SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩00 જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ (૨૫) વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૨૭)રાજવિજયગણિએ “ખરતર' ગચ્છના જિનચન્દ્રસૂરિ ઉપર ૧૦૨ પદ્યોમાં વિ. સં. ૧૭૨૭માં આ વિજ્ઞપ્તિ લખી છે. એમાં વાંકાનેરપુરનું વર્ણન છે અને P ૫૦૧ જિનચન્દ્રસૂરિના ગુણગાન છે. નવમા પદ્યના અંતમાં “હલમુખીવૃત્તમ્”નો અને પાંત્રીસમા પદ્યના અંતમાં “ઇતિ સિંહાસનચિત્રીયાણિ વૃત્તાનીમાનિનો ઉલ્લેખ છે. (૨૬) મેઘદૂત-સમસ્યા-લેખ (લ. વિ. સં. ૧૭૩૦)- આના કર્તા ચન્દ્રપ્રભા ઇત્યાદિના પ્રણેતા મેઘવિજયગણિ છે. એઓ ‘તપા' ગચ્છના કૃપાવિજયના શિષ્ય થાય છે. એમણે આ કાવ્ય ૧૩૧ પદ્યમાં રચ્યું છે. એ દ્વારા એમણે મેઘદૂતના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પૂર્તિ કરી છે એમણે આ કાવ્યના અંતમાં માઘકાવ્યની પાદપૂર્તિરૂપે પોતે વિ. સં. ૧૭૨૭માં રચેલા 'કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. આથી પ્રસ્તુત કાવ્ય એનાથી પહેલાનું તો નથી જ તેમ ફલિત થાય છે. એમણે આ પ્રસ્તુત કાવ્ય રચી ભાદ્રપદ શુકુલ પંચમીએ ઔરંગાબાદથી કે એની નજીકના સ્થળેથી મેઘ દ્વારા સૌરાષ્ટ્રના દેવકપત્તનમાં ચાતુર્માસ માટે રહેલા ‘તપા' ગચ્છના વિજયપ્રભસૂરિને સંદેશો મોકલ્યો છે. આમ અહીં વિજયપ્રભસૂરિનો ઉલ્લેખ છે એટલે આ લેખ વિ. સં. ૧૭૧૦ની પછીનો ગણાય, કેમકે એ વર્ષમાં વીરવિજય મુનિ વિજયપ્રભસૂરિ બન્યા હતા. પ્રસ્તુત કવિ શ્લો. ૧૦-૨૨માં શાન્તિનાથનું, શ્લો. ૨૩-૩૪માં ઔરંગાબાદનું અને એના પછીના પાંચેક શ્લોકમાં દેવગિરિનગરનું યાને દોલતાબાદનું વર્ણન કરે છે. ત્યાર બાદ કવિ P પ૦૨ ઇલોરાની ગુફામંદિરમાંના પાર્શ્વનાથનાં દર્શન કરવાનું અને ત્યાંથી આગળ જતાં અણકિટણથી દુર્ગ આવતાં ત્યાં પાર્શ્વનાથ વિચર્યા હોવાથી એનાં પણ દર્શન કરવાનું મેઘને કહે છે. ‘તુંગિઆ' શૈલ આવતાં શ્રમણ ભગવાનની પ્રતિમા ઉપર જળવૃષ્ટિ કરવાનું કહી કવિ શ્લો. પ૨માં સૂરતના વૈભવ વિષે નિર્દેશ કરે છે. પછી એકેક પદ્યમાં તાપી, ભૃગુપુર, રેવા, મહી નદી, ‘હરિગૃહપુર અને સાબરમતીને ઉલ્લેખ કરી એઓ સિદ્ધાચળનું વર્ણન કરે છે. ત્યાંથી તો તેઓ સીધા દેવકપત્તનનો વિસ્તૃત પરિચય આપે છે. અંતમાં આચાર્યના ગુણગાન ગાઈ પોતે જ્યાં રહ્યા છે એ સ્થાનનો સંક્ષેપમાં વૃત્તાન્ત કહી આચાર્યના દર્શનની ઉત્કંઠા દર્શાવી આ કૃતિ પૂર્ણ કરે છે. ૧. આ કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૧૪-૧૧૯)માં છપાવાઈ છે. એનાં આદ્ય ત્રણ પદ્યો ખંડિત છે. ૨. આ કતિ જૈ આ. સં.” તરફથી ગ્રંથાંક ૨૪ તરીકે વિ. સં. ૧૯૭૦માં છપાવાઈ છે. ત્યાર બાદ આ કતિ | વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૯૮-૧૦૬)માં પ્રસિદ્ધ થઈ છે. એમાં પાદનોંધ તરીકે ટિપ્પણો છે. ૩. આના પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૧૯-૨૩)માં અપાયો છે. ૪. જુઓ ૫. ૪૫૪ ૫. આ રંગબાદની પૂર્વ દિશામાં દસેક માઈલને અંતરે આવેલું છે. ૬. દોલતાબાદથી આઠેક માઈલ દૂર “ઇલોરા' પર્વત છે અને એમાં પાંત્રીસેક ગુફામંદિર છે. તેમાં પાંચ જૈનોનાં છે. એકમાં પાર્શ્વનાથની પ્રતિમા છે. ૭. આ સ્થાન નાસિક જિલ્લામાં આવેલું છે અને ઇલોરાની પેઠે એમાં પણ ગુફા મંદિરો છે. એમાં શાન્તિનાથ અને પાર્શ્વનાથની મુખ્ય મૂર્તિવાળાં જિનાલયો પણ છે. ૮. ૫૮મા પદ્યમાં આ નામ છે પણ આ સ્થાન તે કર્યું તે જાણવું બાકી રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy