SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : [પ્ર. આ. ૧૮૮-૧૯૧] (ગા.૮૩)માં ગુણશ્રેણિનો અર્થ ‘દલરચના’ કર્યો છે. દ્રવ્યલેપ સમજાવતાં વજ્રલેપનો નિર્દેશ કરાયો છે. પરમલવ એટલે ઉપશમ-શ્રેણિ અને ક્ષપક શ્રેણિ એમ અત્ર કથન છે. પ૨મમાત્રાનો જે ૨૪ વલયો સાથે સંબંધ છે. તેના નામો અપાયાં છે. દા.ત. શુભાક્ષરવલય, અનક્ષરશ્રુતવલય ઇત્યાદિ. અનક્ષરશ્રુતવલય પરત્વે “સસિયં નીસિયં''થી શરૂ થતી ગાથા એટલો જ ઉલ્લેખ છે. એ સંપૂર્ણ ગાથા અપાઇ નથી. એ ગાથા નન્દીસુત્ત (પત્ર ૧૮૭અ) તેમજ કમ્પની નિજ્જુત્તિમાં ગા. ૭૬ તરીકે અને આવસ્સયની નિજ્જુત્તિમાં પણ એક ગાથા તરીકે જોવાય છે. ૨૨મું વલય ૯૬ ભવનયોગને લગતું છે તો ૨૩મું ૯૬ કરણયોગ સંબંધી છે. ૨૪મું વલય ૯૬ કરણો અંગેનું છે. દ્રવ્યસિદ્ધિ એટલે અણિમા ઇત્યાદિ આઠ લૌકિક સિદ્ધિઓ અને ભાવસિદ્ધિ એટલે મુક્તિ પદને પામેલા જીવોના ૬૨ (૩૧+૩૧) ગુણોનું સંકીર્તન એમ અહીં કહ્યું છે. આમ કરતી વેળા આયાર (સુય. ૧, સુત્ત ૧૭૧-૧૭૨) તેમ જ “અહવા મે ળવ રિસળમ્નિ''થી શરૂ થતી ગાથાનું પ્રતીક અપાયું છે. ભાવના અને અનુપ્રેક્ષાથી રહિત ચલ ચિત્ત તે ‘ચિન્તા’ એમ કહી એના સાત પ્રકારો ગણાવાયા છે. ભાવના-ધ્યાનનું સ્વરૂપ ભગવદ્ગીતા (અ. ૬)નો શ્લો. આપી રજૂ કરાયું છે. ભાવનાના જ્ઞાનભાવના ઇત્યાદિ ચાર પ્રકારો અને એ દરેકના ત્રણ ત્રણ ઉપપ્રકારો ચાર ગાથાના પ્રતીક દ્વારા સમજાવાયા છે. આ ચાર ગાથા ઝાણઝયણની ગા. ૩૧-૩૪ છે એમ પ્રતીકો ઉપરથી કહી શકાય. ૧૦૩ અનુપ્રેક્ષાના બાર ભેદો છે એમ કહી ‘પઢમં અભિન્નમાવું ત્યારિ' ઉલ્લેખ છે. ૯૬ ભવનયોગ નીચે મુજબ ગણાવાયા છે ઃ યોગ, વીર્ય, સ્થામન્, ઉત્સાહ. પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય માટેની સમજણ આપી એ દરેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ પ્રકારો હોવાનું કહ્યું છે. આમ જે ૨૪ પ્રકારો પડે છે એ પ્રત્યેકના પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા એમ ચચ્ચાર ઉપપ્રકારો ગણતાં ૯૬ થાય છે. પ્રણિધાનાદિ ચારનું સ્પષ્ટીકરણ કરતી વેળા દરેકનું અનુક્રમે પ્રસન્નચન્દ્ર, ભરતેશ્વર, દમદત્ત અને પુષ્પભૂતિ એમ એકેક દષ્ટાંત અપાયું છે. ઉપ૨ જે ૯૬ની સંખ્યા અપાઇ છે ભવનયોગ તેમ જ કરણયોગ બંને અંગેની છે. એ ૯૬ પ્રકારો મરુદેવાની જેમ સહજ પ્રકારે થાય તો તે ૯૬ ભવનયોગ ગણાય છે જ્યારે એ જ ૯૬ પ્રકારો ઉપયોગપૂર્વક કરાય તો ૯૬ કરણયોગ કહેવાય છે. મન, ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, સ્મૃતિ, બુદ્ધિ, ઈહા, મતિ, વિતર્ક અને ઉપયોગ એ દરેકના આઠ આઠ ભેદો તે ૯૬ કરણો છે. એનાં નામો ઉન્મનીકરણ ઇત્યાદિ અત્ર અપાયાં છે. ધ્યાનના ૨૪ પ્રકારોને ૯૬ કરણોએ ગુણતાં ૨૩૦૪ થાય છે. એને ૯૬ કરણયોગો વડે ગુણતાં ૨૨૧૧૮૪ થાય છે. ૨૩૦૪ને ૯૬ ભવનયોગો વડે ગુણતાં પણ ૨૨૧૧૮૪ થાય છે. એ બંને મળીને ૧. આનું સ્વરૂપ બૃહત્સંહિતામાં ચાર પદ્યો દ્વારા દર્શાવાયું છે. ૨. આ ગાથાનું વિવરણ આવસ્યયની ટીકા (પત્ર ૬૬૩અ)માં હરિભદ્રસૂરિએ કર્યું છે. ૩. આથી મરણસમાહિની ગા. ૭૩-૭૪ અભિપ્રેત હોય એમ લાગે છે. ૪. જેમકે યોગના યોગ, મહાયોગ અને પરમયોગ તથા વીર્યના વીર્ય, મહાવીર્ય અને પરમવીર્ય ઇત્યાદિ. Jain Education International For Personal & Private Use Only P ૧૯૮ P ૧૯૧ www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy