SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ P ૪૫૩ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ "शिष्याणुको विमलकीर्तिगणिः प्रधानो नाभेयदेवचरणाम्बुजराजहंसः । श्रीमेघदूतवरकाव्यगतान्तपादैः श्रीचन्द्रदूतमकरोत् सरसैर्वचोभिः॥४०॥ “ન્દુ-સિધિ-રસ-ક્ષણિ (૧૬૮૧) fક્ત સંવતિ શંવતિ | महाकाव्यमकारीदं विद्वद्विमलकीर्तिभिः ॥४१॥" ટિપ્પણ– આ કોઈકે રચ્યું છે. (૬-૭) મેઘદૂત-સમસ્યા-લેખ (ઉ. વિ. સં. ૧૭૨૭) અને ચેતો દૂત– આ બંને મેઘદૂતની પાદપૂર્તિરૂપ કાવ્ય છે પરંતુ એ વિજ્ઞપ્તિરૂપ હોવાથી એને હું વિજ્ઞપ્તિપત્રો વિચારતી વેળા ત્યાં સ્થાન આપવું ઉચિત ગણું છું એટલે એ આગળ ૩૩મા પ્રકરણમાં વિચારાશે. (૮) હંસપાદક(?)દૂત– આનો ઉલ્લેખ પં. નાથુરામ પ્રેમીએ વિદ્વરત્ન-માલા (પૃ. ૪૬)માં કર્યો છે પણ એ વાત સંદિગ્ધ હોવાનું શ્રી. અગરચંદ નાહટાએ કહ્યું છે. એમના મતે આવું કોઈ કાવ્ય સંભવતું નથી.' (૯) કિરાત-સમસ્યા-પૂર્તિ- કેટલાકને મતે ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા ઉપાધ્યાય મેઘવિજયની આ રચના છે અને એમાં ઓછામાં ઓછા બે સર્ગ છે. આની કોઈ હાથપોથી જિ. ૨. કો.માં તો નોંધાયેલી નથી. આથી આ કિરાતાનીય પાદપૂર્તિરૂપે ઓળખાવાતા કાવ્યનું વાસ્તવિક નામ શું છે ઇત્યાદિ બાબતો વિચારવી બાકી રહે છે. (૧૦) દેવાનન્દ-મહાકાવ્ય યાને દિવ્યપ્રભા કિવા દેવાનન્દાલ્યુદય (વિ. સં. ૧૭૨૭)આના કર્તા ચન્દ્રપ્રભા વગેરે રચનારા મેઘવિજયગણિ છે. એમણે માઘ કવિકૃત શિશુપાલવધ (સ. ૧૭)ના પ્રત્યેક પદ્યના અન્તિમ ચરણની પૂર્તિરૂપે એ કાવ્ય સાદડીમાં સાત સર્ગમાં ૭૧૯ પધોમાં વિ. સં. ૧૭૨૭માં રચ્યું છે. આ મહાકાવ્યમાંના સાત સર્ગમાં અનુક્રમે પદ્યસંખ્યા નીચે મુજબ છે : ૭૮, ૧૩૦, ૧૭૯, ૮૫, ૭૨, ૯૦ અને ૮૫ (૭૮ + ૭). આ ઍકારથી અંકિત કાવ્ય દ્વારા એમણે મુખ્યતયા ‘સવાઈ હીરજી' વિજયસેનસૂરિના પટ્ટધર ““જહાંગીરી મહાતપા' વિજયદેવસૂરિનું અને પ્રસંગવશાત્ એમના શિષ્ય વિજયપ્રભસૂરિનું જીવનવૃત્તાન્ત આલેખ્યું છે. કર્તાએ સાતમાં સર્ગને અંતે અપાયેલી પ્રશસ્તિ (શ્લો. ૨)મા આ કાવ્યનો ‘દેવાનન્દશ્રાવ્યકાવ્ય ૧. જુઓ “જે. સિ. ભા.” (ભા. ૩, કિ. ૨, પૃ. ૬૯) ૨. આ “ય. જે. ગ્રંમાં વિ. સં. ૧૯૬૯માં અને “સિં. જૈ. ગ્રં"માં ગ્રંથકારના તથા સંપાદક પં. બેચરદાસનાં ટિપ્પણો તેમ જ સંપાદકે આપેલાં હિંદી સારાંશ અને વિશેષ નામોની સૂચી સહિત ઈ. સ. ૧૯૩૭માં છપાયું છે. [“પ્રાચ્ય સાહિત્ય પ્ર. શ્રેણિ” પમાં પુનર્મુદ્રણ થયું છે.] ૩. કેટલીક વાર બાકીનાં ચરણોનો પણ ઉપયોગ કરાયો છે. ૪. પ્રત્યેક સર્ગની પુષ્પિકામાં આવો ઉલ્લેખ છે. સાથે સાથે આ સમસ્યાના અપર નામ તરીકે દિવ્યપ્રભાનો પણ ઉલ્લેખ છે. ૫. આ પદવી અકબરના પુત્ર જહાંગીરે આપી હતી. P. ૪૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy