SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ $ OOO OE w wm o M ગુણરત્નવિજયજીએ ૨૭૧ ગાથામાં રચી એને સંસ્કૃતમાં ૧૭૨૫૦ શ્લોક જેવડી વૃત્તિ વડેવીરસંવત્ ૨૪૮૮માં વિભૂષિત કરી છે. અંતમાં ગુજરાતીમાં ભાવાનુવાદ છે. P ૨૦૭ આ સ્વપજ્ઞ વૃત્તિમાં નવ અધિકારોનું અને એ પૈકી ઘણાખરાનું સચિત્ર સ્વરૂપે નિરૂપણ છે. આ અધિકારોનાં નામ અને એને લગતાં ચિત્રોની સંખ્યા નીચે મુજબ છે :અધિકાર ચિત્રસંખ્યા ૧. યથાપ્રવૃત્તકરણ ૨. અપૂર્વકરણ ૩. સવેદાનિવૃત્તિકરણ અશ્વકર્ણકરણોદ્ધા ૫. કિટ્ટિકરણોદ્ધા કિટ્ટિવેદનાદ્ધા અપગતકષાયોદ્ધા સયોગિકેવલિગુણસ્થાનક ૯. અયોગિકેવલિગુણસ્થાનક પરમાત્મપંચવિંશતિકા (ઉ. વિ. સં. ૧૭૪૩)- આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આ > ૨૦૮ અનુષ્ટ્રભૂમાં ૨૫ પદ્યમાં રચાયેલી લઘુ કૃતિ પરમાત્માના સ્વરૂપ અને એમના ગુણો ઉપર તેમ જ સિદ્ધોના સુખ ઉપર પ્રકાશ પાડે છે. તેના પ્રારંભમાં “ઐન્દ્ર' શબ્દ નથી. અંતમાં “અવિનશ્રયમ્' એવો શબ્દગુચ્છ છે. ભાષાંતર– પં લાલને આ પચ્ચીસીનું તેમ જ પરમજ્યોતિઃ પંચવિશતિકાનું પણ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. "પરમજ્યોતિ પંચવિશતિકા – ન્યાયાચાર્ય યશોવિજયગણિએ જે બે પચ્ચીસી રચી છે તે પૈકી આ એક છે. એનો પ્રારંભ “પેન્દ્રથી થાય છે. અંતમાં “વિનયમ્' એવો શબ્દગુચ્છ છે. આ લઘુ કૃતિમાંનાં પચ્ચીસે પદ્યો અનુણ્ભમાં છે. આત્માના શુદ્ધ સ્વરૂપની જ્યોતિ કેવી હોય તેનું અહીં વર્ણન છે. ભાષાન્તર- આ ગુજરાતી ભાષાન્તર ૫. લાલને કર્યું છે. છે : ૧. “અદ્ધા' એટલે કાળ. “અદા' એ દેશિય (દશ્ય) શબ્દ છે. એ ઠાણ (ઠા. ૨, ૧)માં વપરાયો છે. કેટલીક જૈન કૃતિમાં એ જાણે સંસ્કૃત ભાષાનો શબ્દ હોય તેમ એનો પ્રયોગ કરાયેલો જોવાય છે. ૨. આ કતિ “મુ. ક. જૈ. મો.”માંપ્રતિમા–સ્થાપન-ન્યાય અને પરમજ્યોતિ પંચવિંશતિકાસહિતવીરસંવત ૨૪૪૬માં છપાયેલી છે. '૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૭)મં આને “પરમાત્મ-જયોતિ-પંચવિંશતિકા” કહી છે ૪. આને અંગેની માહિતી મેં યશોદોહન (પૃ. ૧૧, ૩૬, ૮૮ અને ૨૫૬)માં આપી છે. પ. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. ૬. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૬)માં આ નામથી આ કૃતિનો ઉલ્લેખ છે. એનો પરિચય મેં યશોદોહન (પૃ. ૧૧, ૩૬ અને ૮૮)માં આપ્યો છે. ૭. આ પ્રકાશિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy