SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૫ : અનુષ્ઠાનવિધિ : પ્રિ. આ. ૨૭૮-૨૮૧] ૧૫૧ અહંદભિષેકવિધિ– જૈ. ગ્રં. (પૃ. ૧૫૩)માં આ નામની એક કૃતિની નોંધ છે તે કઈ તે જાણવું બાકી રહે છે. અભિષેકવિધિ કિવા બૃહચ્છાન્તિકાભિષેક- આ દિ. આશાધરની કૃતિ છે એમ જિ. ૨. કો. મે ૨૮૦ (વિ. ૧)નાં પૃ. ૧૪ અને ૨૮૫માં ઉલ્લેખ છે. અભિષેકવિધિ નામની એક અજ્ઞાતકર્તૃક રચના પણ છે. 'નિત્યમહોદ્યોત કિવા મહાભિષેક- આ કૃતિ આશાધરે રચી છે અને એનો ઉલ્લેખ એમણે ધર્મામૃતની સ્વપજ્ઞ વૃત્તિ નામે ભવ્યકુમુદચન્દ્રિકાની પ્રશસ્તિ (શ્લો. ૧૭)માં કર્યો છે. એનો વિષય જિનાભિષેકની વિધિ છે. એથી આ કૃતિ તે જ ઉપર્યુક્ત અભિષેકવિધિ તો નથી એવો પ્રશ્ન મને ફુરે છે. મહાભિષેક- આ નામની બીજી ચાર કૃતિઓ છે. તે પૈકી એકના કર્તાનું નામ જાણવામાં નથી. બાકીના ત્રણનાં નામ ગુણભદ્ર, જિનસેન અને પૂજ્યપાદ છે. સ્નાત્ર-વિધિ- આ નામની ચાર કૃતિની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૭)માં છે. એ પિકી જીવદેવસૂરિની રચના તો જ. મ. માં છે અને એના ઉપર “ચન્દ્ર' કુળના ગોગ્ગટસૂરિના શિષ્ય સમુસૂરિની ધૂમાવલિકા નામની વૃત્તિ છે. આ વૃત્તિનું બીજું નામ કુસુમાવલી છે અને એ ૨૫૦ શ્લોક જેવડી છે. દેવીન્દ્ર પસ્નાત્ર-વિધિ નામની એક કૃતિ રચી છે. વળી “વાદિવેતાલ' શાન્તિસૂરિએ ૨૮૧ પણ તેમ કર્યું છે એ સૂરિની આ કૃતિને પર્વપંચાશિકા, પર્વભંજિકા તેમ જ સ્નાનવિધિ પણ કહે છે. એ શું પૃ. ૨૭પમાં નિર્દેશાયલી અ. વિ. તો નથી એવો પ્રશ્ન કોઇક કરે છે. એક અજ્ઞાતકર્ણક સ્નાત્રવિધિ છે અને એ સટીક છે. “જન્માભિસેય (જન્માભિષેક)- આ નામની એક કૃતિ અપ્રભંશમાં છે. જુઓ પત્તન.સૂચી (પૃ. ૧૮૪). રત્નત્રયવિધાન- આ દિ. આશાધરની કૃતિ છે. એનો ઉલ્લેખ એમણે ધર્મામૃતની સ્વપન્ન વૃત્તિ નામે ભવ્યકુમુદચન્દ્રિકાની પ્રશસ્તિ (શ્લો. ૧૮)માં કર્યો છે. ૧. આને શ્રતસાગરની ટીકા સહિત પન્નાલાલ સોનીએ અભિષેકપાઠસંગ્રહમાં સ્થાન આપ્યું છે. આ ટીકાની એક હાથપોથી વિ. સં. ૧૫૮૨માં લખાયેલી છે. ૨. આ નામાંતર માટે જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૫). ૩. આ પૃ. ૨૭૫. ટિ. ૧માં મેં નોંધેલી જિણન્ડવણવિહિ (જિનસ્નાનવિધિ) છે અને એ “જૈ. સા. વિ.”માં પ્રકાશિત છે. ૪. આ “જૈન સાહિત્યવિકાસમંડલ” તરફથી છપાયેલી છે અને એને પંજિકા' કહે છે. ૫. આ ગુજરાતી જ કૃતિ હશે એમ લાગે છે. ૬. આ કૃતિ તે અ. વિ. છે એમ કેટલાક માને છે. ૭. આ પર્વપંચાશિકાની શીલાચાર્યકૃતિ વૃત્તિનું પણ નામ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૦) જોતાં જણાય છે. ૮. “જન્માભિસેય અને મહાવીરકલશ” નામનો મારો લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૪, અં ૩-૪)માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy