ એ નામની એક કૃતિ સોમપ્રભસૂરિએ રચી છે અને એ ૨૨000 શ્લોક જેવડી છે. એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૨)માં ઉલ્લેખ છે પણ આ ગ્રંથાગ્ર વિષે મને શંકા રહે છે. આ નામની બીજી એક કૃતિ સમયમાણિજ્યગણિએ રચી છે. વળી આ નામની બીજી એક અજ્ઞાતકર્તુક કૃતિ પણ છે. જેમ કુલમંડનસૂરિએ વિચારામૃતસંગ્રહ રચ્યો છે. તેમ જિનહર્ષે આ નામની કૃતિ રચી છે. એનું બીજું નામ વિંશતિસ્થાનકવિચારામૃતસંગ્રહ છે. એ ૨૮૦૦ શ્લોક જેવડી કૃતિ વિ. સં. ૧૫૦૨માં રચાઈ છે. એમાં વીસ સ્થાનકો યાને પદોનું સ્વરૂપ વિસ્તારથી અપાયું છે અને સાથે સાથે પ્રત્યેક પદ અને પદ્યાત્મક કથા પણ અપાઈ છે. એમાં રર પદ્યની પ્રશસ્તિ છે." ઐવિદ્ય-ગોષ્ઠી (વિ. સં. ૧૪૫૫)–આ કૃતિ “સહસાવધાની’ મુનિસુન્દરસૂરિએ બાળપણમાં P ૩૨૨ બાર-ચૌદ વર્ષની વયે જીભની પટુતા કેળવવા અર્થે વિ. સં. ૧૪૫૫માં મુખ્યતયા ગદ્યમાં રચી છે. આના પ્રારંભમાં અને અંતમાં એકેક પદ્ય છે. આ કૃતિ “જયશ્રી'થી શરૂ કરાઈ છે. એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત પદ્ય અવતરણરૂપે અપાયાં છે. વિષય-આ કૃતિનું નામ જ સૂચવે છે તેમ આમાં લક્ષણ અર્થાત્ વ્યાકરણ, છંદ, કાવ્ય અને પ્રમાણ અર્થાત્ તર્ક એમ ચાર વિદ્યાનું નિરૂપણ છે. પ્રથમ ભૂમિકા (પત્ર-૩૮)માં એ વિદ્યાનાં વિવિધ સાધનો ગણાવાયાં છે. જેમકે (૧) વિશુદ્ધ બુદ્ધિનો આભોગ (વિસ્તાર), (૨) સદ્ગુરુનો સમાયોગ, (૩) સગુરુના વિનયનો પ્રયોગ, (૪) પુસ્તકોની પ્રાપ્તિનો યોગ, (૫) પ્રમત્તતાનો વિયોગ, (૬) અવિચ્છિન્ન ઉપયોગ, (૭) શુભ અભિયોગ, (૮) શરીરનું આરોગ્ય, (૯) ભાગ્ય ઇત્યાદિ. આ સર્વ સાધનો એકસાથે મળવા મુશ્કેલ છે છતાં એવા મહાપુરુષો થયા છે કે જેમને એ મળ્યાં હતાં. દા. ત. સિદ્ધસેન દિવાકર, મલવાદી, હરિભદ્રસૂરિ, ‘વાદી” દેવસૂરિ, હેમચન્દ્રસૂરિ વગેરે. ૧. આ સંસ્કૃત કૃતિ હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. ૨. આ નામ ‘ખરતરગચ્છના શાન્તિહર્ષના શિષ્ય જિનહર્ષે વિ. સં. ૧૭૪૮માં રચેલા “વીસ સ્થાનકનો રાસ”ના અંતમાં અપાયું છે. ૩. આ કતિ “દે. લા. જૈ. પુ. સ.” તરફથી ઇ. સ. ૧૯૨૨માં પ્રકાશિત થયેલી છે. ૪. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૩). ૫. વિશેષ માટે જુઓ શ્રી તીર્થંકર-પદવીસોપાનનું મારું પ્રાસ્તાવિક (પૃ. ૭-૧૧). ૬. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ-૧, પૃ. ૩૦૧). ૭. આનું બીજું નામ પંચદર્શનસ્વરૂપ છે. એવો જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૬૫)માં ઉલ્લેખ છે તે બ્રાન્ત છે. આ નામની એક કૃતિનો પરિચય મેં ઉપદેશરનાકરની ભૂમિકા (પૃ. ૬૮ ને ૯૨)માં આપ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy