SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૧૨-૧૫] વિ. સં. ૧૧૭૨માં બન્ધસામિત્ત, છાસીઈ વગેરે કમગ્રંથો ઉપર વૃત્તિ તેમ જ મુણિવઈચરિય રચ્યાં છે. વળી એમણે વિ. સં. ૧૧૮૫માં પ્રશમરતિની વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે ખેત્તસમાસ ઉપર પણ વૃત્તિ રચી છે. એમણે આ શ્રેયાંસચરિત વિ. સં. ૧૧૭૨માં રચ્યું છે. એ એમની સંસ્કૃત કૃતિ હશે. જો એમ હોય તો પણ એ હજારેક જેટલાં પદ્યમાં છે કે કેમ એ જાણવું બાકી રહે છે. તેમ છતાં જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું ચરિત્ર પૂરું પાડનારી સ્વતંત્ર કૃતિઓમાં આનું અગ્ર સ્થાન હોવાથી મેં એની અહીં નોંધ લીધી છે. શ્રેયાંસચરિત (વિ. સં. ૧૩૩૨) – આ પ૧૨૪ શ્લોક જેવડા ચરિતના કર્તા “રાજ' P ૧૪ ગચ્છના યાને “ચન્દ્ર ગચ્છના માનતુંગસૂરિ છે. એમણે પુરાગમમાંથી ઉદ્ધત કરી કોઈ ગ્રંથ સૂત્રરૂપે રચી તેની વૃત્તિ પણ રચી છે એમ આ ૧૩ સર્ગના કાવ્યને અંતે અપાયેલી પ્રશસ્તિ જોતાં જણાય છે. આ પ્રશસ્તિમાં ગ્રંથકારે પોતાની ગુરુપરંપરાની શરૂઆત શીલભદ્રસૂરિથી કરી છે. એ વિચારતાં પ્રસ્તુત ગ્રંથકાર જિનેશ્વરસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિના શિષ્ય થાય છે. આ કાવ્ય રચવામાં હું દેવભદ્રસૂરિની કૃતિનો અર્થાત્ ૧૧OO૦ શ્લોક જેવડા અને જ. મ. માં રચાયેલા સિર્જસચરિતનો ઉપયોગ કરું છું એવું એમણે પ્રશિસ્તમાં કહ્યું છે. વળી એમણે પોતાની આ કૃતિનું સંશોધન દેવાનન્દસૂરિના શિષ્ય કનકપ્રભના શિષ્ય કર્યાનો ઉલ્લેખ કર્યો છે. પ્રત્યેક સર્ગની રચના “અનુષ્ટ્રભુમાં છે; ફક્ત દરેક સર્ગનો છેવટનો ભાગ અન્ય છંદમાં રચાયો છે. આ શ્રેયાંસચરિતમાં શ્રેયાંસનાથનું એમના પૂર્વ ભવોના વર્ણનપૂર્વકનું ચરિત્ર મનોરમ રીતે આલેખાયું છે. સર્ગ ૬ના પ્રારંભમાં રાધાવેધનું વર્ણન છે. સ. ૮, શ્લો. ૬૧માં લગ્નનાં ગીતને પ્રસંગે સ્ત્રીઓ દ્વારા કરાતા શબ્દોચ્ચાર સૂચવનાર ‘ઉલુલુ' શબ્દ વપરાયો છે. સ. ૧, ગ્લો. ૧૫માં શ્રેયાંસનાથના ચ્યવન–સ્થળ તરીકે શુક્ર અર્થાત્ મહાશુક્રનો અને સ. ૫, શ્લો. ૨૧૪માં અશ્રુતનો ઉલ્લેખ છે. પ્રથમ મત હૈમ ત્રિષષ્ટિ. (૫. ૪, સ. ૧) સાથે મળે છે જ્યારે બીજો - ૧૫ મત સત્તરિયઠાણ (ગા. ૫૫)ને અનુરૂપ છે. પ્રશસ્તિના શ્લો. પમાં કહ્યું છે કે “ભાલીજમાં મહાવીરસ્વામીના ચૈત્યમાં વ્યાખ્યાનના પ્રસંગે સર્વદેવ ગુરુની ભુજાઓનું રક્ષણ આર્યા દેવીના વજે કર્યું. ૧. “શ્રેયાંસને બદલે શ્રેય એવો પ્રયોગ પણ જોવાય છે. જુઓ અ. ભિ. ચિ. (કાંડ ૧, શ્લો. ૨૯) ૨. આ ચરિતનું સંપાદન મુનિશ્રીવિક્રમવિજયજીએ અનેભાસ્કરવિજયજીએ મળીને કર્યું છે. એ ચરિત “લ. જૈ.ગ્રં.”માં ઈ. સ. ૧૯૪૯માં છપાવાયું છે. એમાં કોઈ કોઈ સ્થળે પાઠ ખંડિત છે. (દા. ત. જુઓ પત્ર ૧૧૫ અ). કેટલીક વાર સંપાદકો તરફથી ટિપ્પણરૂપે અર્થ અપાયા છે. પ્રારંભમાં ગુજરાતીમાં પ્રસ્તાવના છે. [આ. જૈ. સ. માં પ્રકા] ૩. આ નામ કર્તાએ શ્લો. ૧૦માં રજૂ કર્યું છે. ૪. શું આ કોઈ વૈદ્યકનો ગ્રંથ છે ? ત્રિપુરારહસ્ય નામની જે કૃતિ મળે છે તેની સાથે આને કોઈ સંબંધ છે ખરો ? ૫. આ “ભાલીજ' તે ગુજરાતનું “ભાલજ' છે કે કેમ ? ૬. આવો ઉલ્લેખ અન્યત્ર મળે છે ખરો ? Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy