SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. પ૨૨-૫૨૫] ૩૧૩ ભૂષણરૂપ “પાર્શ્વચન્દ્ર” કુળના યશોવીરે અને એના ભાઈ અજયપાલે બંધાવેલા આદીશ્વરના ચૈત્યમાં 2 પ૨૪ વિ. સં. ૧૨૪૨ના અરસામાં યાત્રોત્સવને પ્રસંગે ભજવાયું હતું અને એનું વસ્તુ રૌહિણેય ચોરની કથાને લગતું છે. એ કથા હૈમ ત્રિષષ્ટિ. (૫. ૧૦, સ. ૧૧, શ્લો. ૧૧૧)માં વર્ણવાઈ છે. ‘દ્રૌપદી-સ્વયંવર (લ. વિ. સં. ૧૨૬૦)-આ બે અંકના નાટકના કર્તા જૈન ગૃહસ્થ વિજયપાલ છે. એઓ સુપ્રસિદ્ધ પ્રજ્ઞાચક્ષુ કવિચક્રવર્તી શ્રીપાલના પુત્ર કવિ સિદ્ધપાલના પુત્ર થાય છે. એમનું આ નાટક “અભિનવ સિદ્ધરાજ' તરીકે ઓળખાવાતા ભીમ બીજાના ભોળા ભીમ (વિ. સં. ૧૨૩૫- વિ. સં. ૧૨૯૮)ની આજ્ઞા અનુસાર અણહિલપુરમાં ત્રિપુરુષદેવની સામે વસન્તોત્સવના પ્રસંગે ભજવાયું હતું. આ નાટકનો વિષય મહાભારતમાં જોવાય છે. 'કરુણા-વજાયુધ (લ. વિ. સં. ૧૨૭૭)- આના કર્તા વસન્તવિલાસના રચનારા "બાલચન્દ્રસૂરિ છે. એઓ હરિભદ્રના શિષ્ય થાય છે. એમણે આ નાટક પાંચ અંકમાં રચ્યું છે. આનો P પ૨૫ વિષય એ છે કે ચક્રવર્તી ભૂપતિ વજાયુધ પોતાનું માંસ આપી બાજ પક્ષીથી કબૂતરને બચાવે છે. આ બંને પક્ષીઓ તો તે દેવેધારણ કરેલાં સ્વરૂપ છે. આ નાટક વૈદિક હિંદુઓ પૈકી સિબિ રાજાના વૃત્તાન્તનું સ્મરણ કરાવે છે. આ નાટક વિ. સં. ૧૨૭૭ની આસપાસમાં રચાયેલું હોય એમ લાગે છે. આ નાટક મંત્રીશ્વર વસ્તુપાલે કાઢેલા સંઘના મનોરંજનાર્થે “શત્રુંજય ઉપર ઋષભદેવના યાત્રામહોત્સવને પ્રસંગે ભજવાયું હતું. કાકુસ્થકેલિ (લ. વિ. સં. ૧૨૮૦)- આ નાટકના કર્તા અલંકારમહોદધિ વગેરેના પ્રણેતા નરેન્દ્રપ્રભસૂરિ છે. એમણે °૧૫OO શ્લોક જેવડું આ નાટક રચ્યું છે પણ તે હજી સુધી તો મળી આવ્યું નથી. એનું નામ જોતાં એમા “રઘુ” વંશનો બલ્ક રામાયણમાંનો કોઈ પ્રસંગ આલેખાયો હશે એમ લાગે છે. આ નાટકનો ઉલ્લેખ ન્યાયકન્ટલીની રાજશેખરસૂરિએ વિ. સં. ૧૩૮૫માં રચેલી પંજિકાની પ્રશસ્તિમાં છે : ૧. આ યશોવીર તે ભાં. પાસુના પુત્ર થાય છે એમ વિ. સં. ૧૨૨૧નો લેખ જોતાં જણાય છે. એ યશોવીર જાલોરના જૈન સમાજના અગ્રગણ્ય નાગરિક હોય એમ લાગે છે. એઓ તેમ જ એમના ભાઈ અજયપાલ ચાહમાન સમરસિંહદેવના માનીતા હતા. ૨. આ નાટક જિનવિજયજીની પ્રસ્તાવના સહિત “જૈ. આ. સ” તરફથી ઈ. સ. ૧૯૧૮માં છપાવાયું છે. ૩. આમ કવિત્વ ત્રણ પેઢી સુધી ઊતરી આવ્યું હતું. ૪. આ નાટક એમાં આવતાં પદ્યોની અકારાદિ સૂચિ સહિત “જૈ. આ. સ.” તરફથી ગ્રંથાંક પ૬ તરીકે ઇ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાયું છે જ્યારે એનો ગુજરાતી અનુવાદ અમદાવાદથી ઈ. સ. ૧૮૮૬માં છપાયો હતો. ૫. એમની “સૂરિ' પદવીના મહોત્સવમાં વસ્તુપાલે એક હજાર દ્રમ્મ (ગુ. દામ) ખર્ચા હતાં. ૬. વાદિરાજે કાકુસ્થ-ચરિત્ર રચ્યું છે. એનો ઉલ્લેખ એમણે પોતાના યશોધરચરિત્ર (૧, ૫)માં કર્યો છે. ૪. જુઓ “પુરાતત્ત્વ” (પુ. ૨, પૃ. ૧, ૫)માં છપાયેલી બૃહત્ ટિપ્પણિકા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy