SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૯૧-૧૯૫] ૧૦૫ ભાસ્કનન્દિએ ધ્યાનસ્તવ, ભાવવિજયે વિ.સં. ૧૬૯૬માં ધ્યાનસ્વરૂપ, અભયચન્દ્ર ધ્યાનામૃત અને કોઈકે ધ્યાનવિચાર રચેલ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯૯) જોતાં જણાય છે. [ધ્યાનશાસ્ત્રકર્તા રામસેનાચાર્ય, સંપા. જુગલકિશોર મુખ્તાર. પ્રકા. “વીરસેવામંદિર” દીલ્હી ઈ.સ. ૧૯૬૩.] રત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમારોહની સ્વપજ્ઞ મનાતી વૃત્તિનાં પત્ર ૩૭ અને ૩૮માં ને ૧૯૪ ધ્યાનદંડકસ્તુતિના ઉલ્લેખપૂર્વક એમાંથી એકેક પદ્ય અવતરણરૂપે અપાયું છે. એ નીચે મુજબ છેઃ "नासावंशाग्र भागस्थितनयनयुगो मुक्तताराप्रचार : शेषाक्षक्षीणवृत्तिस्त्रिभुवनविवरोद्धान्तयोगैकचक्षुः । पर्यङ्कातङ्कशून्यः परिकलितघनोच्छ्वासनिःश्वासवातः स ध्यानारूढमूर्तिश्चिरभवतु जिनो जन्मसम्भूतिभीतेः ॥" "सङ्कोच्यापानरन्, हुतवहसदृशं तन्तुवत् सूक्ष्मरुपं धत्वा हत्पद्मकोशे तदनु च गलके तालुनि प्राणशक्तिम् । नीत्वा शून्यातिशून्यां पुनरपि खगतिं दीप्यमानां समन्तात् लोकालोकावलोकां कलयति स कलां यस्य तुष्टो जिनेशः ॥" આ ઉપરથી ફલિત થાય છે કે ધ્યાનના સ્વરૂપની સાથે સાથે પ્રસ્તુત કૃતિ જિનેશ્વરની સ્તુતિરૂપ છે. આ સ્તુતિની નોંધ જિ. ૨. કો.માં નથી.” નિષ્કર્ષ– ધ્યાનને અંગે જે થોડીક સ્વતંત્ર કૃતિઓ છે તેમાંથી એકે વિષયનિરૂપણ કે પ્રાચીનતાની અપેક્ષાએ તો ઝાણઝયણની બરાબરી કરી શકે તેવી નથી. સમતા P ૧૯૫ રાગ અને દ્વેષની જટિલ જંજીરમાં જકડાયેલા આત્માને એમાંથી મુક્ત કરનાર “સમતા છે. આને ભગવદ્ગીતા (અ. ૨)ના નિમ્નલિખિત પદ્યમાં “યોગ' કહ્યાં છે : “योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ! ।। સિદ્ધચસિદ્ધયો; સમો ભૂત્વા સમત્વે ‘વો' તે | ૪૮ | ” સમભાવશતક (ક) ( )- આના કર્તા ધર્મઘોષ(સૂરિ) છે. સામ્યશતક ( )- અભયદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ ૧૦૬ શ્લોકોમાં આ શતક રચ્યું છે. ૧. ધ્યાનસ્વરૂપનું ધ્યાનસ્વરૂપનિરૂપણપ્રબન્ધ' નામની જે કૃતિ “જૈન ગુર્જરાદિ કૃતિ-સમુચ્ચય'માં દસ ઢાલમાં પૃ. ૧-૨૫માં છપાઈ છે તે જ આ છે એમ એના કર્તા અને રચનાવર્ષ તેમ જ એની સુરતમાંની એક હાથપોથી વિચરતાં જણાય છે. ૨. આથી તો મેં પ્રસ્તુત કૃતિનાં બે જ પદ્યો જે ઉપલબ્ધ છે તે અત્ર આપ્યાં છે. આ કૃતિ કોઇ સ્થળેથી કદાચ મળી આવે એ વાતે પૂરો પ્રયાસ થવો ઘટે. ૩. “એ. એમ. એન્ડ કંપની” તરફથી મુંબઇથી ઇ.સ. ૧૯૧૮માં આ પ્રસિદ્ધ કરાયું છે. [આ. ભદ્રગુપ્તસૂરિજીનું વિવેચન નામે “પીઓ અનુભવરસ પ્યાલા” વિ. ૬, પ્ર. થી પ્રગટ થયું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy