SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૩ P ૨૩૫ આમ જે કેટલીક નવીન બાબતો બન્યુષણે રજૂ કરી છે એ ઉપરથી એઓ મલ્લિષણસૂરિના લઘુ ગુરુબધુ કે શિષ્ય હશે એમ કેટલાક માને છે. ભારતી-કલ્પ કિવા સરસ્વતી-કલ્પ (લ. વિ. સં. ૧૧૧૦)–આના કર્તા મહાપુરાણ વગેરે રચનારા દિ. મલ્લિણસૂરિ છે. આ કલ્પમાં ૭૮ પડ્યો અને વચ્ચે ગદ્યાત્મક લખાણ છે. ગ્લો. રમાં સરસ્વતીના ધ્યાનની અને એનાં ચિહ્નોની હકીક્ત છે. શ્લો. ૨૮માં “હીનો ઉલ્લેખ છે. કામચાંડાલિની-કલ્પ કિંવા સિદ્ધાયિકા-કલ્પ (લ. વિ. સં. ૧૧૧૦)–આ કલ્પ મહાપુરાણ વગેરેના કર્તા દિ. મલ્લિષેણસૂરિએ રચ્યો છે એમાં પાંચ અધિકાર છે. આનાં આદ્ય બે પદ્યો જોતાં જણાય છે કે આ મલ્લિષણ સંસ્કૃત અને પાઇય એ ઉભય ભાષાના કવિ હતા. એઓ જે કોઇ કૃતિ રચતા તે મનમાં પૂર્ણ રચાઇ જાય પછી જ એને ભૂમિ કે પત્થર ઉપર લિપિબદ્ધ કરતા. આ એમની સ્મરણશક્તિની તેજસ્વિતાનું દ્યોતન કરે છે. હેમકલ્પ–“નાદાગુર્તા ''થી શરૂ થતાં ચાર પદ્યોને અંગે પાદલિપ્તસૂરિકૃત સ્વપજ્ઞ આમ્નાય છે. એ આમ્નાયને “હેમકલ્પ' કહ્યો હોય એમ લાગે છે. મહાવીરસવની ટીકા (વિ. સં. ૧૭૩૯)–પાદલિપ્તસૂરિએ “નયે નવનત્નિન''થી શરૂ થતો અને સુવર્ણસિદ્ધિગર્ભિત સાત પદ્યનો મહાવીરસ્તવ રચ્યો છે. એના ઉપર “વિધિ પક્ષના વાચક પુણ્યસાગરે સંસ્કૃતમાં વિ. સં. ૧૭૩૯માં ટીકા રચી છે. આ ટીકા દયાસાગરના પ્રસાદને આભારી છે એમ એમણે કહ્યું છે. આ ટીકામાં “હનુમન્ત્રા''થી શરૂ થતા પદ્યની ટીકામાં “ગા' એટલે અબરખ, ‘હા’ એટલે હરિતાલ, “જુઅલ” એટલે તાર અને “જિન” એટલે પારો એમ અર્થો કરાયા છે. "ઉગ્રવીરકલ્પ–આનો પ્રારંભ નિમ્નલિખિત પદ્યથી કરાયો છે :"उग्रवीरं महाविष्णुं( ष्णुं) ज्वलंतं सर्वतो मुखम् । नृसिंहं भीषणं भद्रं मृत्यु मृत्युं नमाम्यहं ॥१॥ ત્યાર બાદ ગુજરાતીમાં લખાણ છે. એમાં મસ્તક, લાલટ ઇત્યાદિ રર અવયવોનાં નામ છે તેમજ ઉચ્ચાટન વગેરે અંગે મંત્રો અપાયા છે. - મત્રાધિરાજ-કલ્પ (લ. વિ. સં. ૧૨૫૦)–આના કર્તા સાગરચન્દ્ર છે. આ કલ્પ પાંચ પટલમાં P ૨૩૬ ૧. આ ભૈ.પ.ક.માં ૧૧મા પરિશિષ્ટ તરીકે (પૃ. ૬૧-૬૮)માં પ્રકાશિત કરાયો છે. એમાં કેટલેક સ્થળે પાઠ ખંડિત છે. ૨. આ માટે જુઓ “અનેકાન્ત” (વ. ૧, પૃ. ૪૨૮). ૩. દ્વિતીય ટિપ્પણમાં નિર્દેશાયેલા પુસ્તકમાં જિનદત્તસરિકત આમ્નાય-હેમકલ્પ ગુજરાતીમાં આ ૪. આ ટીકા “મહાચમત્કારીક વિશાયંત્રકલ્પ”ના લગભગ અંતમાં છપાવાઇ છે. વિશેષમાં આ ટીકા પછી“''થી શરૂ થતાં ચાર પદ્યોને અંગે પાદલિપ્તસૂરિકૃત સ્વોપજ્ઞ સ્તોત્રમ્નાય પ્રસિદ્ધ કરાયો છે અને એના અંતમાં “હેમકલ્પ સ્વપજ્ઞાવચૂરિ” ઉલ્લેખ છે. ત્યાર બાદ આ વિ. સં. ૧૬૩૩ની હાથપોથીની નકલ છે એમ કહ્યું છે. ૫. ટિ. રમાં નિર્દેશાયેલા પુસ્તકના પ્રાન્ત ભાગમાં આ અપાયો છે. ૬. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૨૨૭-૨૨૮)માં છપાયો છે. ૭. સિદ્ધરાજ જયસિંહની સભાના એક વિદ્વાનનું નામ સાગરચન્દ્ર છે. અમરચરિત્રના પ્રથમદર્શ લખનારનું નામ પણ સાગરચન્દ્ર છે. વળી “ખરતર' ગચ્છના જિનરાજસૂરિની આજ્ઞાથી વિ. સં. ૧૪૫૯માં જિનબિંબની સ્થાપના કરનારનું નામ પણ સાગરચન્દ્ર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy