SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૮૭-૨૦૧] ૧૮૧ છે એમ કહે છે. બાકીનીમાં મહાવીરસ્વામીની સ્તુતિ છે. પ્ર. ચ. (શૃંગ ૮, શ્લો. ૧૪૨)માં જે વીરસ્તુતિની નોંધ છે તે આમાંની એક છે કે કેમ એ જાણવું બાકી રહે છે. છઠ્ઠી અને આઠમી દ્વાર્નાિશિકા સમીક્ષાત્મક છે. બાકીની બધી દાર્શનિકા તેમ જ વસ્તુચર્ચાત્મક છે. “અનેકાંત” (વ. ૨, પૃ. ૪૯૫)માં એવો ઉલ્લેખ છે કે સાત સ્તુત્યાત્મક છે, છઠ્ઠી અને સાતમી વાદને અંગેની છે અને બાકીની તેર દાર્શનિક છે. આમાં જૈમિનીય દર્શનને અંગે એકે બત્રીસી જણાતી નથી તો એ લુપ્ત બત્રીસીમાંની એક હશે. સિદ્ધસેને પ્રમાણદ્વાર્નાિશિકા' જેવા નાસથી એક બત્રીસી રચી હશે એમ મને ત. સૂ. (અ. ૧, સૂ. ૧૦)ની સિદ્ધસેનગણિકૃત ટીકા (ભા. ૧, પૃ. ૭૧) ગત નિમ્નલિખિત ઉલ્લેખ વિચારતાં ભાસે છે :"आचार्य सिद्धसेनोऽप्याह P. ૨૯૦ 'अभित्रि मादृशां भाज्यमभ्यात्मं तु स्वयंदृशाम् । एकं प्रमाणमर्थे क्यदैक्यं तल्लक्षणैक्यतः॥" આને લગતી કૃતિ અનુપલબ્ધ છે. આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિને છાજે એવી પ્રૌઢ અને ગંભીર કક્ષાની સંસ્કૃત ભાષામાં, વિવિધ છંદોમાં સુશ્લિષ્ટ બંધવાળાં અને વૈદર્ભીપ્રાય રીતિને અનુસરનારાં પદ્યમાં રચાયેલી તેમ જ મહાન અર્થ વડે સઘન અને સમૃદ્ધ એવી આ બત્રીસીઓ એ જૈન સમાજને સિદ્ધસેન દિવાકર તરફથી મળેલી મહામૂલ્યશાળી વારસો છે. સન્મતિ-પ્રકરણ”ની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૧૦૩-૧૧૫)માં બત્રીસીઓના બાહ્ય કલેવર અને એના અત્યંતર આત્મા વિષે વેધક અને પ્રેરક પ્રકાશ પડાયો છે. - સંતુલન– “ભારતીય વિદ્યા” (ભા. ૩)માં પં. સુખલાલનો “પ્રતિભામૂર્તિ સિદ્ધસેન દિવાકર” નામનો એક લેખ છપાયો છે. એમાં પ્રસંગવશાત્ એમણે પાંચમી દ્વાáિશિકાનાં ૧૦-૧૨ પદ્યો આપી એના સંતુલના અશ્વઘોષકૃત બુદ્ધચરિત (સ. ૮)ના શ્લો. ૨૦-૨૨ તેમ જ કાલિદાસકૃત કુમારસંભવ (સ. ૭)માંથી શ્લો. ૫૬, ૫૯ અને ૬૨ ઉદ્ધત કર્યા છે. પ્રથમ લવિંશિકાનાં પહેલાં ત્રણ પદ્યો રજૂ કરી એમણે એમ કહ્યું છે કે સ્તુતિનો પ્રારંભ P. ૨૯૧ ઉપનિષદ્વી ભાષા અને પરિભાષામાં વિરોધાલંકારર્ભિત છે. બીજી દ્વાર્નાિશિકાનું ત્રેવીસમું પદ્ય આપી એમણે એમ સૂચવ્યું છે કે આમાં સાંખ્ય પરિભાષા દ્વારા વિરોધાભાસગર્ભિત સ્તુતિ છે. ૧. અનુણુભ, આર્યા, ઇન્દ્રવજા, ઉપજાતિ, ઉપેન્દ્રવજા, પુષ્મિતાગ્રા, પૃથ્વી, ભુંજગપ્રયાત, મન્દાક્રાંતા, વંશસ્થ, વસત્તતિલકા, વૈતાલીય, શાર્દૂલવિક્રીડત, શાલિની, શિખરિણી, સ્ત્રગ્ધરા અને હરિણી આમ વિવિધ છંદોનો અહીં ઉપયોગ કરાયો છે. ૨. આ “સ્વ. બાબુ શ્રી. બહાદૂરસિંહજી સિંધી સ્મૃતિગ્રંથ” તરીકે ઈ. સ. ૧૯૪૫માં છપાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy