SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૩૪-૪૩૮] ૨૬૫ (૬) ઋષભ-ચૈત્યવદન (લ. વિ. સં. ૧૭૫૦)- આ “શત્રુંજય ગિરિ ઉપરના ઋષભદેવને ઉદ્દેશીને જ્ઞાનવિમલસૂરિએ ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપે કરેલી રચના છે. એઓ ધીરવિમલના શિષ્ય થાય છે. એમનું દીક્ષા સમયનું નામ નવિમલ હતું. એમણે વિ. સં. P ૪૩૭ ૧૭૩૮ પછી શ્રીપાલચરિત્ર રચ્યું અને વિજયપ્રભસૂરિના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૭૧૦થી વિ. સં. ૧૭૪૭ના ગાળામાં એમણે પહાવાગરણ ઉપર ટીકા રચી. (૭) નેમિ-ભક્તામર (વિ. સં. ૧૭૮૪)– આ ૪૪ પદ્યના કાવ્યના કર્તા પૌર્ણમીયમ્ ગચ્છના ભાવપ્રભસૂરિ છે. એઓ મહિમપ્રભના શિષ્ય થાય છે એમણે વિ. સં. ૧૭૯૧માં જૈનધર્મવરસ્તોત્રની સ્વોપન્ન વૃત્તિ રચી છે તેમ જ બીજી પણ કેટલીક કૃતિઓ રચી છે. એમણે ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્યમાં નેમિનાથ અને રાજુમતીનો અધિકાર વર્ણવ્યો છે. વિશેષમાં એમણે એના ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે અને એ છપાયેલી છે. (૮) સરસ્વતી-ભક્તામર- આના કર્તા "ધર્મસિંહસૂરિ છે અને એમના ગુરુનું નામ ષેમકર્ણ છે. એમણે આ ૪૪ પદ્યની રચના દ્વારા સરસ્વતી દેવીની સ્તુતિ કરી છે. વિશેષમાં ભક્તામરસ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્ય સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત છે અને એ વૃત્તિ ભ. સ્તો. પા. કા. સાં. માં છપાયેલી છે. પુષ્પદન્ત(સુવિધિ) ભક્તામર- આ પાદપૂર્તિ ગુણવિજયે દીવમાં રચી છે. એનો પ્રારંભ “સ્વતિ શ્રિયાંથી કરાયો છે. એમાં સુવિધિનાથ નામના નવમા તીર્થંકરની રૂપરેખા આલેખાઈ છે. ભક્તામરપાદપૂર્તિ- આ મતિવર્ધનની રચના છે. (૯) શાન્તિ–ભક્તામર (લ. વિ. સં. ૧૭૯૦)- આના કર્તા કીર્તિવિમલના શિષ્ય લક્ષ્મીવિમલ P ૪૩૮ છે. એમણે સમ્યકત્વપરીક્ષા અને ઉપદેશશતક રચ્યાં છે. એઓ વિ. સં. ૧૭૯૮માં સૂરિ બન્યા ત્યારે એમનું નામ વિબુધવિમલ રખાયું હતું. એમણે આ પૂર્વે આ કાવ્ય રચ્યું છે અને એ દ્વારા શાન્તિનાથની સ્તુતિ કરી છે. ૪૫મું પદ્ય પ્રશસ્તિરૂપ છે જ્યારે એ પહેલાંનાં ૪૪ પદ્ય ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. ૧. આનો ઉલ્લેખ કનકાવમલજીએ “જ્ઞાનવિમલ સૂરીશ્વરનું આદર્શ જીવન-ચરિત્ર”માં કર્યો છે. ૨-૩. ભ. સ્તો. પા. કા. સં.માં આ પ્રકાશિત છે. ૪. આ કાવ્ય સ્વોપજ્ઞ વૃત્તિ (ટીકા), મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ પધાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ભ. સ્તો. પા. કા. સાંપના દ્વિતીય વિભાગ (પૃ. ૧-૭૮)માં છપાયું છે આ દ્વિતીય વિભાગના અંતમાં ભિન્ન ભિન્ન સાત શારદાસ્તોત્રો છપાયાં છે. ૫. શ્રી અગરચંદ નાહટાએ એઓ લોંકા ગચ્છના છે એમ કહ્યું છે. ૬. આ કાવ્ય મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ, પદ્યાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ભ. સ્તો. પા. કા. સં.ના દ્વિતીય વિભાગમાં પૃ. ૭૯-૧૨૨માં છપાયું છે. [ઉપદેશશતક હષપુષ્પા. માં સં. ૨૦૩૯માં પ્રસિદ્ધ.] Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy