SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ અર્ધસંસ્કૃત કૃતિ હોઈ મેં એની નોંધ લીધી છે. નમૂના તરીકે એનું આદ્ય પદ્ય હું નીચે મુજબ P. ૪૧૦ “ભલું આજ ભેચું, મો: પાપsi ફલી આસ મોરી, નિતાd વિપરામૂ | ગયું દુઃખ નાશી, પુન: ગઠ્યા થયું ગુખ ઝાનું, યથા મેયવૃષ્ટા ' (૨૩) જિનચન્દ્રસૂરિ-કપાટલોહશૃંખલાષ્ટક- આમાં જિનચન્દ્રસૂરિને ઉદેશીને શૃંખલા યાને સાંકળને અંગે વિવિધ ઉત્યેક્ષા કરાઈ છે. (૨૪) જિનસાગરસૂર્યષ્ટક– આમાં જિનસાગરસૂરિની સ્તુતિ કરાઈ છે. એમની નિપુણતા અને કીર્તિ અનેક સ્થળે પ્રસરેલી છે એમ જેસલમેર વગેરે સ્થળોના નામપૂર્વક કહેવાયું છે. છઠ્ઠા પદ્યમાં સૌમ્ય, બુદ્ધિ, ક્ષમા વગેરે ગુણ અનુક્રમે ચન્દ્રમા, બૃહસ્પતિ, પૃથ્વી ઈત્યાદિમાં છે પરંતુ એ તમામ ગુણો એકસાથે તો તમારામાં જ છે એમ કર્તાએ જિનસાગરસૂરિને અંગે કહ્યું છે. (૨૫) પાર્શ્વનાથસ્તવન– આ અન્તર્યમકથી અલંકૃત છે. (૨૭) સ્તન્મનપાર્શ્વનાથસ્તવન (વિ. સં. ૧૬૫૧)- આ નાનકડી કૃતિમાં શ્લેષ દ્વારા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરોના તેમ જ કર્તાના ગુરુ, મગુરુ ઇત્યાદિનાં નામ રજૂ કરાયાં છે. (૨૮) “અમીઝરા પાર્શ્વનાથસ્તુતિ- આ કૃતિમાં કર્તાએ પુરોગામી અજૈન કવિઓની છ કૃતિઓમાંથી પ્રત્યેકનું આદ્ય પદ્ય લઈ તેનો ભિન્ન રીતે પદચ્છેદ કરી પાર્શ્વનાથને અંગે ઘટે તેવો અર્થ કર્યો છે. અહીં જે છ કૃતિઓનો આ રીતે અનુક્રમે ઉપયોગ કરાયો છે તેનાં નામ હું નીચે મુજબ દર્શાવું છું : કુમારસમ્ભવ, મેઘદૂત, શિશુપાલવધ, 'મિતભાષિણી, સપ્તપદાર્થો, અને વૃત્તરત્નાકર. સાતમા પદ્યમાં કર્તાએ આ કૃતિની યોજના ઉપર પ્રકાશ પાડ્યો છે. (૨૯) પાર્શ્વનાથસ્તવન (વિ. સં. ૧૬૯૦)- આ શ્લેષ, વિરોધાભાસ ઈત્યાદિથી અલંકૃત છે. (૩૦) “ચિન્તામણિ' પાર્શ્વનાથસ્તવન (વિ. સં. ૧૭૦૦)- આ શ્લેષમય કૃતિ કર્તાએ અમદાવાદમાં પોતના એક શિષ્ય માટે વિ. સં. ૧૭૦૦માં લખી. (૩૧) “શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન- પ્રત્યેક પદ્યના પ્રત્યેક ચરણના ત્રણ ત્રણ કટકા પ્રાસથી અલંકૃત છે. જેમકે હીર, શરીર, ગંભીર, ઇત્યાદિ (૩૨) પાર્શ્વનાથસ્તોત્ર- આનાં પહેલાં ચાર પદ્યોના પ્રત્યેક ચરણનો પ્રત્યેક યતિ પૂરતો ભાગ ત્રણ ત્રણ અક્ષરની આવૃત્તિરૂપ છે. આમ આ યમકમય સ્તોત્ર છે. (૩૩) સીમંધરસ્વામિસ્તવન- આ પ્રાસપૂર્વકનાં ચરણોવાળું કાવ્ય છે. એમાં સીમન્વરસ્વામીની સ્તુતિ કરાઈ છે. ૧. આ તર્કભાષાની વૃત્તિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy