SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ P ૧૨૩ કર્યું છે. એમની આ ગદ્યાત્મક કૃતિનો પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયો છે – “ऐन्द्रादिप्रणतं देवं ध्यात्वा सर्वविदं हृदि । सप्तभङ्गनयानां च वक्ष्ये विस्तरमाश्रुतम् ॥' આ ઉપરથી તો આ કૃતિનું નામ “સપ્તભંગનયવિસ્તર’ એમ યોજાય. અહીં જે “ઘ' પાઠ છે તે જોતાં “મ ને બદલે “મા :' એવો પાઠ શું હશે? નયરહસ્ય, નયોપદેશ અને એની ટીકા, નયામૃતતરંગિણી, ન્યાયાલોક, ન્યાયખંડખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા અને અસહસ્ત્રીવિવરણ સહિત પ્રસ્તુત કૃતિનો અભ્યાસ કરાય તો એ ઉદયનાચાર્ય. ગંગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશના ગ્રંથોના અભ્યાસની ગરજ સારે તેમ છે. સંવાદી પાઠ–આમાં પ્ર. ન. ત.માંથી અને વિરોસા.માંથી અવતરણો વિશેષતઃ અપાયાં છે. આ ઉપરાંતની જે કૃતિઓનો ઉપયોગ કરાયો છે તેનાં નામ નીચે મુજબ છે : ઉત્તરઝયણ, પંચાતુ, સ્તુતિલાવિંશિકા અને ૨. તા. તેમજ સમવાય, અણુઓગદાર, વિસસા. રાયખસેeઇજ્જ અને પવયણસારુદ્ધારની વૃત્તિ, P ૧૨૪ બાલબોધિની આ સપ્તભંગી-નયપ્રદીપ ઉપરની શ્રીવિજયલાવણ્યસૂરિએ રચેલી સંસ્કૃત વિવૃત્તિ છે. અનુવાદ–સપ્તભંગી-નયપ્રદીપનો ગુજરાતી અનુવાદ સ્વ. મનસુખભાઈ કિરચંદ મહેતાએ કર્યો હતો. એ અનુવાદ “નયપ્રદીપ નયચક્રસંક્ષેપ” નામના પુસ્તકમાં છપાયો છે. નયરહસ્ય–આ ગદ્યાત્મક કૃતિના પ્રણેતા ન્યાયચાર્ય યશોવિજયગણિ છે. પ્રારંભમાં એક પદ્ય છે. ત્યાર બાદ નયનું લક્ષણ, એના પર્યાય તેમજ નયોના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે ભેદ પાડી ઋજુસૂત્ર' નયને જિનભદ્રગણિ ક્ષણાશ્રમણ દ્રવ્યાર્થિક નયના ભેદ તરીકે અને સિદ્ધસેન દિવાકર પર્યાયાર્થિક તરીકે ગણે છે. તેનું સમાધાન કરાયું છે. ત્યાર પછી નૈગમાદિ સાત નયોનું પ્રદેશ, પ્રસ્થક અને વસતિનાં ઉદાહરણ પૂર્વક નિરૂપણ છે. એ પછી કયો નય કેટલા નિક્ષેપ માને છે તે હકીકત સકારણ દર્શાવાઈ છે, એકેક નયથી ઉદ્ભવેલા દર્શનની આલોચના કરાઈ છે તેમજ “ઋજુસૂત્ર' નયના વિવેચનમાં સપ્તભંગીનું સ્વરૂપ દર્શાવી “જીવ' શબ્દની વ્યાખ્યા કરાઈ છે. અંતમાં નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ સમજાવી ૧. “જૈ. ધ. પ્ર. સ.” દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં અંતમાં એક પંઘ નથી કે જે શ્રીવિજયલાવણ્યસૂરિની આવૃત્તિમાં છે. આ પદ્ય મુંબઈ સરકારની માલિકીની અને “ભાં. પ્રા. સં. મં”માં રખાયેલી હાથપોથીમાં પણ નથી. ૨. બાલબોધિની સહિતની મૂળ કૃતિનાં નિમ્નલિખિત પૃષ્ઠ ઉપરનાં અવતરણોનાં મૂળ અપાયાં નથી : ૧૩, ૧૪, ૨૩, ૩૬, ૪૧, ૪૨, ૪૫, ૪૬, ૫૫, ૫૮, ૬૦ અને ૭૧. ૩. આ વિ. નેમિસૂરિગ્રં.માં પ્રકાશિત છે. ૪. આ પુસ્તક ડૉ. ભગવાનદાસ મ. મહેતાએ ઇ. સ. ૧૯૫૦માં છપાવ્યું છે. ૫. આ કૃતિ અન્ય નવ કૃતિઓ સાથે “જૈ. ધ. પ્ર. સં.” તરફથી વિ. સં. ૧૯૬૫માં પ્રકાશિત થયેલી છે. વિશેષમાં આ કૃતિ “પ્રમોદા' નામની વિવૃતિ સાહિત “વિજયનેમિસૂરિ-ગ્રંથમાલા'માં વિ. સં. ૨૦૦૩માં છપાયેલી છે. એના પ્રારંભમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ છે. [દુર્ગાનાથ ઝાના હિન્દી વિવેચન સાથે નયરહસ્ય “દિવ્યદર્શન” દ્વારા વિ. સં. ૨૦૪૪માં પ્રકાશિત છે. “નયર' નામે હિન્દીમાં અન્ય પુસ્તક પણ છપાયું છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy