SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૦ P ૧૬૩ શ્રી આત્મબોધસંગ્રહમાં પૃ. ૩૭૫-૩૯૧માં યોગસાર નામની કોઇક જૈન કૃતિમાંથી ૮૧ પદ્યો ગુજરાતી અનુવાદ સહિત અપાયાં શું આ યોગસાર અત્ર અભિપ્રેત છે ? આના કર્તાનું નામ યોગચંદ્રાચાર્ય હશે એમ પૃ. ૩૭૫માં ઉલ્લેખ છે. યોગસાર–ગુરુદાસની આ રચના છે. યોગપ્રદીપ–જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૨) પ્રમાણે આ નામની ત્રણ કૃતિ છે. એકના કર્તા દિ. શુભચન્દ્રાચાર્ય છે. એનું અપર નામ જ્ઞાનાર્ણવ છે અને એ વિષે આપણે પૃ. ૧૫૭-૧૫૯માં વિચાર કરી ગયા છે. બીજી કૃતિ દેવાનન્દ ૧૨૭૦ શ્લોક જેવડી રચી છે. એ મારા જોવામાં આવી નથી એટલે એને અંગે હું વિશેષ કહી શકતો નથી. ત્રીજી કૃતિના કર્તાનું નામ જાણવામાં નથી. એ સંસ્કૃત કૃતિમાં ૧૪૩ પદ્યો છે. એના કર્તાએ જ પૃ. ૧૬૧માં નિર્દેશાવેલો યોગસાર રચ્યાની કલ્પના કરાય છે. આ અજ્ઞાતકર્તક કૃતિમાં સંસારી આત્માનો પરમ ઉત્કર્ષ કયારે થાય-એ પરમ પદ શી રીતે પ્રાપ્ત કરે તે સંક્ષેપમાં પરંતુ સચોટપણે દર્શાવ્યું છે. એ માટે સાચા યોગી બનવાની આવશ્યક્તા છે એમ આ કૃતિમાં નિર્દેશાયું છે. પ્રસંગોપાત્ત આમાં ઉન્મનીભાવ, સામાયિક, રૂપાતીત, શુકલ અને નિરાકાર એમ ધ્યાનના ત્રણ પ્રકારો અને અનાહત નાદનો વિચાર કરાયો છે. આ કૃતિ ઉપર હૈમ યોગશાસ્ત્ર અને જ્ઞાનાર્ણવનો પ્રભાવ પડ્યાનું મનાય છે. આ કૃતિનો નેમિદાસે રચેલી પંચપરમેષ્ઠીમંત્રરાજધ્યાનમાલામાં હૈમ યોગશાસ્ત્ર અને પાતંજલ યોગદર્શન સાથે ઉલ્લેખ છે. બાલાવબોધ-આ કોઇકે જૂની ગુજરાતીમાં રચ્યો છે. એ હિસાબે એ આ ભાષાના અભ્યાસ માટેનું એક અગત્યનું સાધન ગણાય. અનુવાદ–આ આધુનિક ગુજરાતીમાં છે. એ અનુવાદ કોણે કર્યો છે તે દર્શાવાયું નથી. યોગકલ્પદ્રુમ- કોઈકે સંસ્કૃતમાં ૪૧૨ શ્લોક જેવડી આ કૃતિ રચી છે. એમાંથી એક અવતરણ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૮૬)માં અપાયું છે. યોગતરંગિણીટીકા આ જિનદત્તસૂરિની રચના છે. યોગદીપિકા–આ દિ આશાધરે રચી છે. યોગભક્તિ-આની એક હાથપોથી “ભાં. પ્રા. સં.મં.”માં છે. યોગભેદકાત્રિશિકા અને યોગલક્ષણાવિંશિકા-યોગભેદઢાત્રિશિકા એ પરમાનન્દની કૃતિ છે. પરમાનન્દના નામ પર યોગલક્ષણાવિંશિકા છે તે આ જ છે? યોગમાર્ગ–આના રચનાર સોમદેવ છે ૧. શ્રીજૈન સંઘ યેવલા”થી ઇ.સ.૧૯૩૮માં આ પુસ્તક છપાવાયું છે. ૨. આ કૃતિનું પં. હીરાલાલ હંસરાજે ઇ. સ. ૧૯૧૧માં અને જીતમુનિજીએ વીરસંવત્ ૨૪૪૮માં સંપાદન કર્યું હતું. ત્યાર બાદ આ કૃતિ “જૈ. સા. વિ. મંડલ” તરફથી બાલાવબોધ તથા અનુવાદ સહિત ઇ.સ. ૧૯૬૦માં પ્રકાશિત કરાઇ છે. અંતમાં શબ્દસૂચિ છે. એના સંપાદનાર્થે જે ચાર હાથપોથીઓનો ઉપયોગ કરાયો છે એ પૈકી એકમાં યોગસાર પછી આ યોગપ્રદીપ સ્થાન અપાયું છે. ૩-૪. આ બંને પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. P ૧૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy