SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ ઋષિમંડલસ્તોત્ર એના મંત્રાદિ માટે સુપ્રસિદ્ધ છે. P ૩૭૩ વાચના–“ઋષિમંડલ સ્તોત્રની વિવિધ વાચનાઓ મળે છે. એ ઉપરથી આ સ્તોત્રમાં પદ્યોની સંખ્યા ભિન્ન જોવાય છે. જેમ કે ૬૩, ૮૦, ૮૬, ૯૩, ૯૮ અને ૧૦૨ અમુક પઘોને પ્રક્ષિપ્ત ગણી ક્ષમાકલ્યાણે એનું જે સંસ્કરણ તૈયાર કર્યું હતું તેમાં ૬૩ પદ્યો છે. કર્તા- કેટલાકને મતે આ સ્તોત્રના કર્તા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના આદ્ય ગણધર ઈન્દ્રભૂતિ ઉર્ફે ગૌતમસ્વામી છે પણ એને માટે કોઈ પ્રાચીન અને વિશ્વસનીય પ્રમાણ મારા જોવાજાણવામાં તો નથી. ચિત્રપટ- ઋષિમંડલમંત્રામ્રાજ્યનો વિ. સં. ૧૫૦૭માં ‘ઉપકેશ' ગચ્છના જયરત્નસૂરિના શિષ્ય પં. હર્ષરત્નગણિએ કપડા ઉપર ચિતરાવેલો ચિત્રપટ મળે છે. આના પરિયાર્થે એક લેખ નામે “મોગલ P ૩૭૪ સમય પહેલાંના કપડાં પરનો એક ચિત્રપટ” ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ તેમ જ શ્રી. સારાભાઈ નવાબે લખ્યો છે. ભાષાંતર- આ ૮૬ પદ્યના સ્તોત્રનું ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે અને એ મુ. કે. જે. યો.માં છપાવાયું છે. સમાનનામક કૃતિઓ- ઋષિમંડલ સ્તોત્ર નામની એકેક કૃતિ પ્રભાચન્દ્ર અને મલ્લિષણે રચી છે. “લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર” (પૃ. ૨૫)માં લીંબડીના ભંડારમાં ચાર અજ્ઞાતકર્તક ઋષિમંડલસ્તોત્રની ચાર હાથપોથી હોવાની નોંધ છે. તે પૈકી એકમાં ૭૬ પદ્યો અને બીજીમાં ૯૮ છે. ત્રીજી અને ચોથી હાથપોથીમાંના ઋષિમંડલ સ્તોત્રનાં પોની સંખ્યા દર્શાવાઈ નથી. ૧. મહા નવ.ની ‘નિવેદન' (પૃ. ૭)માં કહ્યું છે કે ભૈરવપદ્માવતી કલ્પના કર્તા મલ્લિષેણસૂરિએ રચેલા વિદ્યાનુશાસન ઉપરથી પ્રાચીન ઋષિમંડલસ્તવ રચાયો છે. ૨. ધર્મઘોષસૂરિએ ૨૦૮ પદ્યોમાં જ. મ. માં. ઇસિમંડલથોર નામની જે કૃતિ રચી છે તેનું સંસ્કૃત નામ ઋષિમંડલસ્તોત્ર છે. એને મહર્ષિ કુલ તેમ જ મહર્ષિકુલસંતવ પણ કહે છે. એના ઉપર સંસ્કૃતમાં તેમ જ પાઈયમાં વૃત્તિઓ રચાઈ છે અને એની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૬૦)માં લેવાઈ છે. તેમાં સંસ્કૃતમાં વૃત્તિઓ રચનારા તરીકે પદ્મમન્દિરગણિ (વિ. સં. ૧૫૫૩), જિનસાગરસૂરિ, હર્ષનન્દન (વિ. સં. ૧૭૦૪), શુભવર્ધનગણિ, અંચલ' ગચ્છના ભુવનતુંગસૂરિ, કીર્તિરત્ન અને શીલરત્નનો અહીં હું ઉલ્લેખ કરું છું જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૫૯) પ્રમાણે ૨૭ પદ્ય માંનું પણ ઇસિમંડલથય છે અને એના ઉપર ૪૬૧૪ શ્લોક જેવડી વૃત્તિ છે. સિંહતિલકસૂરિએ આ જાતનું સ્તોત્ર રચ્યું નથી પણ એને અંગેના યંત્રના આમ્નાય અંગે કૃતિ રચી છે. જુઓ પૃ. ૩૭૪ ૩. આ લેખ ચિત્રપટની પ્રતિકૃતિ સહિત “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ગ્રંથ” (પૃ. ૯ થી ૧૩)માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy