SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ પ્રથમ પ્રકાશના શ્લો. ૧૨-૧૬, ૧૯ અને ૨૦ ના પ્રારંભના પ્રથમ અક્ષરો મળીને “નમો P ૩૯૨ અરિહંતા” થાય છે. એવી રીતે પ્ર. ૨-૫માં નવકારમંત્રના આ પછીનાં ચાર પદોને અનુક્રમે સ્થાન અપાયું છે. આ કૃતિ પાંચ પરમેષ્ઠીઓનો તેમ જ એમને કરાતા નમસ્કારનો મહિમા વર્ણવે છે. ભાષાન્તર– આ કૃતિનું ગુજરાતીમાં ભાષાન્તર થયેલું છે અને એ મહા. નવ. (પૃ. ૧-૧૯)માં છપાયું છે.' માયાવી ચોરસોથી અલંકૃત સ્તોત્રો કેટલાક જૈન ગ્રન્થકારોએ માયાવી ચોરસો (magic squares) રૂપ યંત્રોથી વિભૂષિત સ્તોત્રો રચ્યાં છે. એ પૈકી સંસ્કૃત સ્તોત્રોની બાબત હું હાથ ધરું છું. 'સપ્તતિ-શત-જિનપતિ-સંસ્તવન (? વિક્રમની પંદરમી સદી)– માનત્ત્વોત્તાસનથી શરૂ થતા P ૩૯૩ આ સંસ્તવનના કર્તા હરિભદ્ર નામના કોઈ મુનિ છે. એમણે આ સ્તોત્ર ૧૫ પદ્યોમાં રચ્યું છે અને એ દ્વારા ૧૭૦ જિનેશ્વરોની સ્તુતિ કરી છે. એનાં નવમા અને દસમા પદ્યમાં યંત્રની વિધિ દર્શાવાઈ છે જ્યારે ૧૧મામાં નીચે મુજબના બીજાક્ષરોના જાપથી, ગુસ્સે થયેલો રાજા શાન્ત થાય છે એમ કહ્યું છે :૧. મુનિશ્રી કાન્તિવિજયજીએ કરેલો સંક્ષિપ્ત ગુજરાતી ભાવાનુવાદ મૂળ કૃતિ સહિત “કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર” તરફથી પાટણથી વિ. સં. ૨૦૦૪માં છપાવાયો છે. ૨. આ સંબંધી મારો લેખ નામે “માયાવી ચોરસો અને જૈન સ્તોત્રો” “જૈન”ના તા. ૧-૧-'૩૩ અને ૮ ૧-'૩૩ના અંકમાં છપાયો છે. 3.2411 Bid Hizi am "A Note on Jaina Hymns and Magic Squares" "Indian Historical Quarterly” (Vol. X, No. 1)માં પ્રસિદ્ધ થયેલો છે. ૪. આ.કૃતિ મહા. નવ. (પૃ. ૨૬૧-૨૬૨)માં ગુજરાતી ભાષાંતર સહિત પ્રસિદ્ધ કરાઈ છે. અહીં એનો તિજયપહાથોરના “દ્વિતીય યંત્ર વિધિ' તરીકે ઉલ્લેખ છે. ૫. એના ઉપરથી નીચે મુજબનો ૧૭૦નો “સર્વતોભદ્ર યંત્ર બને છે – | ૭૭ | ૮૪ ૮૦ | ૬ | ૩ ૮૨ | ૪ | ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy